________________
શાસનનાં શ્રમણીરત્ને
[ ૧૧૩
નગરજનો પ્રભુની દિવ્ય વાણીનું શ્રવણ કરવા જતાં હતાં ત્યારે કામદેવ પણુ અપૂર્વ શ્રદ્ધા અને ધમ ભાવનાથી પ્રેરાઈ ને ગયા હતા. પ્રભુની વાણીથી પ્રભાવિત થઇ ને તેણે શ્રાવકધમ વિધિપૂર્વક સ્વીકાર કર્યાં. ઘેર જઈ ને તેણે પત્નીને પેાતાની હકીકત જણાવી ત્યારે ભદ્રા પણ પ્રેરણા પ્રાપ્ત કરીને પ્રભુ પાસે ગઈ અને શ્રાવિકાનાં વ્રત અંગીકાર કર્યાં. દિનપ્રતિદ્દિન વૈરાગ્યભાવમાં વૃદ્ધિ થતી ગઈ. જીવનનાં અ ંતિમ વીસ વરસ સમકિત મૂળ ખાર વ્રતનું ઉત્કૃષ્ટ રીતે પાલન કરીને જન્મ સફળ કર્યાં.
ભદ્રા : રાજગૃહી નગરીના ધનાઢય શેઠ ગાભદ્રની પત્ની અને શાલિભદ્ર-સુભદ્રાની માતા. પતિના અકાળ મૃત્યુથી પુત્ર-પુત્રીના ઉછેરની જવાબદારી તેના પર આવી પડી, પતિએ વેપારના ક્ષેત્રે જે નામના મેળવી હતી તેને અનુરૂપ જવાબદારી સ્વીકારીને વેપારના વિકાસ કર્યો. શાલિભદ્ર પ્રત્યે માતૃસહજ વાત્સલ્યથી પ્રેરાઇને તેને 'ધાની જવાબદારી સોંપી નિહ. માતાએ શાલિભદ્રને રૂપ, ગુણ અને શીલસ'પન્ન ૩૨ કન્યાએ સાથે પાણિગ્રહણ કરાવ્યું હતું. શાલિભદ્ર સાત માળના ભવ્ય મહેલમાં ભૌતિક સુખસમૃદ્ધિ ભાગવતે ૩૨ કન્યાએ સાથે રંગરાગમાં લીન બનીને સમય વ્યતીત કરી રહ્યો હતા. તેના વ્યાપારમાં દિનપ્રતિદિન વૃદ્ધિ જ થતી રહી, એટલે આર્થિક સુખા તે કઇ પાર જ ન હતા. આર્થિક સમૃદ્ધિ માટે એક કથા એવી છે કે, ગાભદ્ર શેડ મૃત્યુ પામીને દેવલાકમાં ગયા, જ્યાંથી પુત્રસ્નેહને કારણે શેઠ પ્રતિદિન તેત્રીસ પેટીએમાં કિંમતી વચ્ચે અને આભૂષણા મેાકલતા હતા. પરિણામે, શાલિભદ્રના અપૂ ધનવૈભવની વાતા સાંભળીને લેાકેા આશ્ચય મુગ્ધ થઈ ગયાં હતાં. માતાની વ્યવહાર અને વેપારની કુશળતા અને પિતાની દૈવી સહાય હોવાથી શાલિભદ્ર નિશ્ચિ ંત બનીને સુખસમૃદ્ધિમાં લીન અની ગયા હતા.
એક વખત રાજગૃહી નગરીમાં નેપાળના એક વેપારી ૧૬ મૂલ્યવાન રત્નક ખલ લઈ ને આબ્યા નગરીમાં બધે ફર્યાં પણ કોઈ એ રત્નક બલ ખરીદી નહિ. એક કંબલની કિંમત સવાલાખ સુવર્ણ મુદ્રા હતી. આવી માંથી કંબલ કાણુ ખરીદે ? છેવટે ભદ્રા માતાએ રાજગૃહીનુ ગૌરવ સાચવવા બધી જ કબલ ખરીદી લીધી. પ્રત્યેકના બે ટુકડા કર્યાં અને પેાતાની ૩૨ પુત્રવધૂને એક એક ટુકડો આપી દીધા. આ રત્નક બલ એવી અદ્ભુત હતી કે શિયાળામાં ગરમી આપે અને ઉનાળામાં ઠંડક આપે. રાણી ચેલણાએ રત્નક બલની વાત સાંભળી એટલે ખરીદવાની તીવ્ર ઇચ્છા થઇ, અને શ્રેણિક રાજાને તે અંગે વાત કરી. રાજાએ નેપાલના વેપારીને મેલાવીને રત્નક બલ વિશે પૂછ્યુ. તે જવાબ મળ્યા કે બધી જ રત્નક અલ આ નગરનાં શેઠાણીએ ખરીદી લીધી છે. શ્રેણિક રાજાએ ભદ્રા શેઠાણીને રાજદરબારમાં આવવા માટે સેવક મારફતે સંદેશા માકલ્યા. ભદ્રા માતા રાજાને યેાગ્ય ઉપહાર લઈ ને રાજદરબારમાં ગઇ. રાજાને જણાવ્યું કે મારા પુત્ર શાલિભદ્રનાં સુખસમૃદ્ધિ માટે એના દેવલેાનિવાસી પિતા રાજ તેત્રીસ પેટીએ કિંમતી વસ્ત્રાભૂષણા અને રત્નોથી ભરીને માકલે છે. રત્નક બલ ખરીદ્યા પછી પુત્રવધૂને આપી, તે ખરબચડી લાગવાથી માત્ર પગ લૂછવાના ઉપયેગમાં લેવાય છે.
પણ
ઉપરોક્ત નિવેદન કર્યાં પછી ભદ્રા શેઠાણીએ વિનયપૂર્વક રાજાને પ્રણામ કરીને પોતાને
શા, ૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org