SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનનાં શમણીરત્ન 3 [ ૧૨૧ મહાસતી ચંદનબાળા જેમનું પ્રાતઃસ્મરણ થાય છે તેવી સોળ સતીઓમાં ચંદનબાળા અનેરું સ્થાન ધરાવે છે. બ્રાહ્મી ચંદનબાલિકા ભગવતી રજીમતી દ્રૌપદી કૌશલ્યા ચ મૃગાવતી ચ સુલસા સીતા સુભદ્રા શિવા ! કુંતી શીલવતી નલક્ષ્ય દયિતા ચૂલા પ્રભાવિત્યપિ પદ્માવત્યપિ સુંદરી પ્રતિદિન કુર્રતુ ને મંગલમ ” [ બ્રાહ્મી, ચંદનબાળા, પદી, કૌશલ્યા, મૃગાવતી, અલસા, સીતા, સુભદ્રા, શિવા, કુંતી, દમયંતી, ચૂલા, પ્રભાવતી, પદ્માવતી અને સુંદરી હંમેશાં અમારું મંગલ કરે.] ભગવાન મહાવીરના સમયની આ વાત છે. હાલ બિહારમાં જે “ચંપારણ” તરીકે ઓળખાય છે ત્યાં ચંપાનગરી હતી. અહીં પ્રજાપાલક, ન્યાયપ્રિય, લેકેને સુખે સુખી અને લેકેના દુઃખે દુઃખી એવો પ્રજાવત્સલ દધિવાહન રાજા રાજ્ય કરતા હતા. જીવદયા અને અહિંસામાં માનનાર દધિવાહન લેહી રેડવાની વાતથી આ રહે. તેનામાં લાલસા ન હતી, એટલે આક્રમણ કરવાની ઉત્કટતા ન હતી. પોતે ભલે ને પોતાનું રાજ્ય ભલું....આ સિદ્ધાંત અપનાવીને તેણે અડખેપડખેનાં રાજ્ય સાથે સંધિ કરી હતી, જેથી શાંતિ જળવાય. આ ક્ષત્રિય રાજા દધિવાહનને ધારિણી નામની રાણી હતી. તેમને એક કન્યારત્ન હતું. આ કુંવરીનું ખરું નામ તે “વસુમતી ” હતું પરંતુ પછીથી તે “ચંદનબાળા” તરીકે સુપ્રસિદ્ધ બની. પિતાને કાપનાર કુહાડાને પણ ચંદનવૃક્ષ તે ઠંડક ને સુગધ અપે, તેમ ગુણવાન વસુમતી પણ અવગુણમાં ગુણ દેખનારી હતી. તેના વ્યવહાર અને વર્તન સંપર્કમાં આવનારને શીતળતા આપે તેવાં હતાં. અપકાર સામે ઉપકાર કરવામાં તત્પર એવી વસુમતી માટે “ચંદનબાળા' કરતાં બીજુ સુયોગ્ય નામ શું હોઈ શકે ? મે તેવી દીકરી” એ ન્યાયે વસુમતી પણ ધારિણી જેવી જ રૂપવાન, ગુણવાન અને બુદ્ધિવાન હતી. ધર્મ અને નીતિના પાઠ ગળથૂથીમાં જ ગ્રહણ કરતાં કરતાં તે તે શુકલની ચંદ્રકાંતિ સમી વધવા લાગી. વસુમતીનાં લગ્ન બાકી હતાં કેમ કે માતાપિતાની ઈચ્છા એવી હતી કે પિતાની કુંવરી કુંવારી” રહે ને બ્રહ્મચારિણી બનીને નારીજગતને બ્રહ્મચર્યને ઉજજવળ રાહ દેખાડે. આમ, દિવસે નિર્ગમન થતા હતા ત્યાં અચાનક એક આફત આવી પડી. ચંપાનગરીની સીમા પર હતી કૌશામ્બી નગરી. કૌશામ્બી નગરીને શતાનિક નામને રાજા ચંપાનગરી પર ચડી આવ્યું. ચડાઈનું કેઈ કારણ ન હતું પરંતુ લાલસાને કારણુ બળવાની કયાં જરૂર પડે છે? અરે! દધિવાહનની રાણી ધારિણી અને શતાનિકની રાણી મૃગાવતી – બને (ચેટક રાજની પુત્રીઓ હેવાથી) સગી બહેને થતી હતી, તે સગપણને પણ તેણે સંભાયું નહીં. શા. ૧૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy