SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૦ ] શાસનનાં શ્રમણીરત્ન સંગમમાં નિજના આત્મદ્રવ્યને પંખાળી–પંખાળીને તેઓ શુદ્ધ કરવા લાગ્યાં. જ્ઞાન, ધ્યાન, વૈરાગ્યની દિનપ્રતિદિન વૃદ્ધિ થતી ચાલી. તેમાંય સિદ્ધાંતમહોદધેિ પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મ. સા. ની અવારનવાર મળતી અમૃતમ પ્રેરણા ઝીલી તેમ જ મહારાષ્ટ્રકેશરી, વૈરાગ્યવારિધિ પૂ. આ. શ્રી વિજય_ચશેદેવસૂરીશ્વરજી મ. સા. ની આજ્ઞામાં રહી. તેઓશ્રીના પરમ કૃપાપાત્ર બની, સંયમજીવનની આરાધના-સાધનામાં એકાગ્ર બનવા લાગ્યાં. ગુરુસમર્પિતતા, પાપભીરુતા, પોપકાર-રસિકતા, વૈયાવચ્ચતત્પરતા વગેરે અનેક ગુણકુસુમેથી તેઓને જીવનબાગ પણ મઘમઘાયમાન બનતા ચાલ્ય. સંયમશુદ્ધિ અને આચારવિશુદ્ધિની ખળખળ વહેતી બે ગંગા-જમનાના સંગમે તેઓનું જીવનવન તો જાણે નંદનવન બની ગયું. ચાલે, આપણે પણ એ નંદનવનની ગુણ -સુવાસને પામીને કૃતકૃત્ય બનીએ. સ્વાધ્યાય-મગ્નતા : તેઓશ્રીની જ્ઞાનોપાજન માટેની ધગશ અભુત હતી. ઘણીવાર શિષ્યાપરિવારની સાથે એક માંડલીમાં બેસી સવાધ્યાયાષનાં મધુર ગુંજન તેઓશ્રી ચાલુ રાખતાં હતાં. કમ સાહિત્ય, સંસ્કૃત-પ્રાકૃત, ન્યાય, વ્યાકરણ, પ્રકાર, ચરિત્ર, વૈરાગ્યગ્રંથો વગેરે અનેક વિષય પર ખૂબ સચોટ જ્ઞાન મેળવ્યું હતું. જ્ઞાન પણ જીવનમાં એવું પચાવેલું કે પોતે આટલું ભણ્યાં છે એવું કેઈન કળવા નથી દીધું કે કઈ દિવસ ચહેરા પર અભિમાન કે અક્કડતાની રેખાઓ ઝળકવા નથી દીધી. એલિસૂત્ર તા તેઓશ્રીને પ્રાણ હતા. જિંદગીના છેડા સુધી હરરોજ તેનું સ્વાધ્યાય કરતાં હતાં. અદભૂત અંતર્મ બતા: અંતર્મુખતાના મહાસાગરમાં તેઓશ્રીએ એવી ડૂબકી લગાવી દીધી હતી, કે બાહ્ય કઈ પણ ચીજ તેઓશ્રીને આપી શકતી નહોતી. સદૈવ આંતરદષ્ટિ અને આંતરદુનિયાને જ નીરખ્યા કરી છે, જેથી સંયમની દરેક સાધના સફળતાના ઉચ્ચતમ શિખરને સર કરતી હતી. આચાર–ચુસ્તતા : પિતે તા આચાર-ચુસ્ત હતાં, પણ વશિષ્યાદિ પરિવારનેય આચાર-ચુસ્ત જીવન જીવવાનું શીખવતાં હતાં. ક્યારેક કેઈન આચારાદિના પાલનમાં ગરબડ કરતાં જોઈ લે, તે તેઓશ્રીને ઉગ્ર થતાં વાર નહોતી લાગતી. તેઓશ્રીની આ કડકાઈના પ્રતાપે તેમના શિષ્યાદિ પરિવાર અપ પણ પાપ કે પ્રમોટ કરતાં ભારે ગભરાતો હતો, અને ન થાય તે માટે સતત જાગૃત રહેતો. વાત્સલ્યનિધિ : નાળિયેર બહારથી કઠોર હોય છે, પરંતુ અંદરના ભાગમાં નરમ, સ્વાદિષ્ટ અને ગુણકારક હોય છે. એવી રીત પૂ. ગુરુદેવશ્રી પણ બહારથી ભલે કઠોર દેખાતાં, પરંતુ તેઓશ્રીના હૃદયની અંદર તો એટલાં જ કમળતા, વાત્સલ્યભાવ અને સ્નેહ નીતરતાં હતાં. વાત્સલ્યના વારિમાં સ્નાન કરનાર તેઓશ્રીના શિષ્યા-પરિવાર એક દિવસને પણ વિરહ સહન કરવા ઇચ્છતા હતા. નગુવાથી જુદાં ચાતુર્માસ કરવા જવું પડતું ત્યારે કેટલાય દિવસ સુધી શિષ્યાઓની આંખનાં આંસુ સુકાતાં નહોતાં. માતા કરતાં પણ અધિક આશ્રિતો પ્રત્યેનું તેઓશ્રીનું વાત્સલ્ય હતું. બ્રહ્મચર્યને તેજપૂંજ : બ્રહ્મચર્ય વિશે તેઓશ્રી કેટલા સજાગ હતાં એ તે તેઓશ્રીના આચાર-વિચાર ને જીવન જ કહી બતાવતું હતું. અબ્રહ્મના માર્ગે જતી કેટલીય બહેનને પાપના વિપાકે સમજાવી આજીવન બ્રહ્મચર્યવ્રત અંગીકાર કે શ્રાવકો સાથે પરિચય કે પત્રવ્યવહાર પણ રાખ્યો નથી. સહાયતા : પરની સમાધિમાં સહાયક બનવાને ગુણ તેઓશ્રીને અજબગજબને હતા. સ્વ કે પર સમુદાયના કેઈપણ સાધ્વીજીને અસમાધિમાં તેઓશ્રી જોઈ ન શકતાં. એમની અસમાધિને દૂર કરવા માટે શક્ય એટલા વધુ પ્રયત્ન કરી એમની મનની સમાધિમાં સહાયક બનતાં, જેના ફળ રૂપ પિતે ભયંકર દર્દોમાં પણ અખંડ સમાધિ જાળવી શક્યાં હતાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy