________________
૧૨૨ ]
[ શાસનનાં શ્રમણીરને શાંતિપ્રિય દધિવાહનની સેના હતી બા જેવડી. એટલે તે શતાનિક સામે ક્યાંથી જીતે? છતાં દધિવાહનની સેના બરોબર મુકાબલે કરતી રહી, ત્યારે રુધિરથી ખરડાયેલું રાજ્ય ભેગવવાને બદલે દધિવાહન એક જંગલમાં ઊતરી ગયે. બીજી તરફ શતાનિક વિજ્ય થયે.
યુદ્ધમાં હોય છે રુધિર અને ભેગની લાલસા... યુદ્ધમાં હોય છે વિજયનો ઉન્માદ..
યુદ્ધમાં હોય છે હિંસા ને લૂંટફાટ... યુદ્ધમાં નીતિમત્તાનાં બંધને ઢીલાં થઈ જતાં વાર લાગતી નથી. ચંપાનગરી પરના આક્રમણમાં પણ આવું જ થયું. શતાનિકને એક લડવૈયે પહોંચ્યો દધિવાહનના રાજમહેલે. અહા! અહીં મહેલનું રક્ષણ કરનાર કેઈ ન હતું, આવનાર સૈનિકને અટકાવે તેવું કઈ ન હતું. મહેલમાં રને કેઈ પાર નહીં. વિસ્મયથી લડવૈયાની આંખો પહોળી થઈ ગઈ મન વિચારના ચકરાવે ચડ્યું. “વાહ ! આટલાં બધાં રત્ન ! પણ લઈ જવાં શી રીતે ? લાલસામાં જેનારની મૂંઝવણને પાર ન રહ્યો. ત્યાં જ તેણે દીઠું અનુપમ સૌંદર્યથી ઓપતું ને હીરામોતી વચ્ચે અનેખું પ્રકાશ પાથરતું એક નારીરત્ન ! તે હતી મહેલમાં રહી ગયેલી દધિવાહનની રાણી ધારિણી!
સૈનિકની પ્રસન્નતાને પાર ન રહ્યો. એક ક્ષણમાં મૂંઝવણને ઉકેલ આવી ગયો. બસ, આ રાણી એ જ ખરું રત્ન ! બીજું કંઈ હવે અહીંથી હાથે કરવું નથી. બિચારી ધારિણી ! સૌંદર્ય બન્યું સજારૂપ !
લડવૈયે યુદ્ધના નિયમો ભૂલ્ય. સ્ત્રીદાક્ષિણ્ય નેવે મૂકયું. મ્યાનમાંથી તલવાર કાઢીને ધારિણીના ગળા પર તેની રાખી. “માની જા, અહીં તારું કંઈ નથી. બેસી જા રથમાં ને ચાલ મારી જોડે. જે હા-ના કરીશ તે જાન ખોઈ બેસીશ. જેઈ આ તલવાર ?” રાણે રડતી રડતી લડવૈયાના રથમાં બેઠી, સાથે લીધી વસુમતી. “હમણાં ઉતાવળ કરીશ તે બાજી બગડી જશે. યુદ્ધને ઉન્માદ અનેક દોષોને જન્માવે છે. આ ઉમદ શમશે ત્યારે મારી સમજાવટ લેખે લાગશે. અત્યારે વધુ બોલ્યામાં માલ નથી.” એમ મનેમન ગાંઠ વાળીને રાણે રથમાં પંથ કાપતી હતી ત્યારે જંગલને વિકટ રસ્તો આવ્યું. રથ હાંકનાર વડવૈયાની અંદર છુપાયેલી વિકારી લાલસા હવે જીભના ટેરવે ટપકવા લાગી, “મેં તમને માં અમથા જ નથી બેસાડ્યાં. તમને, ના ના, તને તે મારી ઘવાળી બનાવવાનો છું. કૌશામ્બી પહોંચું એટલી વાર....આ રૂપ, આ સૌંદર્ય, ભાગ્યશાળીને જ મળે.'
- ધારિણી સમસમી ઉઠી. રથ આગળ વધતો ગમે તેમ તેમ લડવૈયાને બકવાસ વધતે ગયે. હવે એના મગજમાં વાસનાનું ભૂત કૂદકા મારતું હતું. “શું પિતાનું શીલ ખંડિત થશે ? ચારિત્ર પર કલંક રૂપ પારકાનું આક્રમણ થાય તે પહેલાં પ્રાણ ત્યાગ કરવો શું બેટે ?” આ વિચારે ધારિણીએ રડતાં રડતાં પિતાની જીભ પકડીને જોરથી ખેંચી અને દેહમાંથી જીવ ચાલ્યા ગયે. કામાંધ લડવૈયાની મનની મનમાં રહી ગઈ. શીલરક્ષા કાજે પલક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org