SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪] " શાસનનાં શમણીરત્ન અનેક ગુણગણાથી વિભૂષિત પૂ. સાધ્વીરત્નાશ્રી વિદ્યાશ્રીજી મહારાજ ગૌરવવંતી ગરવી ગુજરાત... , સરસ્વતી અને સાબરમતી પણ જે ધન્ય ધરા પર વહી રહી છે.... મહાસાગર પણ ગામેગામને ઘૂઘવી રહ્યો છે.... એવા ગુજરાત-મહારાષ્ટ્ર-સૌરાષ્ટ્ર અને મેરઠ જેવા મહાન પ્રદેશથી ભરપૂર અમારો ભારતદેશ રળિયામણા છે....... મહાત્માઓથી સુશોભિત છે. તેમાં ૩ ભુવનમાં વિખ્યાત એવું -શ્રી સિદ્ધાચલ તીર્થ ક્યાં બિરાજમાન છે એવા હામણું રઠ દેશની ધરતી પર મહા મુનિવર અને મહાનરરત્નના પાદગમનથી પવિત્ર સેરઠદેશની પવિત્ર ભૂમિ પુનિત થઈ રહી છે. એવા સોરઠદેશની ગૌરવગાથા સમા ભાવનગર જિલ્લાના ઠળિયા ગામે સમગ્ર સૃષ્ટિ અંધારાની આરતી ઉતારી રહી હતી. નિર્મળ અને શીતળ એવા તારલિયાએ પિતાની મંદ ચાંદનીથી પૃથ્વીના અંધકારમય વાતાવરણને પ્રકાશિત બનાવતા હતા. અસંખ્ય તારલાથી અંકિત થયેલી નિશા શીતળતાનો મંદ પવન લહેરાવતી હતી. મલયના સુમધુર લયમાં વાઈ રહેલે શીતળ પવન પુષ્પોની સુકમળ કળીઓ સાથે ગેલ કરી રહ્યો હતો. નીરવતાની નિદ્રામાં વચ્ચે વચ્ચે કેકિલા ટહુકા કરીને રાત્રિની ગતિ સૂચવતી હતી. આવા સુંદર અને શાંત વાતાવરણમાં વિ. સં. ૧૯૮૧ ના શ્રા. વ. ૧૩ ની મધ્યરાત્રિએ સત્ત્વ, સ્નેહ અને શીલ સંસ્કારવતી માતા અને પબેનની રત્નકુક્ષીએ દિવ્ય બાલિકાને જન્મ થયો. પિતા હઠીચંદભાઈના ઘરે પુત્રીરત્નનો જન્મ થતાં સૌના હૈયામાં આનંદ ઊભરાતા હતા. બાળક ને છે કાંઈ! વિશ્વબાગ અને શાસનવૃક્ષનું મનહર પુષ્પ માતા-પિતા વચ્ચેના નેહ-સંબંધને સજીવ રાખવાનું અમીઝરણું ! બાળદિવાકરનાં કિરણે આંગણાને અજવાળે અને પવિત્ર જીવનની પ્રેરણા બક્ષે. તેમ આ બાલિકાના જન્મની સાથે જ અવ્યક્ત આનંદની લહેર આખા ગામમાં-ઘરેઘરમાં ફેલાઈ ગઈ. પુત્રીનું નામ વિમળા પાડવામાં આવ્યું. શ્યામ બ્રમર કેશને જ લઈને આવેલી આ નાની બાલિકામાં પૂર્વજન્મના સંસ્કારોની અદ્ભુતતા દેખાણી. ધન-ધાન્ય અને લક્ષ્મીની છેળે ઊડવા લાગી. પિતાની કાલીઘેલી વાણી અનોખા સ્નેહની તાદૃશ્યતા અડી કરે છે. વિમળા પિતે અઢી વર્ષના થયા ત્યારે અપને પુણ્યના પંજ સમા પુત્રરત્નને જન્મ આપે. ભાઈબહેનની જોડી આનંદથી કિર્લોલ કરે છે; ને માતા અને બેન પિતાના હૈયાના હેતવડે બન્નેને પ્રેમ પીરસે છે. માતાનો ખોળે બાળકને મન ઇદ્રના આસનથી પણ ચડિયાતા હોય છે. સ્વર્ગનાં સુખો પણ માતાના વાત્સલ્યસુખની સામે નજીવાં છે. સમય પસાર થઈ રહ્યો છે. જન્મથી જ સુંદર લક્ષણોપેત બાલિકા પાા વર્ષના થયા ત્યારે ધર્મશ્રદ્ધામાં અજોડ એવા તેમના પિતાજી સંયમપંથે ચાલ્યા ગયા અને ત્યાગના તંતુ ત્રિપુટીના જીવનમાં પાથરતા ગયા! ભાઈ-બહેન અને બા ધમપિપાસુ બનીને પિતા મહારાજ પૂ. હંસસાગરસૂરિજી મહારાજને બોધ પામવા પાલીતાણા મુકામે ચોમાસુ રહ્યાં, મુનિ ભગવંતને સુપાત્ર દાન આપી અપૂર્વ લાભ પ્રાપ્ત કર્યો, અને પિતા મ. ના ત્યાગમય ઉપદેશથી દીક્ષા લેવાની તત્પરતા દાખવી. નિશ્ચય કરી લીધું કે અમારે તો ખૂલવું છે શાશ્વત સુખના ખૂલે! પરમ શાંતિના હિંડોળે ભવજલતારિણી રીક્ષા જ મારે મન ઉત્તમ છે. અને તીર્થાધિરાજ શત્રુંજય તીર્થની શાશ્વત ભૂમિના પેટાળમાં રહેલી સ્થલિકા નગરીમાં પ્રવજ્યા પ્રદાન કરવા માટે સોનેરી અવસર આવી ગયો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy