________________
શાસનનાં શ્રમણીરત્ના
[ ૧૪૭
એક સાધ્વીજીના જ્ઞાનના પ્રભાવથી એક બ્રાહ્મણ પુર્રાહિત સુપ્રસિદ્ધ શામનપ્રભાવક ૧૪૪૪ ગ્રંથાના રચયિતા આચાર્ય શ્રી હરિભદ્રસૂરિ બન્યા.
યાકિની મહત્તરાનો પ્રસંગ બીજી એક વાત એ જણાવે છે કે, સાધ્વીએ નિરંતર જ્ઞાનાપાસના અને સ્વાધ્યાયની પ્રવૃત્તિમાં કા રત રહેતી હતી. સ્વાધ્યાય-પ્રવૃત્તિથી સ્મરણશક્તિ તેજસ્વી બને છે અને પ્રાપ્ત કરેલું જ્ઞાન સમય આવ્યે તુરત જ ઉપયાગી નીવડે છે. એક નાનકડા બ્લેકના અથ કેટલે રહસ્યપૂર્ણ છે! ચક્રવર્તી વાસુદેવ વગેરે થવાના છે તે કયા કયા છે તેનું ઊંડું જ્ઞાન પણ યાકિની મહત્તાને હતુ. તેણીની જ્ઞાનાપાસના સૌ કોઇ ને વંદનીય બની રહી છે. હરિભદ્રસૂરિ એમ માનતા હતા કે યાકિની મહત્તરા એ મારા કુળદેવતાની જેમ ધર્મની માતા છે. તેણીએ મને પ્રતિબેધ પમાડીને ભવભ્રમણામાંથી મુક્તિ મેળવવાના રાજમાર્ગ બતાવ્યેા.
સાધ્વીજી ગુણા : ગુજરાત રાજ્યની એક વિદુષી સાધ્વી તરીકે તેએશ્રી વિશેષ ખ્યાતિ ધરાવે છે. એમણે સંસ્કૃત ભાષાનું ઉચ્ચ કૅટિનુ` જ્ઞાન સ`પાદન કરીને પોતાની વિદ્વત્તાના પરિચય આપ્યા છે. આ સમયમાં સિદ્ધહિઁસૂરિએ ‘ઉપમિતિ ભવપ્રપંચ કથા'ની સંસ્કૃતમાં રચના કરી હતી. તેને તેમણે સંસ્કૃત ભાષામાં વિદ્વત્તાપૂર્ણ, લેાકભાગ્ય શૈલીમાં, ભાવવાહી અનુવાદ કર્યાં હતા. સિદ્ધર્વિસૂરિએ ગુજરાતના શ્રીમલનગરમાં ઇ. સ. ૯૬૨માં આ કથા પૂર્ણ કરી હતી. આ કથામાં નાનીમેાટી અવાન્તર કથાએ અસંખ્ય છે, જે રૂપકાત્મક શૈલીમાં ગૂંથાયેલી છે. આવા અદ્ભુત ગ્રંથની સંસ્કૃત રચના ગુણા સાધ્વીએ કરીને સમસ્ત સાધ્વીસમુદાયની જ્ઞાનાપાસના અને સાહિત્યસર્જનની પ્રવૃત્તિ પર કીર્તિકળશ ચડાવ્યેા છે. અત્યંત કઠિન અને રૂપકાત્મક ગ્રંથનું એક સાધ્વી તરીકે સંસ્કૃતમાં અનુવાદ કરવાનું સાહસ ખૂબ જ સ્તુત્ય અને ગૌરવપ્રદ છે. આ ગ્રંથની હસ્તપ્રત ભાંડારકર એરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટીટયુટ, પૂનામાં આજે સુરક્ષિત છે.
:
સમ્મેતશિખરતી દર્શન વિભાગ-૧માં ગુણા સાધ્વી વિશે નીચે મુજબના ઉલ્લેખ મળી આવે છે :
प्रथमादर्शलिखिता, साध्वी श्रुतदेवतानुकारिण्या । दुर्गस्वामी गुरुणां, शिष्यका गुणाभिधया ॥ १ ॥
સિદ્ધર્વિસૂરિની ગ્રંથરચનાની પ્રશસ્તિમાં પણ ગુણા સાધ્વીની પ્રશંસાયુક્ત વાણી પ્રગટ થયેલી છે. ગુજરાતની બહુશ્રુત વિદ્વાન સાધ્વીઆમાં અલ્પપરિચિત ગુણા સાધ્વી એ સાઘ્વીસમુદાયનું રત્ન છે. આજે પણ તેણીની જ્ઞાનાપાસના નારીસમાજને પ્રેરક બને તેવી છે.
Jain Education International
શ્રીમતી : રાજા ભીમદેવના મંત્રીશ્વર વિમલની રાણીનું નામ શ્રીમતી. આખુ પહાડ પરનાં કલાત્મક, ભવ્ય અને સૌંદર્યમય જિનમંદિરના નિર્માતા તરીકે અમર કીર્તિને વરેલા વિમલ મંત્રી જૈનસમાજમાં આદરણીય સ્થાન ધરાવે છે. શ્રીમતી અત્યંત ધમ પરાયણ હતી. તેણીના જીવન સાથે ત્યાગની ભળ્યું કથા ગૂંથાયેલી છે. આચાય વિજયધમસૂરિએ શ્રીમતી શ્રાવિકા વિશે નીચે પ્રમાણે માહિતી આપી છે :
For Private & Personal Use Only
www.jainelibrary.org