________________
૧૯૨ ].
[ શાસનનાં શમણીરત્નો અનેક શાસનપ્રભાવક કાર્યોના પ્રેરણાદાતા, સમતામૂર્તિ
પૂ. સાધ્વીજી શ્રી સુરપ્રભાશ્રીજી મહારાજ રાણપુર (સૌરાષ્ટ્ર નિવાસી શ્રેષ્ઠીવર્ય શ્રી નાગરદાસ પુરુષોત્તમદાસનાં ધર્મપત્ની ઝબકબેનની કુક્ષીએ સં. ૧૯૬૦ ના મહા સુદ ૧૧ ના દિવસે સિંગાપુર (બર્મા) માં પુત્રીરત્નને જન્મ થયો. દાદીમાએ નામ રાખ્યું સમતાબેન પુત્રીના જન્મ સાથે જ ઘરમાં ધર્મ અને લક્ષ્મીની વૃદ્ધિ થવા લાગી. સાથે પિતા વિદેશથી સ્વદેશ આવી પિતાના વતન રાણપુરમાં સ્થિર થયા. પ્રબળ પુણ્યદયે ધાર્મિક જીવનમાં ઓતપ્રોત બની પ્રભુપ્રતિષ્ઠા, છરી પાળા સંઘ, ઉપધાનતપની આરાધના વગેરે ધર્મકાર્યો રાણપુરમાં કર્યા. સમતાબેન માતાપિતાને આ ધાર્મિક સંસ્કારોમાં ઊછર્યા. યૌવનકાળે લીંબડીનિવાસી શેઠ હિંમતલાલ ધરમશી સાથે તેમનાં લગ્ન કરવામાં આવ્યાં. ૧૮ વર્ષના ગૃહસ્થાશ્રમમાં એક પુત્ર અને એક પુત્રીની પ્રાપ્તિ થઈ. પણ એ સૌને ઋણાનુબંધ જાણે પૂરો થતું હોય તેમ પતિ અને સંતાનો સ્વર્ગે સિધાવ્યાં. પૂર્વભવનો પુર્યોદય લઈને જ જાણે જમ્યાં હોય તેમ માનવભવને સાર્થક બનાવવા ને તેમાંય સંસારની અસારતા જાણી, માતાપિતા અને સાસુની આજ્ઞા મેળવી પરમાત્માએ નિરૂપેલા મોક્ષમાર્ગને અનુસરવા રાણપુર મુકામે સં. ૧૯૯૫ના જેઠ સુદ ને દિવસે પૂ. શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજના આજ્ઞાતિની પૂ. શ્રી શિવ-તિલક-હેમશ્રીજી
જન્મ : વિ. સં. ૧૯૬૦ મહા સુદ ૧૧
દીક્ષા : વિ. સ. ૧૯૯૫ જેઠ સુદ ૬
કાળધર્મ : વિ. સં. ૨૦૧૩ વૈશાખ વદ ૩ મહારાજનાં શિખ્યા વધમાનતપનિષ્ઠાયિકા પૂ. સાધ્વીજી શ્રી તીર્થ શ્રીજી મહારાજનાં ચરણોમાં જીવન સમર્પિત કરી સંયમમાર્ગે પ્રયાણ કર્યું અને પૂ. સા. શ્રી સુરપ્રભાશ્રીજી નામે ઘોષિત થયાં.
સત્તર વર્ષના સંયમજીવનમાં તેઓશ્રીની રત્નત્રયીની સુંદર સાધના તથા કુશાગ્ર પ્રજ્ઞા અને કુશળ કાર્યદક્ષતાને લીધે તેમ જ ધીરતા, સૌમ્યતા અને વત્સલતાના ગુણને લીધે જ્યાં જ્યાં વિચર્યા, ત્યાં ત્યાં અનેક ભવ્યાત્માઓને ધર્મને ઊંડે મર્મ પમાડી તેમના માર્ગદર્શક બન્યાં. તેઓશ્રીએ લીબડી, રાણપુર, રામપુરા, સુરેન્દ્રનગર, મઢી, રતલામ વગેરે સ્થળોએ ધાર્મિક મહિલા મંડળની સ્થાપના કરી. પૂનાના “વીર વનિતા મંડળને, જે બે ભાગમાં વહેચાયેલું હતું તેને એક્તા અને અખંડિતતા બક્ષી. પૂજ્યશ્રીએ પરહિતનાં અનેક કાર્યો, જ્યાં જરૂર જણાય ત્યાં “સ્વ”ના ભોગે પણ કર્યા. તેમ છતાં એ નમ્રતાભાવ રાખતાં કે બધાં કાર્યો ગુરુકૃપાથી જ થાય છે એમ કહેતાં. કેન્સર જેવા ભયંકર રોગને સમતાભાવે અશાતા વેદનીયને સહન કરીને, નમસ્કાર મહામંત્રનું
મરણ કરતાં કરતાં સમાધિમરણને પામ્યાં. સં. ૨૦૧૩ના વૈશાખ વદ ૨ ના અમદાવાદમાં પાર્થિવ દેહને ત્યાગ કરી સ્વર્ગે સિધાવ્યાં. પૂજ્યશ્રીનાં આજે શિષ્યા-પ્રશિષ્યાઓ મળી ૩૦ ઠાણું વિચારી રહ્યાં છે. એવાં સ્વ-પર-ઉપકારી સાધ્વીશ્રી સુરપ્રભાશ્રીજીનાં ચરણમાં કેટિશઃ વંદન!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org