SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ ] [ શાસનનાં શમણરત્ન આચાર્યદેવશ્રીના શ્રીમુખેથી વાચનાઓ શ્રવણ કરી જ્ઞાનપ્રાપ્તિમાં આગળ ને આગળ વધતાં રહ્યાં. તેઓશ્રીના જીવનબાગમાં મઘમઘતા જ્ઞાનના આ પરિપાક રૂપે તેમ જ અજબની સમતા, ગજબની ગભીરતા, અ૫ભાષિતા અને સુપ્રસન્નતાદિ ગુણપુષ્પોની સુવાસથી આકર્ષિત ભ્રમરની માફક ભવ્યાત્માઓએ તેમનાં ચરણે જીવન સમર્પિત કરી જન્મ સાર્થક કર્યો છે. પૂ. શિવ-તિલકશ્રીજી મહારાજનો પરિવાર ૭૦૦ થી વધુ સાધ્વીજી મહારાજેથી અલંકૃત છે. આવા વિશાળ પરિવારનું સંચાલન વર્તમાનમાં પૂ. શ્રી મૃગેશ્રીજી મહારાજ વાત્સલ્યપૂર્ણ દિલથી કરી રહ્યાં છે. તેઓશ્રીની કાર્યકુશળતા પણ અનુમોદનીય છે. તેઓશ્રીનાં પ્રથમ શિષ્યા તપસ્વિની સ્વ. પૂ. સંવેગશ્રીજી મહારાજ વર્ધમાન તપની ૧૦૦ એળી પૂર્ણ કરી કાળધર્મ પામ્યાં. ત્યારબાર દ્વિતૃતીયાદિ શિષ્યાઓ – પૂ. સુયશાશ્રીજી મહારાજ, પૂ. સ્વ. પ્રધશ્રીજી મહારાજ, પૂ. સ્વ. વિબુધશ્રીજી મહારાજ, સ્વ. પૂ. સંવરશ્રીજી મહારાજ, પૂ. શ્રી મૃગલફમાશ્રીજી મહારાજ, પૂ. શ્રી વિનીતયશાશ્રીજી મહારાજ, સ્વ. પૂ. તત્ત્વરસાથીજી મહારાજ, પૂ. શ્રી મનીષાશ્રીજી મહારાજ, સ્વ. પૂ. બાજુપ્રજ્ઞાશ્રીજી મહારાજ, સ્વ. પૂ. તપસ્વિની ચિવર્ષાશ્રીજી મહારાજ, પૂ. શ્રી કૃતવર્ષાશ્રીજી મહારાજ, પૂ. શ્રી અક્ષયવર્ધાશ્રીજી મહારાજ, પૂ. શ્રી હાર્દજ્ઞાશ્રીજી મહારાજ આદિ ૧૪ ગુણસ્થાનકના પ્રતીક સમાં ૧૪ શિષ્યાઓના તથા ૬૮ પ્રશિષ્યાઓના જીવનસુકાની બની, તેમનાં યોગક્ષેમને વહન કરી રહ્યાં છે. વર્તમાનમાં તપાગચ્છીય પ૦૦૦ સાધ્વીજીઓમાં પ્રાયઃ સર્વશ્રેષ્ઠ આગમ-અભ્યાસી શ્રી મૃગેન્દ્રશ્રીજી મહારાજ હશે એમ મનાય છે. પાલીતાણાદિમાં ૨૦૦-૨૫૦ સાધ્વીજીઓને જીવસમાસ વગેરે સમજાવતાં જેમણે જોયાં હશે તેમને ખબર હશે કે આ પ્રતિભાસંપન્ન સાધ્વી મહારાજની જ્ઞાનગરિમા કેવી છે ! મહેસાણા પાઠશાળામાં પ્રજ્ઞાચક્ષુ શ્રી પુખરાજજી ખૂબ જાણીતા પંડિતજી છે. તેમણે એક પ્રસંગ કહેલો , હું ન્યાયને અભ્યાસ કરતો હતો ત્યારે પૂ. સાધ્વીજી શ્રી મૃગેન્દ્રશ્રીજીએ મારી ન્યાયની પરીક્ષા લીધેલી. તેમાં હું નાપાસ થયે ત્યારે પૂજ્યશ્રી ચંદ્રસાગરજી (પછી આચાર્યશ્રી) મહારાજને કહ્યું કે, મારાથી ન્યાયનો અભ્યાસ નહીં થઈ શકે. સાધ્વીજીની પરીક્ષામાં નાપાસ થાય તે આગળ અભ્યાસ શું કરી શકે ? ત્યારે પૂજ્યશ્રીએ કહેલું કે, સાધ્વીજી એટલે ઓછી આવડતવાળાં. એમ નહિ માનવાનું અભ્યાસ કરો. થશે. એવી તેઓશ્રીની વિદ્વત્તા હતી અને પ્રભાવકતા હતી. એવા સમર્થ જ્ઞાનેસિકા સાધ્વીજી શ્રી મૃગેન્દ્રશ્રીજી મહારાજના ચરણે કોટિ કોટિ વંદના ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy