SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ ] [ શાસનનાં શ્રમણીરને શ્રીજી નામે પ્રસિદ્ધ થયાં. તેમાં પૂ. નિરુપમાશ્રીજી સોળ વર્ષની યુવાન વયે સંયમ સ્વીકારી, નામ પ્રમાણે ગુણ ધરાવતાં હતાં. દીક્ષા ગ્રહણ કરીને સાધ્વી શ્રી નિરુપમા શ્રીજી જ્ઞાન, ધ્યાન અને વૈયાવચ્ચમાં આગળ વધતાં રહ્યાં. એમાં વૈયાવચ્ચે તેમના જીવનને મુદ્રાલેખ બન્યા. વડીલેની આજ્ઞા સિરસાવદ્ય ગણતાં. સંસારીપણામાં સંગીતને ઘણે શેખ હતું, તેથી ભક્તિગાનમાં એવાં લીન બની જતાં કે સમયનું ભાન રહેતું નહીં. કોઈ પણ ગામમાં બધાં જિનાલયે દર્શન કરી આવી, પછી જ વાપરવાને તેમને નિયમ હતા. પૂજ્યશ્રીને અભ્યાસમાં પ્રાકૃત, સંસ્કૃત, વ્યાકરણ, ન્યાય, ત–સંગ્રહ આદિ અનેક ગ્રંથો કંઠસ્થ હતાં. તેઓશ્રીએ યાત્રા-વિહાર પણ ઘણાં સ્થળોએ કરેલ. વીશ તીર્થકરોની નિર્વાણભૂમિની સ્પર્શના કરી. મોટી મારવાડ, નાની મારવાડ, કચ્છ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, બંગાળ મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર તથા ગુજરાતમાં અનેક તીર્થોની યાત્રા કરી અને ગ્રામાનુગ્રામ જિનશાસનને યજયકાર પ્રવર્તાવ્યો. કાનપુર ચાતુર્માસ કર્યું ત્યારે ત્યાં ગુજરાતી સંઘમાં જિનાલય ન હતું, તેથી દર પર્યુષણ પર્વમાં જિનપ્રતિમા લાવવામાં આવતી. પૂજ્યશ્રીની ઉપસ્થિતિમાં જિનપ્રતિમાજી લાવ્યા. એટલે પૂજ્યશ્રીએ વિજય મુહૂર્ત પધરાવવાનું કહ્યું. અને “૩૪ પુણ્યાહમ’ના નાદ સાથે, ર૭ નવકાર મહામંત્રનો જાપ કરી, પ્રતિમાજી પધરાવ્યાં એટલે ઘેર ઘેર આનંદ થયે; અને સંઘમાં સુખસમૃદ્ધિ વધવા લાગી. તેથી સંઘને પ્રભુજીની પ્રતિષ્ઠા કરવાની ભાવના થઈ. તે સમયે શ્રી વલ્લભસૂરિસમુદાયના પૂ. આ. શ્રી હૌકારરિજી મહારાજ પધાર્યા. તેઓશ્રીને પ્રતિષ્ઠાના મુહૂર્ત માટે પૂછ્યું. તો તેમણે કહ્યું કે, સાધ્વીજી મહારાજે જે સમયે પ્રતિમાજી પધરાવ્યાં છે તે મુહૂર્ત જ ઉત્તમ હતું. આજે પણ એ પ્રતિમાજી ત્યાં બિરાજમાન છે. પૂજ્યશ્રીના સંયમજીવનમાં જ્ઞાનસાદના સાથે તપારાધનાનું પણ એટલું જ મહત્ત્વ છે. અઠ્ઠઈસોળ, દસ ઉપવાસ, માસક્ષમણ, સિદ્ધિતપ, વર્ષીતપ. ૫૦૦-૨૫૦ સળગ આયંબિલ તપ, વર્ધમાન તપની ૧૦૦ એળી, ૨૪ ભગવાનનાં એકાસણ, ઘડિયા, લગડિયા, વીસસ્થાનક, ભગવાનનાં કલ્યાણક આદિ અનેક નાની મોટી તપશ્ચર્યા કરી છે. જ્ઞાન-તપના પ્રભાવે પૂજ્યશ્રીમાં ક્ષમા, સમતા, ઉદારતા, વિનમ્રતા, વત્સલતા, સેવાપરાયણતા આદિ ઉત્તમ ગુણે ખીલ્યા. હમેશાં આત્મમણુતામાં મસ્ત રહે. કયારેય બીજાના દેષ પ્રત્યે ધ્યાન નહીં. પરગુણદર્શન અને સ્વદેષદર્શન એ તેમને મુદ્રાલેખ છે. સસ્મિત ચહેરો અને મધુર વાણી એ તેમને પરિચય છે. ગોચરીમાં કંઈ અજુગતું આવી ગયું હોય તો ચહેરાના ભાવ ફરે નહીં. ક્રિયાઓમાં અપ્રમત્તપણે નિમગ્ન હોય. એવાં પૂજ્યશ્રી ચાનામગુણ નિરુપમ છે. આજે પંચેતેર કરતાં પણ વધુ વય વટાવી ચૂકેલાં પૂ. શ્રી નિરુપમા શ્રીજી મહારાજ તબિયતને કારણે અમદાવાદ, ખાનપુર બાય સેન્ટરમાં આવેલ સ્વસ્તિક એપાર્ટમેન્ટમાં સ્થિરવાસ છે, તે પણ સમતાપૂર્વક આરાધના કરી રહ્યાં છે. પૂજ્યશ્રીની સમતાનો એક પ્રસંગ નોંધતાં પૂ. મુનિશ્રી સુધમસાગરજી મહારાજ લખે છે : “લગભગ ત્રણ વર્ષ પહેલાં તેમની તબિયત બગડી. નાકમાંથી લોહી પડવાનું શરૂ થયું. તપેલી ભરાય એટલું લેહી પડ્યું હશે. ડોકટરે સાવચેત રહેવાનું કહી દીધું. અમે સાબરમતી હતા. તેમનાં પ્રથમ શિષ્યા જ્યેષ્ઠાશ્રીજીને સમાચાર મોકલ્યા કે તમે આવી જાવ. એમને આરાધના કરાવે. આટલું લોહી પડવાથી નબળાઈ હતી પણ મુખ પર પ્રસન્નતા હતી. પ્રતિમાજી લાવ્યા. શાસ્ત્રીય વિધિ મુજબ ચૈત્યવંદન તથા અંતિમ આરાધનાના કાઉસ્સગ કરાવ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy