SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ જ્ઞાન-ધ્યાનના ઉત્તમ સાધક અને વિવિધ શાસનકાર્યાના પ્રક પૂ. સાધ્વીરત્નાશ્રી અમિતગુણાશ્રીજી મહારાજ જેમ સાગરની લહેરો ગણી શકાતી નથી, તેમ મહાપુરુષાના ગુણગૌરવને પામી શકાતુ નથી. જેમ સરાવરમાં કઈ સ્થળે ખીલેલું કમળ પેાતાનાં પત્રાને વિકસાવીને સમગ્ર સાવરને સુરભિત કરી મૂકે છે, તેમ મહાપુરુષોનાં ચિરત્ર સમગ્ર દેશમાં પ્રશંસાપાત્ર બની રહે છે. એવા રેવર સમાન માલવદેશમાં ઉજ્જૈની નામે અતિખ્યાત નગરી છે; ક્ષિપ્રા સમી નદી અને વિક્રમવેતાલનાં પરાક્રમો અને શ્રીપાલ–મયણાની ધર્મપ્રીતિથી આ નગરીની સૌરભ સમગ્ર દેશમાં વ્યાપેલી છે. આ નગરીથી પ૦ કિ. મી. દૂર બડનગર નામે નાનકડું ગામ વસેલું છે. આ ગામમાં પ્રથમ તીર્થંકર શ્રી અદ્રિનાથદાદાનુ મુખ્ય દેરાસર શૈાલી રહ્યું છે. ત્યાં એક દિવસ પાતાના સ્વર્ણિમ પ્રકાશ પાથરતી ઉષા ઊગી ત્યારે લોકોએ એને શુભ શુકન માનીને કલ્પના કરી કઈ મહાન આત્મા પૃથ્વી પર પધારી રહ્યો છે! હા, વાત સાચી હતી. શ્રેષ્ઠિવ ગુલાબમલજીનાં ધર્મપત્ની તપસ્વિની ગુલાબેનની કુક્ષીએ એક પુત્રીરત્નના જન્મ થયા હતા. કુટુબીજનાન! હૃદયમાં અષાઢ સુદ ૧૧ને દિવસે આનંદના સ્વસ્તિક રચતી બાલિકાની શાંત-સૌમ્ય આકૃતિ જોઈ ને માત-પિતાએ નામ રાખ્યુ શાંતા. [ શાસનનાં શ્રમણીરત્ના માતાની હિતશિક્ષા વડે સુસ'સ્કારના હિંડોલ હીંચતી, નામ પ્રમાણે ગુણાથી શાભતી, ધર્મ પ્રેમી-ધાભ્યાસી એવા કુટુબીજનાને અત્યંત વ્હાલી દીકરી હંમેશાં પેાતાના પિતાશ્રી સાગરમલજી પાસે અહ-દસ ગાથા કરતી. ૧૫ વર્ષની ઉંમરે, દીકરી ! આ સ ́સાર અસાર છે; લેવા જેવુ' તા યમ છે’ એવાં માતાના હિતભર્યા અને હેતભર્યા વના આત્મસાત્ કરી, સચમના પુનિત પથે ગુરુવર્ય શ્રી ફલ્ગુશ્રીજી મહારાજના ચરણે જીવન સમર્પણ કરવા નીકળી પડી ! વર્ષોની અતરેચ્છા પૂર્ણ કરનાર વ્હાલી દીકરીને ઊંડે ઊંડેથી માના આશીર્વાદ સાંપડ્યા. વિ. સં. ૨૦૨૦ના મહા વદ ૪ના શુભ દિને દીક્ષા અંગીકાર કરી નૂતન સાધ્વીશ્રી અમિતગુણાશ્રીજીએ સયમની ઉત્કૃષ્ટ આરાધના સાથે સાથે જ્ઞાન ધ્યાન અને તને પ્રાધાન્ય આપ્યું. સવારે ૪ વાગ્યાથી રાત્રે ૧૦ વાગ્યા સુધી સ્વાધ્યાયમાં રમણ રહેવાનું. સંસ્કૃત પર અદ્ભુત કારૢ પ્રાપ્ત કર્યા. જપનું પણ એટલુ જ મહત્ત્વ. ગમે તેવુ કામ હાય, ગમે તેવા વિષમ વિહાર હાય, પણ હુંમેશાં બે કલાક જપ અચૂક કરવાના હાય જ. એવી જ રીતે, તેઓશ્રીમાં ત્યાગ, ઉદારતા, સરળતા, સાદાઈ. સમતા જેવા ગુણ્ણાના વિકાસ થયેા. પેાતાની શિષ્યાઓમાં પણ ઉત્તમ ગુણાના વિકાસ થાય તે માટે ચીવટ રાખે. વર્ધમાન તપના આરાધક આ તપસ્વીએ આયબિલની લાંબી લાંબી ઓળીઓમાં કાચુ પાકુ કે ખારુ મેળુ, ગમે તે સ્વાદ વાપરી લેવાની ટેવ શિષ્યાઓમાં પણ પાડી, જૈનશાસન પ્રત્યે અપાર પ્રીતિને લીધે, શારીરિક કષ્ટા વેઠીને પણ, મૂતિપૂજાના વિધીઓને પ્રવચનો દ્વારા, જન જનનાં હૃદયે પ્રભુ પ્રત્યે અવિહડ પ્રીંત જગાડી. જે ગામના ભદ્રિક-ભાવુક શ્રાવકે અજ્ઞાનતાવશ પરમાત્માને જાણતા ન હતા, ત્યાં મંદિરો બંધાવ્યાં. પૂજ્યશ્રીની પ્રેરણાથી આજ સુધીમાં ૮ દેહરાસર, ૭ ઉપાશ્રય, પ પદયાત્રીનું નિર્માણ થયું. આમ, પૂજયશ્રી થાનામ અમિત ગુણાથી ભરેલાં છે. શિષ્યાઓને પણ વાત્સલ્યભાવે રત્નત્રયીની આરાધનામાં સદા જાગ્રત રાખનારાં છે. સ’પૂર્ણ સાધ્વાચારને મૂર્તિ મત કરતુ તેઓશ્રીનું ચરિત્ર સૌ કોઈ ને આદરપાત્ર છે. એવાં ગુણ સપન્ન સાધ્વીરત્ન શ્રી અમિતગુણાશ્રીજી મહારાજ નિરામય દીર્ઘાયુ પામી શાસનપ્રભાવક કાર્યોંમાં જચવતા વાં એવી અભ્યર્થનાસહ પૂજ્યશ્રીનાં ચરણામાં કોટિ કેડિટ વંદના ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy