________________
શાસનનાં શ્રમણીરત્નો
કંચવા કસબી કરના મેાહનગરી પ્રેમમાં
ચિર તિલક વાળી સ્થૂલિભદ્ર તે દેખતાં
હાથે સેનાને ચૂંટ, સ વાળ્યેા છે રૂડા....(૯)
Jain Education International
સજી સાળે માહ્યાં તેણી
શણગાર,
વાર....(૧૦)
( સ્થૂલિભદ્રની શિયળવેલ, ઢાળ-૨ )
રૂપકાશાથી માહિત થઈ ને સ્થૂલિભદ્ર પોતાના સત્કાર્યાંથી વિમુખ થયા. હતા. મેહરાજાનુ સામ્રાજ્ય તપસ્વી કે જ્ઞાનીને પણ વશ કરી લે છે. થૂલિભદ્રે કાશાના સાન્નિધ્યમાં રહીને યૌવનસહજ ભાગસુખની અનુભૂતિ કરી હતી. કશા પણ મંત્રીપુત્રને પ્રાપ્ત થવા બદલ પોતાનુ સૌભાગ્ય ગણતી હતી. સ્થૂલિભદ્ર અને કેશા વચ્ચને પ્રણય-સંબધ અત્યત ગાઢ હતે. કોશાના મનમાં એવી કલ્પના પણ ન હતી કે, સ્થૂલિભદ્ર મારા ત્યાગ કરીને ચાલ્યે જશે.
[ ૧૫૯
એક દિવસ નંદરાજાના સેવકે સ્થૂલિભદ્રને મંત્રીપદની જવાબદારી સ્વીકારવાને રાજાના સદેશેા આપ્યા એટલે તેઓ રાજદરબારમાં ગયા અને પેાતાને રાજટપટ ગમતી નથી એમ જણાવીને દીક્ષા ગ્રહણ કરી. રૂપાશા સ્થૂલિભદ્રની દીક્ષાના સમાચાર પ્રાપ્ત થતાં અત્યંત શેાકમગ્ન બનીને વિલાપ કરવા લાગી. બાર બાર વરસના પ્રણયનાં સંસ્મરણા ચિત્ત પર આટાપાટા ખેલી રહ્યા હતા. ભૂતકાળના સુખના દિવસોની સ્મૃતિ તાજી થતાં વમાનની વિરહવ્યથાથી વ્યાકુળ બનીને સ્વામીને મળવા ઝૂરતી હતી. સ્થૂલિભદ્ર મુનિ ગુરુની આજ્ઞા લઇ ને કશાને ત્યાં ચાતુર્માસ કરવા ગયા. દૂરથી મુનિને આવતા જોઈ ને દાસીએ કાશાને સમાચાર આપ્યા. વાસના પર વિજય મેળવવા માટે સ્થૂલિભદ્ર મુનિ પૂસ્નેહસંધવાળી પ્રેમિકા કોશાની ચિત્રશાળામાં ચાતુર્માસ રહ્યા. બારે ખારવર્સ પ્રણચમાં વીતી ગયા પછી પોતાના સ્વામીને આવેલા જોઇ ને મનોમન હર્ષ પામેલી કેશાએ સ્થૂલિભદ્રને પુનઃ ભોગસુખમાં લીન કરવા માટે અનેક યુક્તિ-પ્રયુક્તિઓના સ્ત્રીસહજ ચતુરાઈથી પ્રયોગ કર્યો. મુનિને પડસ ભાજનથી વિકારવશ કરવાના પ્રયત્નો કર્યાં પણ કોશાની સ યુક્તિએ નિષ્ફળ નીવડી. સ્થૂલિભદ્રના ચિત્ત પર કોઈ પ્રભાવ પડ્યો નહિ. તેઓ તે વૈરાગ્યવાસિત અનીને મેાહનીય કર્માંના ઉદયથી જીવા કેવાં કર્મ ઉપાર્જન કરે છે અને આ કમના પ્રભાવથી ભવભ્રમણ વધે છે, હિંસા થાય છે, એવા જ વિચાર કરતા હતા. શાના પ્રયત્નોથી સ્થૂલિભદ્રની વાસના ઉત્તેજિત થવાને બદલે એકાગ્રતાપૂર્વક શુભ ધ્યાનમાં લીન થઈ ગયા ! કાના તમામ પ્રયત્નો નિષ્ફળ નીવડ્યા. ત્યાં સુધીમાં ચાતુર્માસ પૂર્ણ થવા આવ્યું. છેવટે કાશાએ પાતાની હાર સ્વીકારી અને સ્થૂલિભદ્ર કામવિજેતા બન્યા. સ્થૂલિભદ્રના ઉપદેશથી શાને અત્યંત પશ્ચાત્તાપ થયા અને એમની ક્ષમાયાચના કરી, કહેવા લાગી કે, હું ક્ષમાસાગર ! મારા અપરાધ મારૂં કરે. વ્રતશિરેામણિ, મૈથુન વિરમણ વ્રત પર વિજય મેળવવા માટે મારા ટિટિ વંદન હો !...એમ ગદ્ગદ કંઠે કહેવા લાગી.
કોશાના વિચાર–પરિવર્તનથી સ્થૂલિભદ્ર મુનિએ જૈન ધર્મના આચાર પ્રમાણે બાર વ્રતનુ સ્વરૂપ સમજાવીને વ્રતધારી શ્રાવિકા બનાવી. કોશાએ મુનિ પાસે વ્રત અગીકાર કરીને સન્માર્ગે
For Private & Personal Use Only
www.jainelibrary.org