________________
૧૭૦ ]
{ શાસનના શ્રમણીરત્ન
ખૂબ વિકાસ પામી. પૂજ્યશ્રી પરિણતિમાં રમણ કરીને આત્મદર્શનનું પરમ સુખ મેળવતાં. જ્યારે
જ્યારે ઓળી સમાપ્ત થતી, ત્યારે શ્રીસંધ અઠ્ઠાઈ મહેસુવાદિ ભવ્ય રીતે ઊજવી તપાધમ અને જિનશાસનની પ્રભાવના કરતો.
તેઓશ્રીને કંઠ મીઠ, મધુર અને મનોહર હતા. તેઓ જેમ જેમ ગાતાં, તેમ તેમ તેમને કંઠ વિશેષ ખીલ, અને દિવ્ય આનંદ રેલાવતા. પૂજ્યશ્રી તપોધના પ્રભાવથી ગામેગામના જનસમુદાયમાં ધર્મભાવનાના એવા તે સુંદર સંસ્કાર રેડતાં, કે જેનેતર સમાજ પણ તેમનાથી પ્રભાવિત થતો અને તેમનાં વચનોનું પરિપાલન કરત. રાજનગરનિવાસી ધર્મપરાયણ શેઠશ્રી માણેકલાલ મનસુખલાલ તથા તેમનાં ધર્મપત્ની શ્રીમતી સૌભાગ્યલક્ષમી કેટલાંક વર્ષોથી પૂ. સા. શ્રી શિવશ્રીજી મહારાજનાં પરમ ભક્ત હતાં. તેઓશ્રીના સ્વર્ગવાસ પછી પૂ. સા. શ્રી તિલકશ્રીજી તથા પૂ. તપસ્વિની શ્રી તીર્થ શ્રીજીના દર્શનાર્થે પણ અવાર-નવાર આવતાં. પૂ. શ્રી તીર્થ શ્રીજી મહારાજની શ્રી વર્ધમાન તપ ઉપરની અનન્ય શ્રદ્ધા જઈને તેમના તરફ ઘણું બહુમાન રાખતાં અને દરેક ઓળીની પૂર્ણાહુતિ પ્રસંગે પ્રાયઃ આવીને પૂજા-પ્રભાવનાદિને લાભ લેતાં. તેઓ તરફથી સં. ૧૯૯૧ માં શ્રી ગિરનારજી તથા શ્રી સિદ્ધાચલજીનો છરી પાળતે ઐતિહાસિક યાત્રાસંઘ કાઢવામાં આવ્યો ત્યારે સંઘમાં પૂ. શ્રી તિલકશ્રીજી મહારાજ આદિ ૨૫ ઠાણ સાથે હતાં. અને પૂ. શ્રી તીર્થ શ્રીજી મહારાજને વિહારમાં શ્રી વર્ધમાન તપ ચાલુ જ હતો. પાલીતાણા પહોંચીને શ્રી શત્રુંજય તીર્થની ૯૯ યાત્રા કરી; તે પણ વર્ધમાન તપની ચાલુ તપસ્યામાં જ.
સં. ૧૯૬ માં ઉપધાનતપની માળના મહોત્સવ પ્રસંગે પૂ. શ્રી તીર્થ શ્રીજી મહારાજ આદિ મૂળી પધાર્યા. મૂળીના ઠાકર શ્રી હરિશ્ચંદ્રરાજા અને તેમનું આખું કુટુંબ જૈનેતર હોવા છતાં જેનધર્મ પ્રત્યે બહુ જ પ્રેમાળ તથા શ્રદ્ધાળુ હતું. કામદાર ગોવિંદજીભાઈનું કુટુંબ પણ ધર્મપરાયણ હતું. બીજે વર્ષો દરબારગઢમાં વિશાળ મંડપ બંધાવી, સમવસરણની રચના કરીને અષ્ટાદ્ધિક મહોત્સવપૂર્વક ઓળીની ભવ્ય આરાધના થઈ હતી. મૂળીનાં મહારાણી તથા કામદારનાં ધર્મપત્ની પ્રભાકુંવરબહેન ઉપરાંત શ્રાવિકાવર્ગના ઉત્સાહમાં વૃદ્ધિ કરવા બીજા સાધ્વીઓ ખાસ મૂળી પધાર્યા હતાં.
સં. ૨૦૦૦ માં રાજનગરમાં સાધ્વીશ્રી તીર્થ શ્રીજીને ૯૬ મી ઓળી ચાલતી હતી. તેમાં આકરી કસોટી આવી. શરીરમાં વ્યાધિનો ઉપદ્રવ થયો. શરીર તદ્દન અશક્ત બની ગયું. બધાંને ચિંતા થઈ પડી કે છેલ્લે છેલ્લે વિધ્ર તો નહિ આવે ને! પરંતુ તપશ્ચર્યાના પ્રભાવે અને આત્માની દઢ સંક૯પશક્તિથી તેઓ ઉપદ્રવને સમતાભાવે સહન કરીને આકરી કસોટીમાંથી પસાર થઈ ગયાં અને ૯૬ મી એળી પૂર્ણ કરી પારણું કર્યું. તીર્થયાત્રાની તમન્ના જાગવાથી ચાલુ તપસ્યાએ ૩૦૦ ગાઉન વિહાર કરી તારંગાજી, આબુજી અને રાણકપુરજી આદિ તીર્થોની યાત્રા કરી. પાલનપુરમાં આવીને ૯૭ મી ઓળીનું પારાણું કર્યું. ઊંઝામાં ૯૮ મી ઓળીનો પ્રારંભ કરી અમદાવાદમાં તે પૂર્ણ કરી. ૯૯ મી ઓળી શરૂ કરીને સં. ૨૦૦૨ ના કારતક સુદ ૨ ને દિવસે પૂરી કરી. હેડલી ૧૦૦મી ઓળી ઘણા ભાવ પૂર્વક સં. ૨૦૦૨ના કારતક વદ ૧૧ને દિવસે શરૂ કરી અને આ છેલલી ૧૦૦મી ઓળીનું પારણું પાલીતાણા-તીર્થાધિપતિ શ્રી આદીશ્વર ભગવાનની છત્રછાયામાં શત્રુંજયમાં થાય એવી ભાવના ભાવી ગુરુજનોના આશીર્વાદ મેળવ્યા અને શ્રી આદીશ્વર પ્રભુ ૯૯ વાર શવંજય તીર્થ પધાર્યા તે મહાપવિત્ર દિવસ ફાગણ સુદ ૮ના રોજ સં. ૨૦૦૨માં શ્રી સિદ્ધ ગિરિની છત્રછાયામાં – પાલીતાણામાં–મહાતપસ્વિની સાધ્વી શ્રી તીર્થ શ્રીજી મહારાજ શ્રી વર્ધમાન મહાતપનું પચ્ચકખાણ પડ્યુ, પાળ્યું, શોભાવ્યું, પૂર્ણ કર્યું, કીત્યું. આરાધ્યું! વર્તમાનમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org