SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ ] [ શાસનનાં શ્રમણીરત્ને મહેાત્સવ ઉજવવામાં આવ્યા. ત્યાંથી શંખેશ્વરજીની યાત્રા કરી મણિયાર હરગે!વિંદભાઈની વિનંતીથી ૨૫ ડાણાં સહિત રાધનપુર ચાતુર્માસ પધાર્યાં. ત્યાં પર્યુષણા બાદ તેઓશ્રીની તબિયત બગડી. એક દિવસ સ્થિતિ ગંભીર બની ગઈ. હરગોવિંદભાઈ અને સકલ સ'ધ મૂઝવણમાં પડી ગયા. અમદાવાદ અને અન્ય સ્થળેાએ ભાવિકો ચિંતાગ્રસ્ત બની ગયા. દ્રવ્ય સાથે ભાવાપચાર ચાલુ હતા. ગામ-પરગામથી અસંખ્ય ભક્તજના રાધનપુર ઊમટી રહ્યા. તે સર્વ સાધર્મિકોની ભક્તિ મણિયાર કુટુંબે સાદ્યત કરી હતી. શાસનદેવની કૃપાથી પૂજ્યશ્રીની તબિયતમાં થોડા સુધારા થયે. સ. ૨૦૧૯નું ચાતુર્માસ પૂર્ણ થયે, ધીમે ધીમે વિહાર કરીને શખેશ્વર પાર્શ્વપ્રભુને ભેટીને, અમદાવાદ પધાર્યાં. મનુષ્યની ખરી કસેાટી કષ્ટના સમયમાં થાય છે. જરા, રાગ, મૃત્યુ આદિ કપરા સમયમાં સમતા જાળવી શકે તે! તે જ્ઞાની છે એમ સમજવું. જ્ઞાની આ અસ્વસ્થત!ને પાતાનાં પૂર્વ કર્મ નુ ફળ લેખે છે અને તેને સમતાભાવથી સહી લેવામાં જ પેાતાનું શ્રેય સમજે છે. સ. ૨૦૨૦ના માગશર માસથી પૂજ્યશ્રીની તબિયત વધારે નરમ થતી ગઈ. હૃદયરોગના એક પછી એક એમ ત્રણ હુમલા આવ્યા. શ્વાસની તકલીફ વધી ગઈ. લીવરનું ` હાવાથી પેટની પીડા તો હતી જ. તેમ છતાં તેઓશ્રીએ સમતા ગુમાવી નહી. અરિહતના જાપને ઉત્કંઠ બનાવ્યેા. વિશાળ શિષ્યા-પ્રશિષ્યા પરિવાર સેવા-વૈયાવચ્ચમાં તત્પર હતા. મહા સુદ બીજને દિવસે પડખામાંથી પાણી કાઢયુ', 'પછી બે દિવસ સારા ગયા. પણ શરીર ક્ષીણ થઈ ગયું હતું. ચેાથને દિવસે પાણી વાપરવાની ના પાડી અને કાયાત્સગ ધારણ કર્યાં. દ ઘેરાવાં લાગ્યુ. પાંચમ-છઠ્ઠના દિવસે આ જ હાલતમાં પસાર થયા. સાતમની સવારે પૂ. શ્રી ધર્મ સાગરજી મહારાજ વગેરે પધાર્યાં. શ્રાવક-શ્રાવિકાએ પણ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત હતાં. સહુનાં મુખમાંથી નમસ્કાર મહામત્રનું ઉચ્ચારણ થઈ રહ્યું હતું. પૂજ્યશ્રી જરા પણ શક્તિ ન હેાવા છતાં ‘નમા’શબ્દ બેલવાના પ્રયત્ન કરવા પૂર્વક સતત સ્મરણ કરતાં રહ્યાં. એ અવસ્થામાં સવારે ૯-૫૦ મિનિટે સમાધિપૂર્વક નશ્વર દેહનો ત્યાગ કર્યો. સમગ્ર જનસમુદાય શોકગ્રસ્ત બની ગયા. પૂ. સા. શ્રી રજનશ્રીજી મહારાજ માનતાં કે, જ્ઞાન એ ભવવારિધિમાં ડૂબતા પ્રાણી માટે ઉત્તમ વહાણ જેવું છે અથવા મેહરૂપી અંધકારમાં માત``ડ સમાન છે. એટલે તેઓશ્રી પાતાની શિષ્યા-પ્રશિષ્યાઓને પરિશ્રમપૂર્વક શાસ્ત્રાભ્યાસ કરાવતાં. દરેક સાધ્વીજીની યાગ્યતા મુજબ પ્રગતિ થાય તે માટે સતત કાળજી રાખતાં હતાં. તેમની શાસ્ત્રાભ્યાસ કરાવવાની શૈલી અનાખી અને રુચિ પ્રેરક હતી. તેથી અન્ય સમુદાયના સાધ્વી મહારાજો પણ તેમની પાસે અભ્યાસ કરવા આવતાં. તેઓશ્રીનુ હૃદય વિશાળ, વત્સલ અને ઉદાર હતું. તદુપરાંત, પૂજ્યશ્રી દ્વારા શ્રાવિકાઓને પણ યેાગ્યે ધમ શિક્ષણ પ્રાપ્ત થાય તે માટે ગામેગામ-શહેરેશહેર મડળોની સ્થાપના કરાવવામાં આવી હતી. આજે પણ અમદાવાદ, સુરત, રાધનપુર, રાણપુર, લીંબડી, ધ્રાંગધ્રા, ભુજ, કલકત્તા વગેરે સ્થળાએ પ્રવૃત્તિ વિસ્તરેલી છે. પૂજ્યશ્રીની આ જ્ઞાનારાધનાના પ્રભાવે, સ. ૧૯૯૬માં મૂળી ગામમાં ઉપધાન તપના મહાત્સવ પ્રસ`ગે માતા-ગુરુણીશ્રી તી શ્રીજી મહારાજ સાથે પધાર્યાં ત્યારે ત્યાંન! મહારાણી નંદકુંવરબા તથા કામદારનાં પત્ની પ્રભાકુંવર પણ ખૂબ પ્રભાવિત થયાં હતાં. આમ, ૧૧ વર્ષની વયે સંયમ રવીકારી, ૪૬ વર્ષના સુદી દીક્ષાપર્યાય પાળી, ૫૭ વર્ષ કાલધર્મ પામ્યાં. પૂ. શ્રી રજનશ્રીજી મહારાજનાં શાસન-પ્રભાવક કાર્યો તેમના જીવનનાં કીર્તિ કળશ બનીને ઝળહળી રહ્યાં છે. શ્રી સમેતશિખરજી મહાતીર્થના જીર્ણોદ્ધાર અને જ્ઞાનારાધનાની ધગશ, વૈયાવૃત્યની ઉત્કટ ભાવના અને ૫૦૦થી ૬૦૦ જેટલા વિશાળ શિષ્યા-પ્રશિષ્યાના પરિવારને લીધે આજે પણ દિવંગત પૂજ્યશ્રી શ્રમણીસ’ઘમાં આદરૂપ અને ગૌરવરૂપ બની રહ્યાં છે. એવાં શાસનગૌરવરૂપ સાધ્વીવર્યાને કોટિ કોટિ વંદના ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy