________________
શાસનનાં શમણીર ]
[ ૩૭પ વીર્યને ફેરવી રહ્યાં છે. પંચાના પાલનપૂર્વક નવ લાખ નમસ્કાર મહામંત્રના જાપ, સહસકૂટના જાપ, કલ્યાણક્ના જાપ, એક કરોડ અરિહંતાદિ પદોના જાપ કર્યા છે.
પૂજ્ય શ્રી રત્નત્રયી અને તત્ત્વત્રયીના સાધક, અહિંસા-સંયમ અને તપના આરાધક તમ જ અનેક ભવ્યાત્માઓની સાધના-આરાધનાના પ્રેરક પણ રહ્યાં છે. પૂજ્યશ્રીની મધુર વાણી અને સચોટ વસ્તૃત્વશક્તિથી અનેક ધર્મકાર્યો સુસંપન્ન થવા સાથે જિનશાસનની અનુપમ પ્રભાવના થઈ છે. પ્રસિદ્ધિથી દૂર રહી, પરાર્થમાં મગ્ન બની પૂજ્યશ્રીએ સંસારરૂપી ભવાટવીમાં ભમતા બહુસંખ્ય જીમાં જ્ઞાનની યેત પ્રગટાવી તેઓને ધર્માભિમુખ બનાવ્યા છે. કંઈક આત્માઓને દેશવિરતિનાં દાન દીધાં છે, ને સમ્યગદર્શનની શ્રદ્ધાનાં પયપાન કરાવ્યાં છે. અનેક જીવોને સર્વવિરતિના પ્રદાન દ્વારા ચારિત્રનાં ચીર ઓઢાડ્યાં છે. ગુણરૂપી વેલડીથી વધતા ગુરુદેવમાં રહેલા કેટલા ગુણોનું કીર્તન કરું? છતાં પણ પૂજ્યશ્રીમાં રહેલા કેટલાક વિશિષ્ટ ગુણો, જેવા કે સ્વાધ્યાયસિતા, સહિષ્ણુતા, નમ્રતા, સરલતા, સમતા, પાપભીરુતા, વાત્સલ્ય, જિનભક્તિ, જીવમૈત્રી આદિ ગુણોનું યત્કિંચિત્ વર્ણન કરવા મનમયુર અધીર બન્યો છે.
વર્તમાન વૃદ્ધાવસ્થા અને શારીરિક અસ્વસ્થતાદિના કારણે છેલ્લાં બારેક વર્ષથી પૂજ્યશ્રી સ્થિરવાસી છે, જેમાં છેલ્લાં પાંચ વર્ષથી પૂજ્યશ્રી પર રોગના ભારે જીવલેણ હુમલા આવે છે. જોરદાર અશાતાના ઉદયમાં પણ રોગને કર્મનિર્જરાનું સાધન સમજી બીમારીમાં પણ ખુમારીથી, વ્યાધિથી સમાધિથી પ્રસન્નતાપૂર્વક સહન કરી, ઉપશમભાવમાં ઝીલી રહ્યાં છે.
સ્વાધ્યાચરસિકતા : પૂજ્યશ્રીને સ્વાધ્યાયપ્રેમ અવર્ણનીય છે. ગમે તેવા સંજોગોમાં પણ સ્વાધ્યાય વિના ન રહે. લગભગ બધાં જ સૂત્ર કંઠસ્થ. ઉચ્ચારશુદ્ધિ ખૂબ જ. રાત્રે મોડે સુધી સ્વાધ્યાયને નવકારવાળી ગણતાં હોય, અને સવારના પણ પરોઢીએ વહેલા ઊઠીને સ્વાધ્યાય ને માંગલિક વગેરે ગણવાનું ચાલુ જ હોય. આગમ ગ્રંથ, ચરિત્ર વગેરેનું વાચન પણ ઘણું. આજે ૮૩ વર્ષની વૃદ્ધાવસ્થા, ને તેમાંય જોરદાર અશાતાનો ઉદય, છતાંય સ્વાધ્યાયમાં લીન રહે છે. જ્યારે પૂછીએ, કે “ગુરુદેવ! કાંઈ સાંભળવું છે?” તે કહેશે, કે “મેં સ્વાધ્યાય ને માંગલિક વગેરે ગણી લીધું છે. તમે બીજું સંભળાવશે તે સાંભળીશ.” મગજની નબળાઈને અસ્વસ્થતાને કારણે અત્યારે સ્મરણશક્તિ ઘટી ગઈ છે. મુકામ ને સાધ્વીજીનાં નામ અને કામ, બધું જ ભૂલી જાય, પરંતુ ગાથા અને સૂત્રો નથી ભૂલતાં. એ પૂજ્યશ્રીને જ્ઞાનની સાધનાને પ્રભાવ છે. જીવનમાં જ્ઞાન આત્મસાત્ કર્યું છે.
પાપભીરુતા : અણગારની આલમમાં પ્રવેશના પ્રથમ દિવસથી જ જીવની જયણામાં ઉપયેગ. મન, વચન ને કાયાની પ્રવૃત્તિથી કેઈને દુઃખ કે કમબંધનનું કારણ ન થવાય તેની પૂરી કાળજી ગોચરીની એષણા પણ શુદ્ધ. પોતાના નિમિત્તે ન કરાવાય તેની ખાસ સંભાળ; અને પૂછે, કે દોષિત નથી ને? આવી બીમારીમાં પણ, મારે માટે કરાવીને નથી લાગ્યા ને?—આટલી તે પૂજ્યશ્રીની સંયમની સજાગતા છે, અને પાપનો ભય છે.
ભાપાસમિતિ : ભાષાસમિતિની ભવ્યતા પણ ભારે. બોલવામાં કે લખવામાં ક્યાંય જિનાજ્ઞાવિરુદ્ધ કે સાવદ્ય ન બોલાય તેની પૂર્ણ કાળજી. દા. ત. કેટલા વાગ્યા? તો કહેશે, કે પ્રાયઃ બે વાગ્યા હશે. પ્રાયઃ શબ્દ ખાસ વાપરશે. બેમાં સેકડ કે મિનિટ આધી-પાછી હોય તો દોષ લાગે. બોલવામાં કે લખવામાં ક્યારેય આદેશ ન હોય. આમ કરવું જોઈએ, પણ આમ કરો એવું બોલે કે લખે નહીં. આવી પૂજ્યશ્રીની ભાષાશુદ્ધિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org