________________
[ ૧૩૭
1
શાસનનાં શમણીરને ] જાણ થતાં તે પણ યુદ્ધ કરવા તૈયાર થયે, ત્યારે મંત્રીએ સલાહ આપી કે હાલ યુદ્ધ કરવા જશો નહિ. નગરના દરવાજા બંધ કરાવી દે. શત્રુ સબળ છે કે નિર્બળ તે જાણ્યા પછી નિર્ણય કરે જોઈએ.
નમિરાજાએ તરફ ઘેરે ઘા. બે સગા ભાઈ એ યુદ્ધ ચડીને વિનાશ કરશે. મદનરેખા દીક્ષા લઈને સુવ્રતા સાધ્વી બની હતી. તેણીએ આ વિનાશને રોકવા માટે ગુણીની આજ્ઞા લઈને સાધ્વી પરિવાર સાથે સાથ્વી સુવ્રતા નમિરાજા પાસે પહોંચી ગઈ. રાજાએ વિનયપૂર્વક વંદન કર્યું. સાધ્વી સુવ્રતાએ ધર્મોપદેશ સંભળાવતાં સંસારની અસારતા, ક્ષણભંગુરતા અને મનુષ્યજન્મની મહત્તા સમજાવીને છેવટે એકાંતમાં જઈને પૂર્વવૃત્તાંત કહી સંભળાવ્યું. આ વાતની ખાતરી કરવા નમિરાજાએ માતા પુષ્પમાલાને પૂછયું તે જણાવ્યું કે તું આ સાધ્વીને પુત્ર છે. પછી સાધ્વી સુવ્રતા ચંદ્રયથા પાસે ગઈ અને સર્વ વૃત્તાંત જણાવ્યું. ત્યારે તે હર્ષ પામીને પિતાના ભાઈને મળવા માટે પહોંચી ગયો. બંને ભાઈઓ હર્ષોલ્લાસપૂર્વક એકબીજાને ભેટ્યા. આ પ્રસંગ અને અને અવર્ણનીય છે. બન્નેએ રાજવી ઠાઠથી નગરપ્રવેશ કર્યો. ત્યારબાદ ચંદ્રયથાએ પિતાનું રાજ નમિરાજાને સોંપી દીક્ષા અંગીકાર કરી. નમિ રાજા સુખેથી રાજ્ય સંભાળતા હતા. તેવામાં દાહવરની પીડા થઈ. વૈદ્યો અને ચિકિત્સકોથી પણ આ પીડા દૂર થતી ન હતી. રાજા મૃત્યુ પામશે એવા ભયથી એક હજાર રાણીઓ કંદન કરવા લાગી. રાજાને આ વેદનાની જાણ થતાં હુકમ કર્યો કે, પ્રત્યેકના એક હાથનો ચૂડલો કાઢી લો. પછી અવાજ બંધ થયો ને રાજાને શાંતિ થઈ. આ પ્રસંગથી રાજાને વૈરાગ્યભાવ ઉત્પન્ન થયે. અને વિચાર્યું કે ઘણાં કંકણે સુખ આપતાં નથી. એક જ કંકણથી શાંતિ થઈ એટલે વિચાર્યું કે એકલપણામાં જ સુખ છે. અને સંક૯પ કર્યો કે મારે દાહર્વર સંપૂર્ણ શાંત થશે તે ચારિત્ર અંગીકાર કરીશ. રાજ નિરાંતે સૂઈ ગયે અને સુંદર સ્વપ્ન આવ્યું. જાતિસ્મરણજ્ઞાનથી પિતે પૂર્વભવમાં સાધુ હતું તેને ખ્યાલ આવ્યું અને દીક્ષા અંગીકાર કરી. નમિરાજાની પરીક્ષા કરવા માટે ઇન્દ્ર બ્રિજનું રૂપ લઈને આવ્યા અને પ્રશ્ન કર્યો કે, “તમે રાજ્યને તૃણવત્ ગણી, અંતઃપુરની રાણીઓને ત્યાગ કરી, દીક્ષા લીધી છે, પણ આ રાણીએ કરુણ વેદના ભોગવે છે તે જીવદયા કેવી રીતે પાળી કહેવાય ?
નમિરાજાએ સંસાર, રાજ્ય, પત્ની અને વૈભવની અનર્થતા, અસારતા અને બંધનની માહિતી આપીને દ્વિજને સંતુષ્ટ કર્યો. સંતેષ પામેલા દ્વિજે પિતાનું અસલ રૂપે પ્રગટ કરીને કહ્યું કે, “સાચે જ તમારે વૈરાગ્ય અનુમોદનાને પાત્ર છે. આપે બાહા અને આત્યંતર શત્રુઓને જીતવાને માર્ગ સ્વીકાર્યો છે તે પ્રમાણે તમારે આચાર છે.” આ વચનોથી નમિમુનિની સ્તુતિ કરીને ઈન્દ્ર સ્વસ્થાને પહોંચી ગયે. નમિમુનિએ દર્શન, જ્ઞાન અને ચારિત્રની આરાધના કરીને મુક્તિમાર્ગ સ્વીકાર્યો. સુત્રતા સાધ્વીએ સંયમની ઉત્કૃષ્ટ આરાધના કરીને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું અને સર્વ કર્મને ક્ષય કરી, આયુષ્ય પૂર્ણ થતાં મોક્ષસુખની પ્રાપ્તિ કરી. મદનરેખા એટલે સુવ્રતા સાધ્વી. વિપત્તિનાં વાદળોથી ઘેરાયેલા જીવનમાં શિયળનું યુક્તિ-પ્રયુક્તિથી રક્ષણ કરીને અંતે એક્ષપ્રાપ્તિ કરી. મહાસતીઓનાં જીવન માત્ર સ્ત્રીઓને જ પ્રેરક નથી, પણ સ્ત્રીશા. ૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org