________________
શાસનનાં શમણીરના
[ ૨૩પ વિ. સં. ૧૯૯૧ના ફા. વદ ૧૩ના શુભ દિને ત્રિપુટી મુમુક્ષુઓ નૂતન દીક્ષિત બન્યા, પિતા મહારાજે અપૂર્વ નામ પાડયાં. માતાજી અને પબેન પૂ. સા. અંજનાશ્રીજી મ. બન્યાં, જેઓ આપણા ચરિત્રનાયના ગુરુદેવ તરીકે જાહેર થયાં. ૧૦ વર્ષનાં બેટી વિમળાબેન પૂ. વિદ્યાર્થીજી મ. સા. બન્યાં અને છ વર્ષના બેરા પરમાનં પૂ. નરેદ્રસાગર મુનિ બન્યાં.
બાલ્યવયથી જ તેમની બુદ્ધિચાતુરી અજોડ હતી. પૂ. શ્રી અભ્યાસમાં અગ્રેસર હતાં. દીક્ષા લઈને નામ સાર્થક કરવા માટે મનને વિદ્યામય જ બનાવી દીધું હતું. બસ, આવશ્યક ક્રિયા કરી, સમયસર વાપરી. પુસ્તક લઈને બેસી જ જતાં. માન્યામાં કદાચ ન આવે તેવી અગોચર વાત લખતાં. એમ જ થાય કે આટલું ઊંડું જ્ઞાન ! આટલી તીવ્ર અને કુશાગ્ર બુદ્ધિ ! અડધા કલાકમાં પ૦ ગાથા કરી શકતાં! એકસાથે નવ વિષય શીખતાં હતાં. ૧૭ વર્ષની ઉંમર અને દીક્ષા પર્યાય 9 વર્ષના થયે ત્યારે મહેસાણાની પહશાળામાં સંસ્કૃત ભાંડારકર ૧ લી બીજી બુક તથા સમાસ સુધિ કંઠસ્થ કરીને પરીક્ષામાં પ૦૦ વિદ્યાથીઓમાં પહેલા નંબરે પાસ થયાં. શિક્ષકો અચંબામાં પડ્યા-ફરી ફરીને પ્રશ્નો પૂછવા લાગ્યા. પણ જેમણે તનતોડ મહેનત કરી છે તેવા પૂક્યથી ખૂમારીપૂર્વક જવાબ આપવા લાગ્યાં... ત્યારે શિક્ષકો વધુ આશ્ચર્ય પામ્યા અને ખૂબ જ ધન્યવાદ આપીને તેમને વિદ્વત્તા પ્રાપ્ત કરવા વધુ પ્રેરણા કરી. આમ પોતે બચપણથી જ જ્ઞાન મેળવવામાં શાનદાર તરીકે પ્રકાશવંત બન્યાં હતાં. અદ્દભુત મહેનત દ્વારા અભ્યાસ વધાર્યો. પરંતુ અથાગ પરિશ્રમને લીધે શરીરને ભારી ધકકો પહોંચે. જેથી બીમારીઓ ખૂબ માજા મૂકી. છ વર્ષ લગી ૭-૭ ડિગ્રી તાવ લગાતાર રહ્યો. એક બાજુ માંદગી, બીજી બાજુ સતત અભ્યાસ. બંને વચ્ચેની હરીફાઈમાં તેજદાર હરીફ ટકકર ઝીલી રહ્યાં હતાં. પૂ.શ્રીએ ઘણું જ માંદગી વેઠી. બરાબર ૧રા વર્ષ સંત બીમાર રહ્યાં. ખરેખર, આપત્તિના ડુંગર સામે વજા બનવાની તેમનામાં આવડત હતી. તે માંદગીના સમયમાં ગીત, ગલી અને દુહાની રચના કરી, વિદ્યાસંગીત સરિતા નામના ૩ ભાગ પ્રકાશિત કર્યા. ૧૦ વર્ષની વયે સંયમમાગે પ્રયાણ કરીને જીવનમાં રાનને અલબેલો સંચાર વધાર્યો. સરસ્વતી માતાનાં બેટી હોય તેવા જુસ્સામય વ્યાખ્યાનથી અબાલ-વૃદ્ધ ભવ્યજનોને પિગળાવી શકે છે. ગામોગામ ધર્મના સારો આપીને શ્રાવક-શ્રાવિઓને નાસ્તિકપણામાંથી આસ્તિક બનાવ્યાં છે. રાસ–વાંચન તે અજબ ગજબ, જે કેઈએ એક વખત સાંભળ્યું હોય તેઓ જિંદગીભર ભૂલી ન શકે. અપૂવ વાગ્રુધારાથી શ્રોતાઓને નવરસનું પાન કરાવીને અમૃતના આસ્વાદથી સભર બનાવી શકે તેવી અદ્ભુત શૈલી.
જેમ જેમ દીક્ષા પર્યાય દીર્ઘતાને પામ્યા તેમ તેમની ઉપદેશધારા પણ તેલબિંદુના વિસ્તરણ મુજબ તરફ સૌ ભાવિકજનને હિતકારી બની છે. વળી ચિત્રકળા અને રંગીન ચિત્રો બનાવવામાં અજબ ખૂબી ભરી છે. જેવું ધારે તેવું ચિત્ર બનાવવામાં કુશળ કારીગરી કરી શકે છે. તેમ જ અક્ષરજ્ઞાન પણ અલબેલું છે.
અનુભવજ્ઞાન સાથે કેળવણી પણ ખૂબ જ લીધી હોવાથી સ્વસાધ્વીસમુદાયમાં તેમ જ જેન સમાજમાં આજે વિખ્યાત બની શક્યાં છે. તેમ જ શાસ્ત્ર અને સિદ્ધાંતને ખુમારીપૂર્વક જીલી શક્યાં છે.
આમ ઉપકારી પૂ. સાધ્વીશ્રીનું જીવન કાર્યદક્ષ, જ્ઞાનદક્ષ, લાલ અને કરુણાદક્ષતાથી ભરપૂર છે. ગરીબોના બેલી-કેઈનું દુઃખ જોઈ ન શકે એવાં કરુણવંત પૂ. સાધ્વીશ્રી જ્યારે રસ્તામાં કઈ ગાય-બકરી કે કૂતરુ પીડા ભેગવતાં પડ્યાં હોય તો તેની સરભરા કરાવ્યા પછી જ પતે ખસે અને ત્યારે જ જંપે. આવી તે કરુણા. તેમના પિતામહારાજ તે એમ જ કહેતા કે “વિદ્યા તે રાંકનો માળવે છે. આવાં ટાઈટલ તે ઘણાં ઘણાં મેળવ્યાં છે ને જીવનને ઉજાળ્યું છે. કુશળ માતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org