________________
૧૯૦૬ ]
[ શાસનનાં શમણીરને જિનદત્ત શ્રાવકે નાગેન્દ્ર, ચન્દ્ર, નિવૃત્તિ અને વિદ્યાધર નામના ચાર પુત્રો સાથે દીક્ષા અંગીકાર કરી. આર્ય વ્રજસેનના આ ચાર શિષ્ય પરથી નાગેન્દ્ર, ચન્દ્ર, નિવૃત્તિ અને વિદ્યાધર -એમ ચાર કુળની ઉત્પત્તિ થઈ. કલ્પસૂત્રની સ્થવિરાવલીમાં આનો ઉલ્લેખ થયેલો છે. દુષ્કાળની વિકટ પરિસ્થિતિમાંથી મુકત થવા માટે વિષમિશ્રિત ભેજન કરાવવાની વિચારણા થતી હતી ત્યારે વ્રજસેન મુનિના આગમનથી પંચેન્દ્રિય જીની હત્યા કરુણ પ્રસંગ સર્જાતો રહી ગયે અને સમગ્ર પરિવાર સંયમજીવન સ્વીકારીને આરાધક બન્યો. વિષપાનથી હત્યા દ્વારા ભવભ્રમણની દારુણ વેદનામાંથી મુક્ત થઈને શાશ્વત સુખની પ્રાપ્તિના માર્ગે પ્રયાણ આદર્યું.
સાધ્વી સકસમાં દશપુર નગરના રાજપુરોહિતની પત્ની હતી. તેણુએ વીર નિર્વાણ સંવત પર૨માં એક મહા ભાગ્યશાળી રક્ષિત નામના પુત્રરત્નને જન્મ આપ્યો. પુરોહિતે પિતાના પુત્રને પાટલીપુત્રમાં વિવિધ વિદ્યાશાખાનું શિક્ષણ પ્રાપ્ત કરાવીને નિષ્ણાત બનાવ્યું હતું. વીર નિર્વાણ સં. ૫૪૪માં રક્ષિતે અભ્યાસ પૂર્ણ કર્યો. દશપુર આવ્યો ત્યારે તેનું ભવ્ય સ્વાગત કરીને, સમારંભ યેજીને સન્માન કરવામાં આવ્યું. રક્ષિતની માતા ભગવાન મહાવીરની ઉપાસક પરમ શ્રાવિકા હતી. જ્યારે પુત્રનું આગમન થયું ત્યારે તેણી સામાયિક કરી રહી હતી. તેણીએ પુત્રના આગમનથી અતિ હર્ષ કે અતિ આશા પ્રગટ ન કરતાં સમભાવપૂર્વક વ્યવહાર કર્યો. સામાયિક પૂર્ણ થયા પછી યુવાન રક્ષિતે માતાને પૂછયું કે, “માતા ! તમને મારા આગમનથી હર્ષોલ્લાસ થયે નથી?' માતાએ પ્રત્યુત્તર પાઠવતાં જણાવ્યું કે, “હે યુવાન પુત્ર ! એવી કઈ અભાગી માતા હશે કે જેને પુત્રના વિદ્યાભ્યાસ અને પાંડિત્યથી હર્ષ ન થાય ? તે જે વિદ્યા પ્રાપ્ત કરી છે તેનું ફળ તો સંસારજીવન સુખી કરવાનું છે. પરિવારના સભ્યોનું ભરણપોષણ કરવાનું છે. ભવભ્રમણમાંથી મુક્ત કરવા માટે તે પ્રાપ્ત કરેલી વિદ્યા લેશમાત્ર સહાયરૂપ બને તેમ નથી. મને સાચે હર્ષ તે ત્યારે જ થશે કે જ્યારે તું અધ્યાત્મમાર્ગની વિદ્યાનો અભ્યાસ કરીને સ્વપરના કલ્યાણના માર્ગને પથદર્શક બનીને આવે. ચતુર અને બુદ્ધિશાળી પુત્ર માતાની વાત સાનમાં સમજી ગયો અને નગર બહાર ઈશ્ન વાટિકામાં પધારેલા આચાર્ય તેલિપુત્રની પાસે ચારિત્ર અંગીકાર કર્યું. આચાર્યની નિશ્રામાં રહીને ૧૧ અંગને અભ્યાસ કર્યો. આટલા ઊંડા અધ્યયનથી સંતોષ ન પામતાં આર્ય વ્રજની પાસે જઈને એમની નિશ્રામાં નવપૂર્વ અભ્યાસ કર્યો. આવું ઉચ્ચ જ્ઞાન પ્રાપ્ત કરનાર રક્ષિતને ઘેર લઈ જવા માટે એમના ભાઈફઘુરક્ષિત ઉપાશ્રયે આવ્યા ત્યારે એમના જ્ઞાનના પ્રભાવથી ભાઈ પણ પ્રતિબોધ પામીને દીક્ષિત થયા.
બે ભાઈઓ મુનિશમાં દશપુર પહોંચ્યા અને માતાપિતાએ પણ પુત્રોને પગલે ચાલીને સંયમજીવન સ્વીકાર્યું. રુદ્રમાએ દીક્ષા ગ્રહણ કર્યા પછી કઠેર તપશ્ચર્યા કરીને આત્મકલ્યાણ કર્યું. માતાની પ્રેરણા પામેલે રક્ષિત આગળ જતાં જેનશાસનના પરમ પ્રભાવક આચાર્ય આર્યરક્ષિતસૂરિ બન્યા. આજથી ૨૦૦૦ વરસ પહેલાં આ પ્રસંગ આજે પણ જિનશાસનની પ્રભાવનામાં પ્રેરક બની રહ્યો છે.
તરંગવતી: આચાર્ય પાદલિપ્તસૂરિએ તરંગવતીની કથા રચી છે, જે આ પ્રમાણે છે :
રાજા કુણિકના રાજ્યમાં એક વાર તરંગવતી સાધ્વી આવી અને એક ધનાઢય શેઠને ઘેર બેચરી લેવા માટે ગઈ. શેઠની પત્ની અતિ સૌંદર્યવાન સાધ્વીને જોઈને આકર્ષિત થઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org