________________
શાસનનાં શ્રમણીરત્નો |
[ ૩૭૧ પણ એ સભાવપૂર્ણ રાખતાં કે સૌ તેમનું શિષ્યત્વ સ્વીકારવામાં ગૌરવ અનુભવતાં. પરંતુ સામે પક્ષે, પિતે એટલાં વિનમ્ર રહેતાં કે, કેઈ એમનું શિવત્વ સ્વીકારવા આવે તો કહેતાં કે, હું હજુ શિષ્ય છું !
બાહ્ય પદાર્થોથી સદા નિર્લેપ રહેનારા ગુરુનું આંતરિક જીવન પણ દાદ માંગી લે તેવું હતું. પૂ. ગુરુદેવ તરફથી વારસામાં મળેલા સંસ્કાર જીવનમાં એટલા ઓતપ્રોત બની ગયા હતા કે તેમના સામાન્ય દર્શન માત્રથી ઇછુકવર્ગ ઘણું ઘણું પામી જતો. સમતાના સાગર પૂ. ગુરુએ સૌના અતિ આગ્રહથી ચતુરશ્રીજી મહારાજને શિષ્યા કર્યા. આજે પણ પૂજ્યશ્રીને શિષ્યા-પ્રશિષ્યાદિ વિશાળ પરિવાર ઉત્કૃષ્ટ સંયમજીવન પાળી રહેલ છે. આ સર્વના મૂળમાં પૂ. નનશ્રીજી મહારાજના સુંદર સંસ્કારનું બીજારોપણ છે.
સ્વચરિત્રની સરળતા, ઉદારતા, ગંભીરતા, સહિષ્ણુતા, સહદયતા આદિ ગુણે વડે પૂજ્યશ્રીએ કચ્છ-વાગડની ભલીભોળી પ્રજામાં જાગૃતિને પ્રકાશ રેલાવ્યો. છેલ્લા એક મહિનો પેટની સખત પીડામાં પંચપરમેષ્ઠિના સ્મરણપૂર્વક સમતા–વેગની સાધનામાં લીન રહ્યાં અને વિ. સં. ૨૦૨૪ ના અક્ષય-તૃતીયાના પવિત્ર દિવસે ભચાઉ મુકામે પહેલેક સિધાવ્યાં. વંદન હે..એ સંયમમૂર્તિ સાધ્વીજીને! (સંકલનક્ત : સા. શ્રી ચિત્તપ્રસન્નાશ્રીજી મ.)
પૂ. સા. શ્રી ચિત્તરંજનાશ્રીજી મહારાજના ઉપદેશથી ડુંગરશીભાઈ શિવજીભાઈ સત્રા (ભરૂડિયાવાળા) હાલ મુંબઈના સૌજન્યથી.
પરમ શ્રદ્ધ—પરમ વિદુષી પ્રવર્તની પૂજ્ય સાધ્વીજી શ્રી ચતુરશ્રીજી મહારાજ
જેનશાસનને ઇતિહાસ સુવર્ણ અક્ષરે સહી રહ્યો છે, તેમાં મહાન તપસ્વીઓ અને વિરલ વિભૂતિઓએ આ આકાશગંગાને ઝળહળતી કરી છે. કચ્છ-વાગડનાં સાધ્વીરત્ન શ્રી પ. પૂ. ચતુરશ્રીજી મહારાજ પણ એક હતાં.
તેઓશ્રીને જન્મ કચ્છની કામણગારી ધરા પર માંડવી શહેરમાં થયું હતું. પિતાનું નામ વરદરાજભાઈ અને માતાનું નામ મીઠીબાઈ હતું. સ્વનામ પાર્વતીબેન હતું. પાર્વતીબેનનું બાલ્યકાળથી ધર્માભિમુખ વર્તન જોઈને સૌ કોઈને થતું કે કેઈ સાધક જીવ અધૂરી સાધના પૂર્ણ કરવા માટે જ ફરી પૃથ્વી પર આવ્યો છે ! બાળપણથી જ તેઓશ્રીમાં સ્વાભાવિક સંસ્કારિતા જોવા મળતી હતી. તેનાથી વાણીમાં વિમલતા, દિલમાં કેમળતા અને વર્તનમાં વિનમ્રતાના ગુણે વિકાસ પામ્યા. યુવાનીના આંગણમાં પ્રવેશ પામતાં જ રાગની રાત ત્યાગીને વિરાગના પ્રભાત ભણી ડગ માંડ્યાં. સંયમ સ્વીકારવાનાં સોનેરી સોણલાં સેવવા માંડ્યાં. સૌમ્યમૂતિ પ. પૂ. રત્નશ્રીજી મહારાજના સમાગમે પિતાનાં માતુશ્રી સાથે સં. ૧૯૬૭ના મહા સુદ ૧૦ ના શુભ દિને પરમ ઉપકારી પૂજ્યવર શ્રી જીતવિજયજીદાદાના વરદ હસ્તે દીક્ષા અંગીકાર કરી શ્રી ચતુરશ્રીજી બન્યાં. દીક્ષાદિનથી કર્મો સાથે જંગ માંડીને સાધનાને યજ્ઞ આરંભ્યો. પરિણામે પૂજ્યશ્રીના પાવન જીવનમાં અગણિત ગુણોની ગંગા વહી રહી. સંયમના સારભૂત શ્રદ્ધા-સમર્પણ અને અજ્ઞાપાલનના ગુણોને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org