________________
શાસનનાં શમણીરત્ન
[ ૨૦૧ રઝળાવનાર અને રડાવનારો પણ બહાર સેહામણે દેખાતો સંસાર તમને બિહામણું ભાસિત થયો હતો. આગળ જતાં એ વાત દૃઢ થતાં તે આ અસર સંસારનો ત્યાગ કરવા અને ત્યાગમાગને સ્વીકાર કરવા તત્પર થયાં અને ૧૮ વર્ષની ભરયુવાનીમાં સુરેન્દ્રનગરમાં જ, વિ. સં. ૨૦૦૩ના મહા સુદિ ૩ને શુભ દિવસે પ. પૂ. આ. ભ. શ્રી માણિક્યસાગરસૂરીશ્વરજી મ. સા. ના વરદ હસ્તે દીક્ષા અંગીકાર કરી આગદ્ધારક પૂજ્યપાદ આ. ભ. શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મ. સા. નાં આજ્ઞાતિની સમેતશિખરજી મહાતીર્થ-જીર્ણોદ્વારિકા પૂ. સાધ્વીશ્રી રંજનશ્રીજી મ. નાં વિનયેન સુશિષ્યા અપ્રતિમ વૈયાવૃત્યકારિકા, વાત્સલ્યવારિધિ પૂ. સાધ્વીથી મલયાશ્રીજી મ. નાં શિષ્યા બની સાધ્વી શ્રી પ્રગુણાશ્રીજી નામે જાહેર થયાં. ત્યાગમાર્ગની અનુમોદનાથે ઊલટભેર ઊમટેલી વિશાળ જનમેદની સુરેન્દ્રનગર જૈન સંઘમાં પ્રથમવાર જોવા મળી.
સ્વસંતાનને સંયમથી સુવાસિત કરી શાસનને સમપી. માતા ચંપાબહેને પોતાની સંસારલીલાને બે-અઢી વર્ષમાં સંકેલી ચારિત્રધર્મને સ્વીકાર કર્યો, તેઓ પણ પૂ. સાધ્વીશ્રી મલયાશ્રીજીનાં શિષ્યા બની સાધ્વી શ્રી નરેન્દ્રશ્રીજી નામે જાહેર થયાં. (તેમને જીવનપરિચય આગળ ઉપર પ્રગટ કર્યો છે.)
સાધ્વી શ્રી પ્રગુણાશ્રીજીમાં દીક્ષાના આરંભથી જ, સંયમજીવનના રાહ પર –કદમ કદમ પર જ્ઞાન સંપાદન કરવાની ઝંખના તીવ્ર હતી. જ્ઞાન-ગ્રહણશક્તિ પણ અદ્ભુત હતી. ન્યાય, વ્યાકરણ, તર્કસંગ્રહ, દ્રવ્યગુણ પર્યાયાદિનું ઊંડું અધ્યયન તથા આગમગ્રંથોનું સતત વાચન કરી તેઓ જ્ઞાનોપાસનામાં ઘણાં આગળ વધ્યાં. તેમની જ્ઞાન-નિમગ્નતા અનેક જીવોને તારણહાર બની. માત્ર જ્ઞાનપિપાસા હતી, તેવું ન હતું. સંયમવૃક્ષની ડાળી પર અવનવાં ફૂલેારૂપ વિનય, વૈયાવચ્ચ, તપ-ત્યાગ, ગુરુ આજ્ઞા સમર્પિતભાવ વગેરે ગુણોની સુવાસ પણ પૂજ્યશ્રીના જીવનમાં મહેકતી હતી. વળી સરળતા, ઔદાર્યતા, ગંભીરતા, સમયજ્ઞના, વિરક્તતા, સ્પષ્ટવાદિતા, સત્યપ્રિયતા વગેરે ગુણ પણ પૂજ્યશ્રીમાં એવા વિકસેલા હતાં કે વીસ-ત્રીસ કે પચાસ વર્ષની વયે પણ, જયારે જુઓ ત્યારે
વા જ મુખાકૃતિ પર તરવટે. સંયમજીવનની પ્રત્યેક ક્રિયામાં અપ્રમત્ત રહેતાં. જેટલી અધ્યયનની ધગશ હતી તેટલી જ, બળે તેનાથી વિશેષ ધગશ શિષ્યા-પ્રશિષ્યાઓને અધ્યાપન કરાવવાની હતી. ગુજરાત-સૌરાષ્ટ્ર, રાજસ્થાન, મહારાષ્ટ્ર વગેરે પ્રદેશમાં– અનેક ગ્રામ-નગરોમાં વિચરી પૂજ્યશ્રી અનેક સ્થળે સચોટ, સુમધુર લીબદ્ધ વ્યાખ્યાન આપતાં. સ્વ-પર કલ્યાણને માગે સતત અગ્રેસર બની અનેકને ત્યાગમાર્ગમાં પણ જેડ્યાં. તેમાં તેઓ બે શિખ્યાઓ અને એકવીશ પ્રશિષ્યાઓને વિશાળ પરિવાર ધરાવતાં થયાં.
સમય સમયનું કામ કરે છે ને કાળ કાળનું. વિ. સં. ૨૦૩૯ના ફાગણ વદિ ૭ના દિવસે ગૃહસ્થાવાસ કરતાં બમણે-૩૬ વર્ષને દીર્ઘ અને ઉત્કૃષ્ટ સંયમપર્યાય પાળી, પ૪ વર્ષની વયે તેઓ કાળધમને પામ્યાં. રાધનપુર પાસે વારાહી ગામમાં બહુપયુિનાપરિસિ–ઇરિયાવહિયં પડિક્કમતા સમાધિપૂર્વક સૌને છેડીને ચાલ્યાં ગયાં. પૂ. મલયાશ્રીજી મ.નાં પચાસ ઠાણના પરિવારમાં તેઓ આધારસ્તંભ સમાન પટ્ટધર શિષ્યા હતાં. વારાહી, શંખેશ્વર, પંચાસર, રામી, આદરિયાણા વગેરે સંઘના આગેવાને આવી આવીને અમને સાંત્વન આપતા. પણ એ વાઘાતને ઘા રૂઝાય શી રીતે? અંતમાં, આવા વિષમ-વિકટ કાળમાં પણ ‘વદુરના વધ 1 ” ના ન્યાયે, આવા પુણ્યાત્મા સંતરત્નથી જેનશાસન જયવંતુ વતે છે અનેં સદીઓ સુધી જ્યવંતુ રહેશે, એ જ.
–પ્રશમશીલાશ્રીની અગણિત વંદના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org