SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ ] [ શાસનનાં શ્રમણીરત્ના આ બંને પ્રસિદ્ધ સૂક્તોના મેળ જોવા હેય તા અમદાવાદના પાલડી વિસ્તારમાં લક્ષ્મીવર્ધક સાસાયટીના જૈન ઉપાશ્રય પાસે બિરાજમાન પ્રૌઢ પ્રતિભાવંત પૃ. સાધ્વીશ્રી રાજેન્દ્રશ્રીજી મહારાજને જોવાં. તેમના જીવનમાં એ સૂક્તોના સમન્વય જોવા મળે છે. સેકડો જિનમદિરથી ભૂષિત અને અનેક પૌષધશાળા-ઉપાશ્રયા-જ્ઞાનમદિરાથી મતિ, જૈનપુરીથી પ્રસિદ્ધ, રાજનગર-અમદાવાદ-કર્ણાવતીનગરી આ પુણ્યાત્માની જન્મભૂમિ. તેઓશ્રીના પિતાશ્રી અમૃતલાલભાઈ ‘માસ્તર’ના નામે જાણીતા અને સૌ કોઈના આદરણીય હતા. માતાનું નામ મેનાબહેન. વિ. સં. ૧૯૭૨ના ભાદરવા વિક્ર ૪ના જન્મેલી ઝગમગતા તારા જેવી એ પુત્રીનુ નામ પણ પાડ્યુ તારાબહેન. તારાબહેનના સદ્ભાગ્યે જન્મથી જ ધર્મ સસ્કાર સુલભ અને સહજ બન્યા. પિતા અમૃતલાલનું ધાર્મિ ક અધ્યાપક તરીકે ઘણું ઊંચું સ્થાન. તેઓએ અનેકને ધામિક શિક્ષણ અને સંસ્કારનું પાન કરાવ્યુ હતુ. જ્યારે આ તા પેાતાનું સંતાન, એટલે પૂછવું જ શું? પોતાનાં સંતાન ધર્મ સંસ્કારી બને એ માટેના દરેક પ્રયત્ને તેમનામાં જોવા મળતા. અને પુત્રી તરાબહેન પણ પિતાના એ પ્રયત્નાને ઝીલીને, અનુસરીને સાક બનાવતાં રહ્યાં. બચપણથી જ જિનમદિરે નિત્ય દર્શન-પૂજન, ને તે પછી જ નવકારશી કરવાની. રવિભાજન કે કંદમૂળ સ્વપ્ન પણ નહિ. ધાર્મિ ક અભ્યાસનુ જીવનમાં આગવું સ્થાન. સ્કૂલમાં સાત ચાપડી ભણ્યાં, પણ ધામિક અભ્યાસ એક છ કર્મ ગ્રંથ સુધીને કર્યો. તપમાં પણ રસિયા, વીશસ્થાનક વગેરે તપ કર્યાં. બાલ્યાવથી જ, ઇચ્છા હોય કે ન હેાય કે ન હેાય તા પણ, સાધુ-સાધ્વીમહારાજોનાં દર્શીન-વંદન માટે જવાના. વહેારાવવા માટે એલાવવા જવાના એક નિત્યક્રમ બની ગયે. અને આ સત્ સમાગમ આગળ ને આગળ વધતાં ત્યાગ-વૈરાગ્યની ભાવનામાં પરિણમ્યા. મનમાં એક વિચારબીજ રાપાયું : મને પણ દીક્ષા મળે તા સારુ.’ જીવનમાં ધર્મક્રિયા હાય તે એક વાત છે, જીવનમાં સાધુરાગ હોય તે પણ સહજ વાત છે; પણ મારું સંતાન સંયમ માર્ગે જ થાય તે મારા માટે શેાભારૂપ છે, લહાવા છે, ધન્યતા છે એ ભાવ સાથે પ્રયત્નો ધવા અને એ પ્રયત્નાને અનુરૂપ પ્રવૃત્ત બનવું એ તો કોઈ જુદી જ-વિરલ વાત છે અને કઈક પુન્યવાન જીવમાં જ એ હોય છે. તારાબહેનના પુન્યે જોર કર્યું અને વૈરાગ્યભાવ દૃઢ બન્યા. મનુષ્યભવ, આ ક્ષેત્ર, ઉત્તમ કુળ, જૈન ધર્મી, સાધુ-સમાગમ, માતા-પિતાનું સસ્કારસિંચન—આટલુ બધુ મળી ગયા પછી જો દીક્ષા ન લઈ શકાય તેા જીવન વ્યર્થ છે. લગ્ન થયું, તા પણ તેમનુ જીવન સાક થવાને જ સર્જા યું હતું. ભરયુવાનીમાં પ્રશાંત અને વાત્સલ્યમૂર્તિ એવાં સાવીશ્રી તિલકશ્રીજીના સમાગમ સાંપડયા અને બહુશ્રુત, વ્યાખ્યાનવાચસ્પતિ આગમેદ્ધારક પૂ. આચાર્ય ભગવંતશ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ. સા. જેવાની દેશના મળી. સ ંજોગેા બધા સાનુકૂળ બન્યા અને તારાબહેન ત્યાગના માર્ગે જવા તત્પર બન્યાં. શાશ્વત ક્ષેત્ર સિદ્ધગિરિમાં શાશ્વત સુખ પ્રાપ્ત કરવા પૂ. આ. દેવશ્રી આન’દસાગરસૂરીશ્વરજી મ. સા. ના વરદ હસ્તે તારાબહેને પ્રજયા ગ્રહણ કરી, અને સાધ્વીશ્રી તિલકશ્રીજીનાં શિષ્યા સાધ્વીશ્રી રાજેન્દ્રશ્રીજી નામે પ્રસિદ્ધ થયાં. આ ધન્ય દિવસ હતે. વિ. સં. ૧૯૯૨ ના વૈશાખ સુદિ ૪ ને! સાધ્વીશ્રી રાજેન્દ્રશ્રીજી દીક્ષા બાદ ગુરુસાંનિધ્યે સચમની ઉત્કૃષ્ટ આરાધનામાં તેમ જ જ્ઞાન-ધ્યાન-તપની સાધનામાં જોડાઈ ગયાં. તેમાંય તેમણે વિશેષ રીતે તપમાં આત્માને પરોવી દીધા. વમાન તપની ૧૦૦ આળી પૂર્ણ કરીને પાળે ફરીથી પાયેા નાખી ૨૦ એળી કરી. સાથે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy