SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૮ ] [ શાસનનાં શ્રમણીરત્ને પુષ્પલતાશ્રીજીનાં શિષ્યા પૂ. સા. શ્રી પુણ્યરેખાશ્રીજીનાં ચરણામાં મસ્તક ઝૂકયા વગર રહેતુ નથી. અહા ! ગુરુદેવા....આપશ્રીની અજબ-ગજબ કોટિની ક્ષમતા, વત્સલતા, વૈરાગ્ય, પર થતા ઇત્યાદિ વિશિષ્ટ ગુણાનુ` પ્રત્યક્ષ અવલેાકન કરતાં અમે ધન્યતાને અનુભવ કરીએ છીએ. મારવાડ, મેવાડ, ગુજરાત, કચ્છ, કર્ણાટક દૂર દૂરના પ્રદેશેામાં રહેલા મુમુક્ષુએએ પૂજ્યશ્રીની જીવનસુવાસથી આકર્ષાઈ ને પેાતાનું સર્વસ્વ સમર્પણ કરી પૂજ્યશ્રીના સાંન્નિધ્યમાં જિનાજ્ઞાનુસાર સાધનાની ધૂન મચાવી છે. અરે ! એટલુ જ નહી, ભૌતિવાદમાં ર'ગાયેલી આધુનિક શિક્ષા બી. કોમ., બી. એ. સુધી પ્રાપ્ત કરેલી શિક્ષિત યુવતીએ પણ પૂજ્યશ્રીનું શુદ્ધાચારમય જીવન જોઈ સમર્પિત બની છે. તેઓશ્રીની જ્ઞાનપિપાસા પણ અપૂર્વ કેપ્ટની છે. આટલી બધી સમુદાયની જવાબદારી હાવા છતાં ‘ ન્યાય' જેવા ક્લિષ્ટ ગ્રન્થેાના પણ તલસ્પશી અભ્યાસ કર્યાં છે. પૂજ્યશ્રીએ છ કમ ગ્રંથ સા, ત્રણ બુક, પ્રાકૃત બુક, વ્યાકરણ, તસંગ્રહ, મુક્તાવલી, વ્યાપ્તિપ’ચક, સ્યાદ્વાદ મંજરી, રત્નાકરાવતારિકા, વિશેષાવશ્યક, કમ્મપયડી, પાંચ મહાકાવ્યાદિ, આચારાંગ, ઉત્તરાધ્યયન ઇત્યાદિ અનેક ગ્રંથાનું જ્ઞાન પ્રાપ્ત કરી સ્વ--પર સાધના કરાવી રહ્યાં છે. પૂજ્યશ્રીના વિશિષ્ટ રાનનું આલબને લઈ શ્રમણવૃંદમાંથી કેટલાંક સાધ્વીએએ ન્યાસ, કમ્મપયડી, ખવગર્સટી, કાવ્ય, વ્યાકરણ ઇત્યાદિ ગ્રંથોના અભ્યાસ કર્યાં છે. પૂજ્યશ્રીએ અઠ્ઠાઈ, અર્જુમ, વીશસ્થાનક આદિ તપની સુંદર આરાધના સાથે-સાથે વિશેષ પ્રકારે સ્વ-જીવનમાં ત્યાગ અપનાવ્યેા છે. યાવજીવન ફરસાણ, મેવા અને ફ્રૂટના ત્યાગ સાથે ૩ વર્ષથી ચાતુર્માસમાં મિષ્ટાન્ન, કડક વસ્તુ, કડાવગઈ આદિના ત્યાગપૂર્વક માત્ર ૩ દ્રવ્ય જ વાપરે છે. તબિયતના કારણે સાંજે વાપરવું પડે તે પણ સાંજે ઉષ્ણુ ગે!ચરીને ત્યાગ. વૃત્તિસંક્ષેપ, રસત્યાગાદિ તપથી જીવન-બાગ મઘમઘાયમાન બનાવ્યે છે. પૂજ્યશ્રીના નિર્દોષ ગોચરીના અનુરાગ પણ અદ્વિતીય છે. રિપાલિત સંઘમાં જેસલમેર તીની યાત્રા કરી પાછા ફરતાં, સંઘવી તરફથી બધી વ્યવસ્થા હેાવા છતાં પણ, રસ્તામાં જૈન-જૈનેતર વસ્તીના અભાવ નિર્દોષ ગાચરીની અશકયતા હાવાથી પ'દર-પદર દિવસ સુધી ‘ચણાદિ’ સૂકી વસ્તુથી જીવનનિર્વાહ કર્યાં છે. પૂજયશ્રીના મૌન-આચાર જોઈ સ્વશિખ્યાએ પણ પૂજ્યશ્રીના જીવનનું અનુકરણ કર્યુ છે. પૂજયશ્રીના સાંન્નિધ્યમાં અનેક પ્રકારે વિશાળ સંખ્યામાં એળી, ઉપધાન, શિબિર, ઉદ્યાપન છ’રિપાલિત સ`ઘ, અઠ્ઠાઇ મહેાત્સવ વગેરે થવા દ્વારા બહેને!માં નવીન ક્રાંતિ પ્રાપ્ત થઈ છે. પૂજ્યશ્રીના સાંનિધ્યમાં તેએશ્રીની વૈરાગ્યભરી પ્રેરણાથી આજન! વિષમ યુગમાં આશ્ચય પમાડે એવી કાપની પ્રવૃત્તિ ચાલી રહી છે, એટલે કે કેટલાંક સાધ્વીજી મહારાજો બાર મહિનામાં એક જ વાર સાબુથી વસ્ત્રપ્રક્ષાલન રૂપ કાપ કાઢે છે. કેટલાંક સાધ્વીજી મહારાજને યાવજીવન મીઠાઈફરસાણ-કેટ—આદિના ત્યાગ છે. આવા ત્યાગી સાધ્વી પરિવારને જોઈ ને બધા! નતમસ્તક થઈ જાય છે. કેટલાંક સાધ્વીજીએ સ્વેચ્છાથી પેાતાના હાથે લાચ કરવાનું પરાક્રમ કરે છે ત્યારે શ્રાવક શ્રાવિકાઓ હેરત પામી જાય છે. આવાં પ્રશાંતમૂર્તિ, વાત્સલ્યદાત્રી, ઉત્કૃષ્ટ ત્યાગીવૈરાગી અને ૬૬ શિષ્યા-પ્રશિષ્યાઓના વિશાળ શ્રમણીવૃંદ ધરાવતાં પૂ. સાધ્વીશ્રી પુષ્કરેખાશ્રીજીને કેટ કોટિ વંદન હા! —સાધ્વી શ્રી ગુણુફ્તરેખાશ્રીજી મહારાજ Jain Education International -- For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy