________________
૧૬૦ ]
[ શાસનનાં શ્રમણીરને સત્રવૃત્તિમય જીવન પૂર્ણ કરવાનો અડગ નિશ્ચય કર્યો. ચાતુર્માસ પૂર્ણ થયા પછી સિંહગુફા, દષ્ટિવિષ, વિષધર વત્મિક અને કૂપમંડિક નિવાસી સાધુઓ ઉપાશ્રયમાં આવ્યા ત્યારે આચાર્ય સંભૂતિવિજયે કહ્યું કે, “દુષ્કર સાધના કરનારા તપસ્વી મુનિઓ ! હું તમારું અભિવાદન કરું છું' પછી સ્થૂલિભદ્ર મુનિ આવ્યા ત્યારે આચાર્ય મહારાજે કહ્યું કે, “હે સ્થૂલિભદ્ર, દુષ્કરદુષ્કકારક સાધના કરનાર મુનિ ! હું તમારું સ્વાગત કરું છું.'
ગુરુમુખેથી સ્થૂલિભદ્રની પ્રશંસા સાંભળીને, એમના જેવી સાધના કરવા માટે આગામી ચાતુર્માસ કોશાને ત્યાં કરવાનો નિર્ધાર કર્યો અને ગુરુની આજ્ઞા લઈને કેશાને ત્યાં ચાતુર્માસ માટે પધાર્યા. કેશાની ચિત્રશાળામાં ચિત્રોનાં દશ્યથી ઉત્તેજના અનુભવી અને તેણીના રૂપથી મોહિત થઈને તેણી સાથે ભેગસુખ માણવા માટે અત્યંત આતુરતાથી તક શોધવા લાગ્યા. ચારિત્રથી પતન પામવાના સંગમાં મુનિને સ્થિર કરવા માટે, સંયમ–પાલનમાં દઢ બનાવવા માટે, કેશાએ જણાવ્યું કે, નેપાળ દેશમાંથી રત્નકંબલ લાવીને આપે. પછી તમારી ઇચ્છા પૂર્ણ કરીશ. વિષયવાસનામાં અંધ બનેલા મુનિ મહાપ્રયત્ન નેપાલદેશમાં જઈને રત્નકંબલ લઈ આવ્યા અને કેશાને પ્રેમપૂર્વક ભેટ આપી. કેશાએ મુનિની ઉપસ્થિતિમાં રત્નકંબલના બે ટુકડા કરીને તેનાથી પગ લૂછડ્યા અને એ ટુકડા ગંદા પાણીને બહાર જવાની નીકમાં ફેંકી દીધા. કેશાનું આવું વિચિત્ર વર્તન જોઈને મુનિએ કહ્યું કે, “હે સુંદરી ! તને ખબર છે કે કેવાં કષ્ટ વેઠીને હું રત્નકંબલ લઈ આવ્યું. ત્યારે તે આ કિંમતી રત્નકંબલને ગંદા પાણીમાં ફેકી દીધી ?” કેશાએ પ્રત્યુત્તર આપતાં જણાવ્યું કે “હે તપસ્વી મહારાજ ! આપશ્રી અત્યંત કિંમતી એવા ચારિત્રરત્નને ક્ષણભંગુર વિષયસુખ માટે દૂષિત કરવા માગે છે ? પૂર્વજન્મનાં સુકૃત્યો અને પુણ્યદયથી અપૂર્વ એવું ચારિત્રરત્ન પ્રાપ્ત કરીને ભોગસુખ માટે તેનો ત્યાગ કરવો યેગ્ય છે ખરો? કેશાની વાણીથી મુનિના મોહને નશો ઊતરી ગયું અને સ્વસ્થ ચિત્ત ચારિત્રધર્મમાં સ્થિર થયા. મુનિએ કશાને ઉપકાર માન્ય અને ગુરુ પાસે આવીને પિતાને પરાજય સ્વીકાર્યો અને પ્રાયશ્ચિત્ત કર્યું. લિભદ્રની પ્રશંસા સાચી હતી એમ સ્વાનુભવથી સ્વીકાર્યું.
રૂપકેશા અને સ્થૂલિભદ્રના સંબંધ વિશે જેનસાહિત્યમાં કથા, રાસ, ફાગુ, સઝાય આદિની રચનાઓ થઈ છે તેમાં કેશાનું પાત્ર નારી સમાજની એક જુદી જ સામાજિક સ્થિતિને પરિચય કરાવે છે. વેશ્યાઓ ચતુર હોય છે. રાજપુત્રો અને શ્રેષ્ઠિપુત્રો તેની પાસે વિવિધ પ્રકારનું જ્ઞાન મેળવે છે. એક રાજનર્તકી રૂપકેશા ભેગવિલાસમાંથી ત્યાગપ્રધાન વ્રતધારી શ્રાવિકા બનીને સંસારસુખ પ્રત્યેની મિથ્યા દોડધામ ત્યાગ કરે છે, તપાલનથી જીવન ચરિતાર્થ કરી બતાવે છે. ત્યારે સ્વાભાવિક એમ થાય છે કે, સંત થય મ્ ન શોતિ પુનામ્ ! ” રૂપની રાણી, યુવાનોને પ્રેમમાં પાગલ કરનારી નારી સ્થૂલિભદ્રના સત્સંગથી અધ્યાત્મમાર્ગની પ્રેરક નારી બની ગઈ! વ્રતધારી શ્રાવિકા સિંહગુફાવાળા મુનિને પણ ચારિત્રમાં પુનઃ સ્થિર કરે એ પણ નારીજીવનની પવિત્રતા અને સતની ઉપાસનાનું એક ઐતિહાસિક સીમાચિહ્ન છે. આવાં પાત્રોનું બહુલક્ષી ચિંતન ભવ્યાત્માઓને સત્ય સમજવાની અને ઉપાસનાની ભૂમિકા પૂરી પાડે છે. સંસ્કારને વાર કેઈ સંપત્તિ સાથે સંબંધ ધરાવતું નથી કે નથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org