________________
શાસનનાં શમણીરત્ન 3.
| [ ૧૬૦પ રાજસભામાં શા સમક્ષ માગણી મૂકી કે મને મારે પુત્ર પાછો અપાવો. રાજદરબારમાં માતાએ બાળકોને પ્રિય મીઠાઈ, રમકડાં વગેરે મૂક્યાં જ્યારે ધનગિરિ મુનિએ એ મૂક્યો. બાળક વ્રજ મહાઈ કે રમકડાંને બદલે એ લઈને ધનગિરિ પાસે ગયે. આ પ્રસંગ પરથી સુનંદાને પણ બોધ મળે અને તેણે દીક્ષા અંગીકાર કરી. પતિ અને પુત્ર જેમ રત્નત્રયીની આરાધના દ્વારા આત્મકલ્યાણ કર્યું.
કિમણી : સાધ્વી પરંપરાના ઇતિહાસમાં રુકિમણ સાધ્વીની ત્યાગભાવના સૌથી ઊંચી કેટિની ગણાય છે. આવી ભાવના ધરાવનાર સાધ્વી ભાગ્યે જ જોવા મળે છે. પાટલીપુત્રના શ્રેષ્ટિ ધનદેવની પુત્રી રૂપ, ગુણ અને સૌંદર્યથી સમગ્ર રાજ્ય અને નગરમાં લેકમુખે પ્રશંસા . પામી હતી.
એક વખત વ્રજસ્વામી મુનિ વિહાર કરતાં પાટલીપુત્રમાં આવ્યા. ધર્મોપદેશ આપતા હતા તેમાં રુકિમણું પણ પોતાની સખીઓ સાથે સાંભળવા ગઈ હતી. વ્રજસ્વામીનું અલૌકિક રૂપ અને જ્ઞાનોપદેશથી પ્રભાવિત થઈને મનેમન સંકલ્પ કર્યો કે, વ્રજસ્વામી સાથે જ લગ્ન કરવાં. ઘેર જઈને રુકિમણએ પિતાના સંકલ્પની વાત માતાપિતાને જણાવી; અને વિશેષ નિવેદન કરતાં જણાવ્યું કે, જે વ્રજસ્વામી સાથે લગ્ન નહિ થાય તે હું અગ્નિપ્રવેશ કરીને આત્મહત્યા કરીશ. ધનદેવે વ્રજસ્વામીને પોતાની પુત્રીના સંકલ્પની વાત કરીને સંસારજીવન શરૂ કરવા ધનસંપત્તિ વગેરેની લાલચ આપી; પણ જસ્વામીએ સંયમજીવનની જ ઈચ્છા પ્રગટ કરી, આવા પ્રલેભનથી વશ ન થયા. આમ સમય વીતી ગયે. વ્રજસ્વામીના ઉપદેશથી રુકિમણીને મોહને નશો ઊતરી ગયો. તેણીએ ભૌતિક સુખની લાલસાને ત્યાગ કરીને વ્રજસ્વામીને અધ્યાત્મમાર્ગના આરાધ્યદેવ માનીને દીક્ષા ગ્રહણ કરી. સંસારસુખમાંથી નિવૃત્ત થઈને સંયમ દ્વારા પ્રાપ્ત થતા શાશ્વત સુખના રાજમાર્ગ પર વિહાર કરીને આત્મકલ્યાણ કર્યું.
રૂકમણી ભૌતિક સુખ સંપત્તિને ત્યાગ કરીને અધ્યાત્મમાર્ગની આરાધક બની. વ્રજસ્વામી સંસારજીવનના પતિ ન બન્યા, પણ અધ્યાત્મમાર્ગના પથપ્રદર્શક બન્યા.
સાવી ઈશ્વરી : સોપારક નગરના જિનદત્ત શ્રાવકની પત્ની હતી. બંને શ્રદ્ધાપૂર્વક જૈનધર્મની આરાધના કરતાં હતાં. એક વખત બાર વરસનો ભયંકર દુષ્કાળ પડ્યો ત્યારે અન્ન પ્રાપ્ત કરવાની પણ ખૂબ મુશ્કેલી હતી. આ વિકટ પરિસ્થિતિથી ત્રાસીને ઈશ્વરીએ વિચાર્યું કે વિવિધ પ્રકારની વાનગીઓ બનાવીને તેમાં વિષનું મિશ્રણ કરું, જેથી દુષ્કાળની કરુણાજનક અને ભયંકર આપત્તિમાંથી મુક્તિ મળે. તેના મનમાં આવા વિચારે ચાલતા હતા ત્યારે ત્રજસ્વામીના શિષ્ય વ્રજસેન ગોચરી વહોરવા ઘેર પધાર્યા. રસાસ્વાદયુક્ત સુંદર ભજન જોઈને વ્રજસેન મુનિને ગુરુની વાતનું સ્મરણ થયું. પછી એમણે કહ્યું કે, હે શ્રાવિકા ! તમે ચિંતા ન કરશે. હવે દુભિક્ષકાળ પૂર્ણ થવાને સમય આવી ગયું છે. ઇશ્વરીએ મુનિનાં વચન પર વિશ્વાસ કર્યો. બીજે જ દિવસે ધાન્ય ભરેલાં જહાજ આવી પહોંચ્યાં. સુકાલની શરૂઆત થઈ. મુનિનાં વચનથી સુકાલ થયો તે પ્રસંગથી ઈશ્વરીની ધર્મ પ્રત્યેની શ્રદ્ધા વધુ દઢ બની અને સંસારત્યાગ કરીને ચારિત્ર ગ્રહણ કર્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org