SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ ] | શાસનનાં શ્રમણીરત્નો મહેતા આ રાજ્યકાળ દરમિયાન કુશળ મંત્રી હતા. તેઓ ઓશવાળ જૈન હતા. રાજમાતા મીનળદેવીએ ઈ. સ. ૧૧૦૦ના સમયગાળામાં વરૂમ ગામમાં માનસૂન ઝીલ બનાવડાવ્યું હતું. સિદ્ધરાજે શત્રુંજ્યની યાત્રા કરીને બાર ગ્રામનું દાન કર્યું હતું. સિદ્ધપુરમાં આદિનાથ ભગવાન અને ગિરનાર પર નેમિનાથ ભગવાનના જિનમંદિરનું નિર્માણ કરાવ્યું હતું. સિદ્ધરાજની આ શુભ પ્રવૃત્તિઓના પાયામાં માતા મીનળદેવીની જેનધર્મ પ્રત્યેની શ્રદ્ધા હતી; જેના પ્રભાવથી ગુજરાતમાં જૈનધર્મનો પ્રભાવ વધ્યું. ઈ. સ. ૧૦૯૪ થી ૧૧૪૩ સુધી જેનધર્મ રાજધર્મ તરીકે ગૌરવવંતું સ્થાન પામ્યા હતા. સ્ત્રી પુરુષને માટે પ્રેરણાસ્ત્રોત બની હેય એવાં ઘણાં ઉદાહરણો પ્રાપ્ત થાય છે. જૈનાચાર્યોના સાહિત્યસર્જનની પ્રેરણામાં જેન સાધ્વીઓએ પણ મહત્ત્વનું કાર્ય કર્યું છે. - આનંદ મહત્તર : વિરમતિ ગણિની : સાતમી સદીમાં જિનભદ્ર ગણિએ વિશેષાવશ્યક ભાવ્યની રચના કરી હતી. આ રચનામાં સાત વ્યક્તિઓએ અમૂલ્ય સાથ-સહકાર આપ્યો હતો. તેમાં બે વિદુષી સાધ્વી આનંદ મહત્તરા અને વીરમતી ગણિની હતી. આ ઉપરથી એટલું પષ્ટ થાય છે કે તે સમયમાં સાધ્વીઓ જેન ધર્મનું ઉચ્ચ કક્ષાનું જ્ઞાન પ્રાપ્ત કરીને આચાર્ય મહારાજ અને પંડિત સાથે પિતાના જ્ઞાનથી ધર્મચર્ચા અને સર્જનમાં સહભાગી બની હતી. આ ટકાના અંત ભાગમાં બંને સાધ્વીઓને નામે લેખ થયેલ છે. તેની નોંધ નીચે મુજબ છે. પિતાના શિષ્યની સાથે સાધ્વીઓને પણ વધુ અભ્યાસ માટે ધારાનગરી મેકલ્યા હતા. શાંતિમતિ ગણિી : ખરતરગચ્છના આચાર્ય જિનદત્તસૂરિએ ઈ. સ. ૧૧૧પમાં ગણિના” પદથી સાધ્વીજીને વિભૂષિત કર્યા હતાં. આચાર્ય મહારાજ સાધ્વીજીઓની જ્ઞાનવૃદ્ધિ માટે સતત પ્રયત્નશીલ રહેતા. શાંતિમતિ ગણિની સાથે કેટલીક શ્રાવિકાઓએ પ્રશ્નોત્તર કર્યા હતા. તે સન્દહ દેહાવલી' નામથી પ્રગટ થયેલી છે. અનુપમાદેવી : ગુજરાતના ઇતિહાસમાં વિશિષ્ટ પ્રતિભાસંપન્ન બંધુ બેલડી – વસ્તુપાલ અને તેજપાલની જુગલજોડી વિખ્યાત બની છે. રાજા વિશલદેવના મંત્રી તેજપાલની પત્ની અનુપમાદેવી હતી. ઈ. સ. ૧૨૩૨માં તેજપાલે આબુ પહાડ પર આદિનાથ ભગવાન અને દેલવાડામાં તેમનાથ ભગવાનનાં કલાત્મક જિનમંદિરની રચના કરાવી હતી. આ મંદિરે આજે પણ જૈનધર્મ નહિ, પણ ભારતીય સંસ્કૃતિમાં શિપ અને સ્થાપત્યકલાના ઇતિહાસમાં જેનકળાના નમૂના તરીકે સર્વોત્તમ સ્થાન ધરાવે છે. જિનમંદિરનું કાર્ય જલદી પૂર્ણ થાય તે માટે અનુપમાદેવી સ્વયં જઈને નિરીક્ષણ કરતાં અને કારીગરોને આવશ્યક ચીજવસ્તુઓ વિનાવિલ બે પૂરી પાડતાં હતાં. આ પ્રસંગ પરથી એવું અનુમાન કરવામાં આવે છે કે ગુજરાતના રાજાઓ અને ધનિક શ્રેષ્ટિએ શિલ્પ અને સ્થાપત્યના વિકાસમાં ધનને સદ્વ્યય કરતા હતા. પરિવારના સભ્યોને આ કળાનું જ્ઞાન આપવામાં સહભાગી બન્યા હતા. અનુપમાદેવી અનુપમ ગુણોને ભંડાર હતી, એમ કહીએ તે અતિશયોક્તિ નથી. અઢારમી સદીના અધ્યાત્મયોગી શ્રી દેવચંદ્રજી મુનિએ શ્રાવિકાઓ વિશે નોંધ કરી છે તેમાં અનુપમાદેવીની ગુણગાથા ગાઈ છે. અનુપમાદેવી માત્ર વિદુષી નારી ન હતી, પણ અધ્યાત્મમાર્ગના મર્મને પણ હૃદયસ્પર્શી બનાવીને અનુભૂતિ કરી શકતી હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy