________________
[12]. જગત પાછળ અને ભક્ત પાછળ આપણે દોડવાનું નથી. આપણે તો શાસ્ત્ર અને ગુવજ્ઞાને પડછાયાની જેમ અનુસરવાનું છે. અમારાં નાનાં બેન પૂ. શુભોદયાશ્રીજી કંઈ કઠિન વિહારો કરી પલ્લિવાલ પ્રદેશમાં ૩૯ જિનમંદિરનો જીર્ણોદ્ધારનિર્માણ કરાવ્યાં, પણ જીવનમાં જુઓ તો સાદાઈ અને સાધુતાનાં આગવાં દર્શન....
| વિશાળ છે. અનુપમ છે... અદ્ભુત છે... સાધ્વીજી મ. અને તેમના ઇતિહાસો... તેમની શાસનસેવાઓ....
જૈનશાસનમાં સાધ્વીજી મ.નું સ્થાન અનોખું છે. શાસ્ત્રોના પાને પાને સે ભિખુ વા ભિખુણી વા, સાહુવા–સાહુણી વા શબ્દો આલેખાયેલા છે. મોટી શાંતિમાં પણ પંદર દિવસે આવશ્યક ક્રિયામાં બોલીએ છીએ, સાધુ-સાધ્વી, શ્રાવક–શ્રાવિકાણાં....
આમ શાસ્ત્રમાં સર્વને ઉચિત સ્થાન છે જ. આત્માની દૃષ્ટિએ એનું બહુમાન અને અનુમોદન થાય જ છે, બાકી કર્મોની દષ્ટિએ ભિન્નતા હોવી એ તો જૈન શાસનનો મુદ્રાલેખ છે. સ્ત્રીવેદ-પુરુષવેદ અને નપુંસકવેદનાં બંધકારણો કયા ગુણસ્થાનક સુધી બંધ, કયા વેદના કારણે કયા ગુણોની પ્રાપ્તિ ન થાય તેનું વિશદ વર્ણન છે. કમજન્ય ભેદ તથા તેનાં નુકસાન સમસ્ત જૈનો સમજે છે અને માને છે. સાધુજીવન કે સાધ્વીજીવન (વેદની દૃષ્ટિએ) એ કર્મજન્ય ભેદ છે. આત્માનો વિશુદ્ધ આરાધક ભાવ ગુણજન્ય છે. આરાધક ભાવ વિકસિત કરવા, ક્લેશરહિત બનવા, વીતરાગ બનવાનો સાધુ-સાધ્વી બંન્નેને અધિકાર છે. જિનશાસનમાં જે રાગ-દ્વેષરહિત બને છે તે વંદનીય છે. પ્રભુશાસનમાં કેવળજ્ઞાની સદા પૂજનીય છે.
વર્તમાનકાળને એક ભયંકર શાપ છે. ક્લેશ ઓછોવત્તો સર્વ સ્થળે જોવા મળે છે. પ્રભુ! દેવાધિદેવ વીતરાગ! તારા શાસનને પામ્યાં છીએ. સમકિતથી શાશ્વત તકની ભૂમિકામાં જોશક્ષય, સમતા, શાંતિ મુખ્ય છે. બસ, અગણિત, અનંત ઉપકાર કરો. મારો આત્મા શાંત-મહાશાંત બને. જગતની કોઈ ઝંખના કયારેય પેદા ન થાય. કુલેશક્ષય, આત્મિક શાંતિની પ્રાપ્તિ અને વીતરાગની મસ્તી પ્રગટે. છેવટે વિશ્વમાં જૈન જયતિ શાસનમ્ જયનાદ ગુંજિત બને એ જ અંતરની અભિલાષાએ વિરમું છું. અજિતનાથ ઉપાશ્રય
શ્રી લબ્ધિ-વિક્રમ-રાજયશગુરુચરણેણ ઇતવારી, નાગપુર-૨
પૂ. રત્નચૂલાશ્રી મ. ની આજ્ઞાથી તા ૨૩-૮-૯૪.
સાધ્વી વાચંયમાશ્રી (બેન મ.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org