SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનનાં શ્રમણીરત્ન ] [ ૩૪૯ ૧૦૫૧ આયંબિલ કરવા દ્વારા પિતાના સમુદાયમાં અને જિનશાસનમાં તપ કે વગાડી તપની ધ્વજા ફરકાવી છે. આજે પણ આયંબિલમાં જરૂરિયાતનાં પાંચ દ્રવ્યથી એક પણ દ્રવ્ય વધારે વાપરતાં નથી. આપણને “વીર ગૌતમની યાદ કરાવે તેમ પૂજ્યશ્રીએ ગુરુદેવની છત્રછાયામાં રહી જીવનને ઉજજવલ બનાવ્યું છે, જેથી આજે પણ તેઓશ્રીનું હૃદયસરોવર ગુરુકૃપાનાં અમૃતનીરથી છલોછલ ભરેલું છે. હે કરુણાસાગર ગુરુદેવ! સદાય અપ્રમત્ત આપનું જીવન, સદાય ચિત્તની પ્રસન્નતા વેરતું આપનું મુખડું અને સદાય જિનાજ્ઞા પ્રત્યેની ખુમારીવાળી આપની દૃઢ મનભાવના સહવતી સૌની સંયમયાત્રામાં વૃદ્ધિ કરો. પૂજ્યશ્રીના સંસારી પરિવારમાંથી પાંચ આત્માઓ સંયમની સુંદર સાધના કરી રહ્યા છે, પૂજ્યશ્રી ત્રણ શિષ્યા તથા એક પ્રશિની સંયમજીવનનૌકાને પ્રગતિ કરાવી રહ્યાં છે. સંયમના કહેર પંથે ગુણાનુરાગ, સહનશીલતાની સાધના દ્વારા મેક્ષમાર્ગની આરાધના, જિનશાસનની પ્રભાવના દ્વારા મુક્તિમંઝિલને પહોંચવા માટે આજે અપ્રમત્તપણે જીવન જીવી રહ્યાં છે. –સા. શ્રી ઉલધશ્રીજી મ. સૌજન્ય : શ્રી પાર્શ્વનાથ મહિલા મંડળ, શ્રી કુંથુનાથ મહિલામંડળ, શ્રી ૩૬ કરોડ આરાધક યદેવસૂરીશ્વરજી સામાયિક મંડળ, શ્રી સિંકદ્રાબાદ ગુજરાતી જૈન વે. મૂ. સંઘ. અનેક સફળ શિબિરોના જ્ઞાનદાતા અને વાતસલ્યપૂર્ણ ગુરુમાતા પૂ. સાધ્વીજી શ્રી અનંતકીર્તિશ્રીજી મહારાજ જૈનધર્મના ત્યાગના આદશે જેનશાસનના સ્વર્ણિમ અતીતને ગૌરવાન્વિત બનાવ્યા છે. ભૌતિકવાદની આંધળી દોટમાં દોડતા એવા વતમાનયુગમાં ત્યાગ–વૈરાગ્ય, ધર્મ-અધમ, પાપપુની વાતો અમુક વર્ગ માટે તે જાણે સાવ અર્થહીન બની ગઈ છે. બીજી બાજુ આ જ જમાનામાં એવી મહાન વિભૂતિઓ પણ વિદ્યમાન છે, જેઓએ સમસ્ત ભેગ-સુખ, વૈભવ-વિલાસ, સુખ-સાહ્યબીને ઠુકરાવીને સંયમજીવનનો અનુપમ આનંદ અનુભવવા માટે પિતાનાં સ્વજનેને પણ સાથે લીધાં છે. આ ગૌરવ અમલનેરનિવાસી સંયમપ્રેમી સુશ્રાવક નેમિચંદજી કેડારીના કુળને પ્રાપ્ત થયું છે. તેમના પિતૃવર્ય શ્રી લખીચંદજી ઠારીએ પ્રૌઢાવસ્થામાં સંયમ સ્વીકારીને પાછળની પેઢીમાં સંયમભાવનાનાં બીજ વાવ્યાં. પછી તે ફળ પાકવામાં વિલંબ જ શાને? સ્વયં નેમિચંદજી કોઠારી અને તેમની ત્રણ સુપુત્રીઓએ પ્રવ્રજ્યા અંગીકાર કરીને જેનશાસનની ગૌરવ ગરિમામાં ચાર ચાંદ લગાવ્યા. તેમના નાના ભાઈ મિશ્રી લાલજી ઠારીની પાંચે પુત્રીઓ, બન્ને બહેનની એક–એક પુત્રી, પિતાના પિતરાઈ ભાઈની છ પુત્રીઓ, આમ એક જ કે ઠારી કુટુંબમાંથી ૧૮–૧૮ સંચમાભિલાષીઓએ સિંહની જેમ સંયમપથે નીકળીને જગતમાં જેનશાસનને જયનાદ ગુંજા છે. આવડા મોટા ત્યાગ અને બલિદાન જોઈ કેને વિસ્મય ન થાય? પિતાના એક સંતાનને પણ સંચમ લેવા માટે તત્પર જાણીને મા-બાપ રેક-ટોક કરે છે અને આત્મકલ્યાણના માગે બાધક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy