________________
૧૪૬ ]
[ શાસનનાં શમણીરને આધારે એટલું સ્પષ્ટ થાય છે કે, લગભગ ૩૦૦ વર્ષ સુધી જેનધર્મને પ્રભાવ ને પ્રસાર સતત ચાલુ રહ્યો હતે.
રાજા હર્ષવર્ધનના સમયમાં જૈન સાધ્વીએ પિતાના આચારનું પાલન કરીને વિચરતી હતી. પરદેશીઓનાં આક્રમણ, સામાજિક મુશ્કેલીઓ, ત્રણ વખત પડેલો ભયંકર દુકાળ વગેરે પરિસ્થિતિમાં પણ સાધ્વીસંઘની પરંપરા અખલિતપણે અસ્તિત્વ ધરાવતી હતી. ત્યાર પછી ક્રમશ: જૈનધર્મને બિહાર અને ઓરિસ્સામાં પ્રચાર થે, અને સાથે સાથે રાજસ્થાન અને ગુજરાત પણ જૈનધર્મના પ્રસારનું મહત્ત્વનું કેન્દ્ર બન્યાં.
યાકિની મહત્તરા: રાજસ્થાનમાં મેવાડ રાજ્યની રાજધાની ચિતોડગઢ એક ઐતિહાસિક નગરી તરીકે પ્રસિદ્ધ છે. આ રાજ્યમાં હરિભદ્ર નામે એક બ્રાહ્મણ રાજપુરોહિત રહેતા હતા. પુરોહિત દર્શનશાસ્ત્ર, વેદ-ઉપનિષદ્ વગેરેમાં પ્રકાંડ પંડિત હતા. વળી તે કઈ વિદ્વાન સાથે શાસ્ત્રાર્થ દ્વારા વાદવિવાદ કરીને વિજ્ય મેળવવાની આકાંક્ષા રાખતા હતા. તેણે એવી પ્રતિજ્ઞા કરી હતી કે જે વ્યક્તિ લેક અથવા ગાથા બોલે અને એનો અર્થ હું ન સમજી શકું તે હું તેને શિષ્ય બનીશ. હરિભદ્રની આ પ્રતિજ્ઞાનું ખંડન કરનાર સાધ્વી યાકિની મહત્તા હતી. આજે પણ જૈનધર્મમાં તેમનું નામ સુવર્ણાક્ષરે કોતરાયેલું છે.
એક વખત હરિભદ્ર સાધ્વીજીના ઉપાશ્રય પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે એમના કાને એક પ્રાકૃત શ્લોક સાધ્વીજી યાકિની મહત્તાના મુખેથી સંભળાવે.
चक्किदुगं हरिपणगं पणगं चक्कन केसवो चक्की ।
केसव चक्की केसवय, चक्ककेसीय चक्कीय ॥" સાધ્વીજીના મધુર કંઠે આ લોક સાંભળીને હરિભદ્ર રસ્તા પર ઊભા રહ્યા, અને અર્થનો વિચાર કરવા લાગ્યા. પણ ઘણે વિચાર કરવા છતાં અર્થ સમજાયો નહિ. પિતાની પ્રતિજ્ઞાનું મરણ થયું. તુરત જ સાધ્વીજી પાસે પહોંચી ગયા. સાધ્વીજીને વિનયપૂર્વક વંદન કરીને લોકને અર્થ પૂછો. સાધ્વીએ પ્રત્યુત્તર આપે કે, “ હે ભદ્ર! અમને-સાધ્વીઓને જિનાગમ ભણવાને અધિકાર છે, એને અર્થ એ કે વિવેચન કરવાની આજ્ઞા નથી. માટે તમે અમારા ગુરુદેવ શ્રી જિનદત્તસૂરિ પાસે જાઓ. તેઓ તમને અને અર્થ સમજાવશે. પછી હરિભદ્ર આચાર્ય શ્રી જિનદત્તસૂરિ પાસે જઈને લોકનો અર્થ પૂછડ્યો. આચાર્યશ્રીએ એ કલેકને અર્થ કહી સમજાવ્યું કે, “બે ચકવતી. પાંચ વાસુદેવ, પાંચ ચક્રવતી, એક વાસુદેવ, એક ચક્રવતી, એક વાસુદેવ, બે ચક્રવતી, એક વાસુદેવ અને એક ચક્રવર્તી થાય છે. આ અર્થ જાણીને હરિભદ્રનું અભિમાન ઓગળી ગયું અને આચાર્ય મહારાજ પાસે દીક્ષા ગ્રહણ કરીને પિતાના ઉદ્ધારક તરીકે સાધ્વીજી યાકિની મહત્તાને માનભર્યું સ્થાન આપ્યું. દીક્ષા લીધા પછી હરિભદ્રસૂરિએ જે ધર્મગ્રંથની રચના કરી તેમાં “યાકિની મહત્તાસૂનુ” એટલે કે
તે યાકિની મહત્તાના પુત્ર સમાન છે એમ દર્શાવ્યું. તપાગચ્છની જૈન સાધ્વીઓના ઇતિહાસમાં યાકિની મહત્તશને પ્રસંગ અનન્ય પ્રેરક ને ગૌરવવંતે લેખાય છે. આ પ્રસંગથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org