SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનનાં શમણીરત્નો | [ ૩૦૫ પ્રસન્નતાના મહેલમાં મહાલતાં, નિઃસ્પૃહતાના શિખર પર રાજતાં, પ્રશાંતરસના ઝરણાનું પાન કરતાં, નમ્રતાની કમનીય વાંસલડીના સૂર રેલાવતાં, સંયમરૂપ નંદનવનમાં આત્મગુણોને ખીલવતાં. રઢિયાળી તપ-ત્યાગની ચૂંદડીથી દીપતાં રક્તવણીય હસ્તતલ દ્વારા “શિવસંગી બનો’ના આશીર્વાદ આપતાં, સૌ જ પ્રતિ સભાવનાના ફુવારા ઉડાડતાં, તેજવંતાં પ્રવતિ નીપદને શોભાવતાં, લગભગ ૧૯૧ શ્રમણીગણની રમણીય નિશ્રાને મહેકાવતાં–આ રીતે અનુપમ, અદ્ભુત અને ઉત્તમ કોટિના ગુણ ધરાવતાં તેઓશ્રી લગભગ ૭૫ વર્ષની વય થઈ હોવા છતાં એક નાની યુવાન સાધ્વીને શરમાવે તે દરેક કયા આજે પણ ઊભાં ઊભાં કરી રહ્યાં છે. બોલવાનું ખૂબ જ પરિમિત; ખાસ કામ વિના નહીં બલવું તે તેઓશ્રીને મુદ્રાલેખ, એટલે મૌનને જીવનમાં અજબ ચમત્કાર. સ્વાધ્યાય તો તેમને પ્રાણ. રાત-દિવસ સતત સ્વાધ્યાય-ધ્યાનમાં જ મસ્ત હોય. કોઈ મળવા વગેરે આવે તો પણ હેજ સ્મિત કરે, પણ સ્વાધ્યાય ન છોડે. આવા અનેકાનેક ગુણગણાથી અલંકૃત પૂ. પ્રવતિની, સૌમ્યમૂર્તિ, સ્વાધ્યાય-ક્રિયાનિક, હંસ જેવાં ઉજ્વળ પૂ. શ્રીજી મહારાજ આજે વર્તમાન જગતમાં જિનશાસનના ગગનમાં વિહરી સ્વ–પરનું કલ્યાણ સાધી રહ્યા છે. ઉપશમરસમાં સદાય નિમગ્ન એવાં આ મહાઆર્યાને અમારી શતશઃ વંદનાવલિ. -પૂ. સાધ્વી શ્રી હર્ષપૂર્ણાશ્રીજી મહારાજ પરમવાતસલ્યનિધિ, સૌમ્યમૂર્તિ શ્રમણીરતના પૂ. સાધ્વી શ્રી ત્રિલોચનાશ્રીજી મહારાજ કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવંત શ્રીમદ્ હેમચન્દ્રાચાર્ય મહારાજના સદુપદેશથી જૈનધર્મને પામેલા, અઢાર દેશના અધિપતિ પરમાત્ શ્રી કુમારપાળ મહારાજાએ પિતાના પાટનગર ગગચંબી ભવ્ય જિનમંદિરો અને વિશાળકાય જ્ઞાનમંદિર વડે વિભૂતિ કર્યું તે પાટણની પુણ્યધરામાં આવેલ ફેફલિયાવાડાની ચૌધરીની શેરીમાં શ્રીમંત ઉદાત્તાહદય સુશ્રાવક ભેગીલાલ દેવચંદ ઝવેરીનાં ધર્મપત્ની બાપુબહેનની રત્નકુક્ષીએ વિ. સં. ૧૯૭૭ના મહા સુદ ૩ના જેમને જન્મ થયો અને ભાલની ભવ્યતા, મુખની સૌમ્યતા, કાયાની ગૌરવણિતા જોઈ આનંદિત બનેલાં માતાપિતાએ બેટની એકની એક પુત્રીરત્નનું નામ “ભીખી” રાખ્યું. અનેક રીતે લાડકોડથી પુત્રીનું જતન કરતી માતાએ માત્ર રા વર્ષ માતૃવાત્સલ્ય વહાવી પરલેગમન કર્યું. આવા અવસરે ધર્મપ્રેમી પિતાએ આવેલી જવાબદારીને ફરજ સમજી પોતાને ત્યાં આવેલ ઉત્તમ આત્માનું હિત થાય તે રીતે તમામ સંસ્કારનું સંસ્કરણ કરવાપૂર્વક કુમળા છેડને ખંતથી ઉછેર કર્યો. સાથે, ફઈબા મેતીબહેન પ્રભુભક્તિ, ધાર્ષિક અભ્યાસ, વચિત તપક્રિયાદિમાં પ્રેમ અને વાત્સલ્યપૂર્વક જેવા લાગ્યાં. ભૂતકાલીન જોરદાર આરાધનાના બેનને પણ ધીમે-ધીમે ધમરંગ સુદઢ બન્યો. આ બાજુ યોગાનુયોગ પૂજ્યપાદ સકલારામરહસ્યવેદી પૂ. આ. શ્રી. વિ.દાનસૂરીશ્વરજી મહારાજ તથા સચ્ચારિત્રચૂડામણિ કર્મ સાહિત્યનિષ્ણાત પૂ આ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજના પુણ્યપરિચયે અને તેઓશ્રીજીના પટ્ટધરરત્ન પૂ. આ. શ્રી. વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મ. સા.ની હદયના તારને ઝણઝણાવતી, સંસારના રસને નિચાવતી, મૌક્ષેકલક્ષી જિનવાણીના શ્રવણે પિતાશ્રી ભેગીભાઈના રોમેરોમમાં શાસન અને સંયમનું ગીત ગુંજવા લાગ્યું. ફલસ્વરૂપે એકની એક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy