________________
શાસનનાં શ્રમણીરત્નો |
[ ૧૫ ખામી કહો, જ્ઞાનમાર્ગની ક્ષતિ દૂર થાય તે શ્રમણીઓનું આજે જે સ્થાન છે તેથી પણ વિશેષ પ્રભાવશાળી બની શકે. જિનશાસન માત્ર કોઈ એક જ સમૂહથી પ્રવર્તતું નથી, પણ ચતુર્વિધ સંઘ એ જ જિનશાસનની એકતા, આરાધના અને પ્રભાવનાનું પ્રથમ પાન છે.
આ પ્રકાશનને સાધુ-સાધ્વીજીઓની પ્રોત્સાહક પ્રેરણા પ્રાપ્ત થઈ છે તેને અમારું સદ્ભાગ્ય સમજીએ છીએ.
શમણુઓના સાન્નિધ્યમાં સંપન્ન થયેલાં આત્મકલ્યાણનાં કાર્યો
ધર્મનું સ્વરૂપ વિવિધ રીતે સમજાવવામાં આવ્યું છે. તપ છે દાન, શિયળ, તપ અને ભાવના–આ ચાર પ્રકારના ધર્મની
આરાધના એટલે ધર્મ દ્વારા મોક્ષપુરુષાર્થની સિદ્ધિ શ્રમણીએ આત્મકલ્યાણનો ભાગ સ્વીકારીને સંયમયાત્રા કરે છે ત્યારે એમના સંપર્કમાં આવનારાં નર-નારીઓ પણ સહજ રીતે સંયમથી પ્રભાવિત થઈને સ્વર-કલ્યાણની ને કર્મનિજરની શાક્ત પ્રવૃત્તિઓમાં જોડાય છે. શ્રમણીઓની નિશ્રામાં સ્ત્રીઓ ખૂબ મોટા પ્રમાણમાં વિવિધ પ્રકારની તપશ્ચર્યા કરીને ગામેગામ તપધર્મની પ્રભાવનામાં નિમિત્તરૂપ બની છે. સામાયિક, પૌષધ, તીર્થયાત્રા, સંઘયાત્રા, જિનબિંબ ભરાવવાં, ઉદ્યાપન મહોત્સવ, ગુરુભક્તિ વૈયાવચ્ચ વગેરે પ્રવૃત્તિઓના કેન્દ્રમાં શ્રમણીઓ પણ છે. નારી એ નરનું પ્રેરક બળ છે. પુરુષોની ધન કમાવાની ગાંડી ઘેલછામાં ધર્મમાં પ્રવૃત્ત થવાની ક્ષમતા દિન-પ્રતિદિન ઘટી રહી છે તેની પૂતિ સમગ્ર નારી સમાજ કરે છે. જેમ સાધુઓના ઉપદેશથી શાસનપ્રભાવનાઓ થાય છે તેમ શ્રમણીઓની નિશ્રામાં પણ આરાધનાની સુવિધાઓ ઉપલબ્ધ થાય તેવાં સ્થાન વધ્યાં છે. જો કે તેમાં શ્રમણી-સમુદાયનું મૂલ્ય લેશ માત્ર ઓછું થતું નથી. આપણાં પ્રત્યેક ગામમાં જિનમંદિરો, ઉપાશ્ર, પૌષધશાળાઓ, પાંજરાપોળ, ગૌશાળાઓ, આયંબિલશાળાઓ, પાઠશાળાઓ આદિ અનેક ધાર્મિક સ્થાને તેઓના ઉપદેશ અને ઉપકારનું અમૃતફળ છે. પ્રવર્તમાન ધર્મ પ્રવૃત્તિ તેઓની હાણી છે જેનું ત્રણ આપણે કદી કયારેય ચૂકવી શકીએ તેમ નથી. તેઓના ઉપદેશને બિરદાવવા માટે જ અમારો આ નમ્ર પ્રયાસ છે. આર્ય સ કૃતિના પાયામાં મિત્રસંમિત, કાંતાસંમિત અને પ્રભુસંમિત ઉપદેશની જે ભાવના છે તેમાં શ્રમણીએ નારી તરીકે સ્ત્રીઓને સદુપદેશનું દાન કરીને જિનમંદિર, ઉપાશ્રય, સાધર્મિક ભક્તિ, યાત્રા-મહોત્સવોની ઉજવણી જેવી પ્રવૃત્તિઓમાં જેડીને ધર્મની પ્રભાવનાની સાથે ધર્મસાધનામાં જોડ્યાં છે. સાધ્વી મહારાજે શ્રાવિકા વર્ગ સમક્ષ વ્યાખ્યાન દ્વારા ધર્મોપદેશ આપીને સ્ત્રીવર્ગને ધર્મમાં સ્થિર, જાગૃત અને ક્રિયાન્વિત કરી શકે છે.
સમયને અનુરૂપ દયા ધર્મના પ્રતીકરૂપે પાંજરાપોળમાં દાન આપવાની પ્રેરક પ્રવૃત્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org