________________
શાસનનાં મણીર ]
[૨૬૯ પ. પૂ. આ. શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજનો
શ્રમણી સમુદાય
તપાગચ્છમાં વ્યાખ્યાનવાચસ્પતિ શાસનપ્રભાવક પૂ. પાદ આચાર્ય દેવશ્રીમદ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજશ્રીના સમુદાયમાં જેમ વતમાનકાળમાં વિદ્વાન, પ્રવચનકાર, ગ્રંથકાર, ટીકાકાર, વિરાગી. ત્યાગી, સંયમી, તપસ્વી શ્રમણરત્નોની ખાણ છે, તેમ વિશિષ્ટ પ્રકારની રત્નત્રયીની આરાધના કરનાર શ્રમણરત્નની પણ ખાણ છે.
વર્તમાનમાં આશરે ૬૦૦ થી વધારે સાધ્વી મહારાજે વર્તમાન ગચ્છાધિપતિ પૂ. આ. દેવ શ્રીમદ્દ વિનયમહાદેવસૂરિજી મ. ની આજ્ઞામાં આ વિષમ કાળમાં પણ, કડક રીતે કઠોર સંયમી જીવન જીવતાં પૃથ્વીતલને પાવન કરી રહ્યાં છે. વર્તમાનમાં પૂ. પ્ર. સા. શ્રી જયાશ્રીજી મ. તથા પૂ. સા. શ્રી દશનાશ્રીજી મ. તથા પૂ. પ્ર. દેવેન્દ્રશ્રીજી મ. તથા પૂ. પ્ર. સા. શ્રી ખાતિશ્રીજી મ. વગેરે સાધ્વી મહારાજે પિતાનાં નિશ્રાવતી સંખ્યાબંધ સાધ્વીઓને રત્નત્રયીની સુંદર આરાધના કરાવી રહ્યાં છે.
શ્રમણરત્નોની ખાણ સમા આ સમુદાયમાંનાં અમને પ્રાપ્ત થયેલાં કેટલાંક ત્યાગી તપસ્વી-પ્રભાવક સાધ્વી મહારાજના જીવન પરિચય અહી પ્રગટ કરીએ છીએ. જો કે આ સમુદાયમાં અન્ય પણ અનેક સાધ્વીજી મહારાજે ઉત્તમ કેટીના ત્યાગી-તપસ્વી અને સ્વાર કલ્યાણના માર્ગે આગળ વધી શાસનની શોભા વધારનારું છે જ; પણ અમને તેઓના જીવન પરિચય પ્રાપ્ય ન બનતાં, પ્રગટ ન કરી શકવાને દિલમાં રંજ છે. આવા સો કેઈ ત્યાગી, તપસ્વી, સ્વાધ્યાયી અને શાસનની શોભા વધારનારાં સાધ્વીરત્નને કેટિ કેટિ વંદન...!
- સંપાદક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org