________________
શાસનનાં શ્રમણીર
]
[૩૪૩
હર્ષ કે શાકમાં, સુખ કે દુઃખમાં, માન કે અપમાનમાં ગભીરતાના સાગરને પણ ટપી જાય તેવી ક્ષમાને ધારણ કરી, વાત્સલ્ય, વિનય, નમ્રતા વડે જેઠ-જેઠાણ વગેરેનાં મન જીતી લીધાં, સૌના હૃદયમાં આગવું સ્થાન પ્રાપ્ત કરી લીધું.
પ્રૌઢાવસ્થા પ્રાપ્ત થતાં, આત્મકલ્યાણ સાધવાનો છેલ્લે જ અવસર હાઈ હેવ “વિલંબ શા કારણે?” એમ વિચારી સંયમપંથે વિચારવાનો સંકલ્પ જાહેર કર્યો. સ્વજનોએ પણ તેમને વૈરાગ્યભાવ નિહાળી હાંશભેર સંયમપંથે જવા અનુજ્ઞા આપી. સં. ૨૦૦૭ ના માગસર સુદ પાંચમના–વસંતપંચમીના શુભ દિવસે સિદ્ધવચની પૂ. પ્રવતિની સાથ્વીવર્યા શ્રી ચંદ્રશ્રીજી મ.ની તથા તેઓશ્રીનાં શિખ્યા સમભાવી પૂ. શ્રી સુભદ્રાશ્રીજી મ.ની નિશ્રામાં ચારિત્ર અંગીકાર કરી પ્રસન્નવદના પૂ. પ્રવતિની શ્રી રંજનશ્રીજી મ.નાં વિનયી શિષ્યા સાધ્વી શ્રી વિનયપ્રભાશ્રીજી નામે અલંકૃત બન્યાં.
દીક્ષાના પ્રથમ દિનથી જ સમસ્ત જીવન ગુરુભગવંતને સમર્પણ કરી દીધું. સંચમ, સ્વાધ્યાય, તપ, ત્યાગ અનેરો યજ્ઞ આરંભે. વૃત્તિસંક્ષેપ, સંયમમાં અપ્રમત્તતા, વિનય અને પૂ. દાદી ગુરુમહારાજ આદિ વડીલેની સેવા-ભક્તિમાં ભાવવિભોર બન્યાં. તપ અને સ્વાધ્યાયમાં દઢ રંગ, મુખ પર સદાય પ્રસન્નતા, જીવનમાં સાદાઈ તથા વાત્સલ્ય, સરળતા આદિ અનેક ગુણો રૂપી પુ.પો વડે સંયમ–ઉપવન મઘમઘાયમાન કર્યું
ગુરુકુલવાસમાં રહી માત્ર ગુરુમહારાજના જ દિલને નહીં પણ પરોપકાર, વિશાળ હૃદય, સભાવ, પ્રેમ વડે સહવતી સમુદાયનાં પ્રત્યેક નાનાં-મોટાં સાધ્વીજી મ. નાં દિલને જીતી લઈ સાચા અર્થમાં લાંબા સમય ગુરુકુલવાસને સે. “સમુદાયનું કાય મારી ફરજ છે” એમ સમજી હર વખતે ગુજ્ઞાનું પાલન હસતા મુખે સ્વીકારી પૂ. ગુરુદેવ રંજનશ્રીજી મ. ના દિલમાં અનોખું સ્થાન જમાવી લીધું હતું. પૂજ્યશ્રીનું મનોબળ પણ જબરું હોવાની પ્રતીતિ નીચેની વિગતો પરથી સ્પષ્ટ જોવા મળે છેઃ
* જેસલમેરની યાત્રા એકાસણાની તપસ્યા સાથે ઉગ્રવિહારથી તિભેર કરી. ક ૧૮ વર્ષની વયે પણ ૮ મહિનામાં ૩૦૦૦ કિલોમીટર દીર્ઘ અને કઠિન વિહાર કર્યો. * ૧૮ વર્ષની વયે પણ સમસ્ત કિયા અપ્રમત્તપણે ઊભાં-ઊભાં કરી રહ્યાં છે.
તેઓશ્રીએ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, મારવાડ, મહારાષ્ટ્ર, દક્ષિણાદ્રિ પ્રદેશોમાં વિચરી અનેક ભવ્યાત્માઓના આત્મોદ્ધાર કરી અને પ્રેમામૃતનું સિંચન કરી અનેક ગુણે રૂપી પુપિને વિકસાવ્યાં. આમ, પૂજવ ગુરુદેવ વિનયપ્રભાશ્રીજી મ. પિતાના નામ પ્રમાણે વિનયની પ્રભાને ફેલાવતાં વિચરી સ્વ-પર કલ્યાણના માર્ગે આગળ ને આગળ વધી રહ્યાં છે.
પૂ. સાધ્વીશ્રી વસંતપ્રભાશ્રીજી મ.
જ
એક
વક કરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org