________________
શાસનનાં શ્રમણીરત્ના
[ ૩૫૧
જિનપૂજા વિધિ, આહાર-ચર્ચા, વેશ—મર્યાદા આદિ વિષયાનુ સારુ શિક્ષણ મેળવ્યુ છે. સરળતા, સહજતાથી એએએ આજની અનેક નવયૌવનાએ!નાં હૃદયમાં શ્રદ્ધાનું સ્થાન પ્રાપ્ત કર્યુ છે. એએ જ્યાં પણ જાય છે, ત્યાં એમના સરળ સ્વભાવ, મીઠી મેલી અને મેહક સ્મિતથી બાળાઓ, શેરીએ, નવવધૂએ અને પ્રૌઢાએ તરફથી ભરપૂર આદર-સમ્માન પ્રાપ્ત કરે છે.
આજે એક સુવિશાળ શિષ્યા પરિવારનાં નાયિકા હેાવા છતાં એમાં અશમાત્ર પણ અભિમાન કે આડંબરની વૃત્તિ નથી. ઘણીવાર તે! એકદમ નાની નૃતન સાધ્વી સાથે પણ એવા મિત્રતાભર્યાં વ્યવહાર કરે છે કે તે જોઈ હૈયુ ગતિ બની જાય છે. એમનું હૃદય એટલુ કમળ, કરુણા ભરેલું અને સવેદનશીલ છે કે એઆ કેઈની વેદના, કોઈની પીડા કે કોઈનુ દુઃખ જોઈ શકતાં નથી. કોઈ એમની પાસે આવીને પેાતાની વ્યથા હલવી દે તે એમની આંખો આંસુથી ઊભરાઈ જાય છે. નિશ્રાવતી સાધ્વી જરાક અસ્વસ્થ દેખાય તા એએની ચિ'તાગ્રસ્તતાના ખ્યાલ એએના મુખ ઉપરથી જ આવી જાય છે. કોઈ પણ સાધ્વીના મુખ ઉપર ઘેાડી પણ ઉદાસી દેખાઈ, ઘેાડી પણ શારીરિક તકલીફ જોઈ કે તરત તેને સ્વસ્થતા આપવા માટે સ્વયંના અનુભવ– જ્ઞાનથી એ દેશી દવા આપશે, દિવસમાં દસ વાર તા તેની ખબર પૂછશે. આવા વાત્સલ્યપૂર્ણ ગુરુમાતાની છત્રછાયામાં રહેતી શિષ્યાઓનાં મુખ સદાય હસતાં છીલતાં રહેતાં હાય, એમાં નવા ગી ?
એમનુ ફૂલ જેવુ કામળ હૃદય સયમ-ચુસ્તતા માટે વા જેવું કઠોર છે. ચારિત્રમાં પાલ પાલ કે શિથિલતા જરા પણ ન ચલાવે. શિષ્યાઓને વારવાર ટકોર કરીને સદા સયમમાં જાગ્રત રાખે છે.
કોઈ પણ સાધ્વીસમુદાયનું નેતૃત્વ કરનારાં સાધ્વીમાં જે ગુણાહાવા જોઈ એ તે બધાય ગુણા એમનામાં વિદ્યમાન છે. જુદાં-જુદાં ગામેાથી અને ઘરેથી આવતી કન્યાઓને, સાધ્વી બનીને એમની નિશ્રામાં એકબીજા સાથે અત્યંત પ્રેમથી રહેતાં જોઈ ને લેાક આશ્ચય ચક્તિ થઈ જાય છે. એએશ્રીએ શિષ્યાઓને એવી તાલીમ આપી છે કે સહવતી કોઈ પણ સાધ્વીને થાડી પણ શારીરિક અસ્વસ્થતા આવી જતાં અન્ય સાધ્વીએ એમના માટે મરી પડે અને ગ્લાન સાધ્વીની વૈયાવચ્ચમાં ન જુએ દિવસ કે ન જુએ રાત. આવા વૈયાવચ્ચ અને સેવાના સંસ્કાર આપનારાં ગુરુણીજનાં ગુણગાન કણ ન કરે ?
સુયોગ્ય સુકાની તોફાન વચ્ચે ફસાયેલી નાવડીને પણ કુશળતાથી કિનારે લઈ આવે છે. સંસારના આ ભીષણ તે!ફાની દરિયામાંથી અમારાં ગુરુણીજીએ અમારી જીવનનાવડીને ચમ આપીને કિનારે લાવી છે અને સફળ સુકાની થઈ ને અમારા જીવનના ઘડવૈયા બન્યાં છે.
વચનસિદ્ધ પ. પૂ. આચાર્યદેવ શ્રી યશે દેવસૂરીશ્વરજી મ. સા. ની મંગલ કૃપાથી એમની કીતિ` ચેામેર પ્રસરી રહી છે, તેા સંચનિષ્ઠ પ. પૂ. આચાર્યદેવ શ્રી ત્રિલોચનસૂરીશ્વરજી મ. સા. ની દિવ્ય પ્રેરણાએ એમને ત્યાગનાં આભૂષણ પહેરાવ્યાં છે. પ. પૂ. વૈરાગ્યવારિધિ ગુરુદેવ શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મ. સા. ની વૈરાગ્યવાણીએ એમને પૂર્ણતઃ સયમમાં ભાવિત કર્યાં છે, તેા સરલ સ્વભાવી પૂ. આચાર્ય દેવ શ્રી ધનપાલસૂરીશ્વરજી મ. સા. ની આજ્ઞામાં રહીને એએએ નમ્રતાને ગુણ વિકસાવ્યા છે. પ. પૂ. ગુરુમાતા રેહિણાશ્રીજી મ. સા. ના આશીર્વાદે એમની રાહમાં પડેલા કાંટાઓને પણ ફૂલે!ની સુ ંદરતાથી શણગાર્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org