________________
૧૫૬ ]
[ શાસનનાં શ્રમણીરને મહાવીર યુગ પછીની સાધ્વીઓ અને વિદુષી નારીઓને પરિચય એ જૈનધર્મની સાથ્વીસંસ્થાના વિકાસમાં અભિનવ પ્રકાશ પાડે છે. કાળના પ્રભાવથી એવું પણ જોવા મળે છે કે, ક્રમશ: રત્નત્રયીની આરાધનામાં ઉત્તરોત્તર સંખ્યાવૃદ્ધિ કરતાં ગુણવૃદ્ધિનું પ્રમાણ ઘટતું ગયું છે. છતાં આ ભીષણકાળમાં, ભેગના વાતાવરણમાં પણ સ્ત્રીઓ સંયમને પંથે પ્રયાણ કરીને આરાધના કરી રહી છે એ જ જિનશાસનની ગૌરવવંતી ઘટના છે.
ધારિણું : રાજગૃહી નગરીના ધનાઢય શ્રેષ્ઠી કષભદત્તની પત્ની હતી. પતિ-પત્ની દયાળુ, દાનવીર, ધર્મપરાયણ અને દઢ સંકલ્પવાળાં હતાં. તેઓ સર્વ રીતે સુખી હોવા છતાં નિઃસંતાન હોવાથી ચિંતા થતી હતી. છતાં ધર્મારાધના સારી રીતે શુભ ભાવનાથી કરતાં હતાં. કાળક્રમે ધારિણીએ ગર્ભ ધારણ કર્યો, પણ તેમાં કઈ વિઘ્ન આવશે એમ જાણીને સુધર્માસ્વામી પાસે ૧૦૮ આયંબિલની આરાધના કરી. માતાના ઉદરમાં ગર્ભ આવ્યા પછી માતાએ જણૂફળ જોયું હતું. ગર્ભકાળ પૂર્ણ થતાં તેણીએ પુત્રને જન્મ આપ્યું. સ્વપ્નસૂચિત જબૂફળ ઉપરથી જંબૂ કુમાર નામાભિધાન કરવામાં આવ્યું. આ પુત્ર અત્યંત તેજસ્વી અને પ્રભાવશાળી હતે. બાલ્યાવસ્થા પૂર્ણ થતાં યુવાવસ્થામાં જખૂકુમારને શ્રેષ્ટિની આઠ કન્યાઓ સાથે લગ્નગ્રંથિથી જેડવામાં આવ્યા હતા. જમ્મુ કુમારે દીક્ષા લીધી ત્યાર પછી ધારિણીએ પણ દીક્ષા ગ્રહણ કરી હતી.
એક દિવસ સુધર્માસ્વામી રાજગૃહી નગરમાં પિતાના સાધુ-સાધ્વી પરિવાર સહિત પધાર્યા હતા, ત્યારે જખ્ખ કુમારે એમને ઉપદેશ શ્રવણ કર્યો. પછી વૈરાગ્ય પામીને દીક્ષા લીધી. જમ્મુ કુમાર સુધર્માસ્વામીની દેશના સાંભળીને પ્રતિબંધ પામ્યા એટલે તુરત જ શ્રાવકનાં વ્રત અંગીકાર કર્યા અને બ્રહ્મચર્યવ્રત લીધું. જમ્બુ કુમારની સ્ત્રીઓનાં નામ – સમુદ્રશ્રી, પદ્મશ્રી, પદ્મસેના, કનકશ્રી, કનકસેના, કનકાવતી, નભસેના, જયશ્રી હતાં. સંસ્કાર અને કલામાં આઠે સ્ત્રીઓ સમગ્ર નગરમાં શ્રેષ્ઠ ગણાતી હતી.
- લગ્ન પછીની પ્રથમ રાત્રિએ કેડભરી આઠે સ્ત્રીઓ કેડામણ ને સેહામણુ કંથને સૌ પ્રથમ વખત મળી. એમને ખબર હતી કે જમ્બુ કુમારે ગુરુજી પાસે ચેથા વ્રત નિયમ લીધું હતું. પ્રથમ મુલાકાત વખતે જંબૂ કુમારે આઠે સ્ત્રીઓને ઉધન કરીને ગુરુવાણીનાં વચને સંભળાવ્યાં. સંસારની અસારતા, સંસારના કહેવાતા સુખની અતૃપ્તિ, સંસારના ભેગવાસનાની કદી તૃપ્તિ થતી નથી. તેનાથી ભવભ્રમણ વધે છે. મુક્તિસુખ શાશ્વત છે. આઠે સ્ત્રીઓ જમ્મુ કુમારના ધાર્મિક વાર્તાલાપથી પ્રભાવિત થઈ અને સ્વામીએ સ્વીકારવાના માર્ગનું અનુકરણ કરવાનો દઢ સંકલ્પ કર્યો. જમ્મુ કુમાર અને આઠ નવેઢાઓએ આત્મકલ્યાણના માર્ગે વાર્તાલાપમાં નિશા ગાળી.
જે રાત્રિએ જન્ કુમાર પિતાની આઠ સ્ત્રીઓને ત્યાગ અને વૈરાગ્યને ઉપદેશ આપીને સમજાવતા હતા તે જ રાત્રિએ પ્રભવ નામને ચેર ૪૯ ચેર સાથે જરબૂ કુમારને ત્યાં ચેરી કરવા આવ્યું હતું. ઘરના પ્રવેશદ્વાર પાસે આવતાંની સાથે જ પ્રભવ ચેરે જખ્ખ કુમાર અને આઠ સ્ત્રીઓ સાથે વાર્તાલાપ સાંભળે. પ્રભવ ચેરનું હૃદયપરિવર્તન થઈ ગયું અને મેક્ષસુખની અભિલાષા પૂર્ણ કરનાર દીક્ષા ગ્રહણ કરવાનો નિર્ણય કર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org