________________
૧૧૨ ]
[ શાસનનાં શ્રમણીરત્ને
:
પ્રત્યુત્તર આપ્યા, દીક્ષા લેવાની હતી તે વખતે જ હું ગર્ભવતી હતી. જો મે પહેલેથી જ આ વાત જણાવી હોત તે મને દીક્ષા આપવામાં આવી ન હાત. માટે પહેલેથી વાત કરી ન હતી. '
સમય વીતી ગયા અને અનુક્રમે ધારિણીએ પુત્રને જન્મ આણ્યે. આ પુત્રને વસ્ત્રાલ કારાથી અલંકૃત કરીને અવંતીસેન રાજાના આંગણમાં મૂકી આવવામાં આવ્યેા. અવંતીસેન રાજાએ આ પુત્રને જોયા. તેને સ્વીકાર કર્યાં અને જન્માત્સવ ઊજવ્યેા. લાલનપાલન કરીને મણિપ્રભ નામ પાડયું. રાજા પરલેક સિધાળ્યા એટલે પ્રધાને મણિપ્રભના રાજ્યાભિષેક કરીને તેને રાજા બનાવ્યેા.
દાંતિવનને કોઈ સંતાન ન હતું. વળી ભાઈના વધથી ઘણા પશ્ચાત્તાપ થયા હતા. એણે પેાતનું રાજ્ય અવંતીસેનને સાંપીને દીક્ષા લીધી. હવે અવ'તીસેન બળવાન થયા ને મણિપ્રભ પાસે દંડ માંગવા લાગ્યા. રાજાએ દંડ ન આપ્યા એટલે પેાતાના સૈન્યથી કૌશ’મીનગરીને ઘેરા ઘાલ્યા. ત્યારે સાધ્વીમાતા ધારિણીએ ધર્મોપદેશ આપતાં જણાવ્યું કે, · પુણ્યથી ઉત્તમ કુળમાં જન્મ મળે છે. રાજ્યવૈભવ, શરીરસ`પત્તિ, નિરોગીપણું, પુષ્પ આયુષ્ય, વિદ્યા અને યશ આદિ પુણ્યથી જ મળે છે. મહાભયંકર અટવીમાં પણ ધર્મ જ રક્ષણ કરે છે. પુણ્યથી જ સ્વ અને માક્ષના શાશ્વત સુખની પ્રાપ્તિ થાય છે. માટે ધર્માંની ઉપાસના કરવી જોઈ એ. ’ સાધ્વી માતાનાં વચનો સાંભળીને બંને ભાઇ એ પ્રભાવિત થયા અને સમકિત રૂપ ખાર વ્રત અંગીકાર કરીને વીતરાગ ભગવતે દર્શાવેલ ધર્માંનું શુદ્ધ ભાવથી પાલન કરવા લાગ્યા. સાધ્વીજી ધારિણીએ સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રની મન, વચન અને કાયાના શુભ યાગથી પાલન કરીને, સ કર્મનો ક્ષય થતાં મેાક્ષસુખની પ્રાપ્તિ કરી. આ રીતે ધારિણી એક વિદુષી નારી, સમથ વિચારક અને ધર્મપ્રિય સતી હતા.
અગાવતી : ઉજ્જૈન નગરીના મહાપરાક્રમી રાજા ચ'ડપ્રદ્યોતની રાણી અને રૂપસુંદરી વાસવદત્તાની માતા. વાસવદત્તા રાજાને પુત્ર કરતાં પણ અધિક પ્રિય હતી એક વખત ચડપ્રદ્યોત રાજાએ મૃગાવતીનું ચિત્ર જોયું ને એનાં રૂપલાવણ્યથી મેાહિત થઈ ગયા. એને પેાતાની રાણી બનાવવા માટે વિચાયુ. રાજાએ કૌશી નગરી પર આક્રમણ કર્યુ. ભય અને રોગથી શતાનિક રાજાનું મૃત્યુ થયું. આથી મૃગાવતી રાણીને વિચાર આવ્યે કે અમારું શિયળ રક્ષણ કરવું મુશ્કેલ થશે. એટલે કૌશી નગરીમાં બિરાજમાન ભગવાન મહાવીર પાસે જઈ ને મૃગાવતીએ દીક્ષા લીધી. ચંડપ્રદ્યોત રાજ્યની રાણીએ – શિવા અને અંગારવતીએ ભગવાન મહાવીરની દેશના સાંભળવા માટે ચડપ્રદ્યોત રાજાની આજ્ઞા માગી. ભગવતની દેશના સાંભળીને અંગારવતી વિચારવા લાગી કે ‘ અંતઃપુરમાં બીજી રાણીએ છે, છતાં રાજા ક્ષણભ`ગુર સૌ' થી માહિત થયેા છે. જીવનની સાર્થકતા આ ભેગમાં નથી, ’ એમ વિચારીને મૃગાવતીની માફક અગારવતીએ પણ પ્રભુ પાસે દીક્ષા અંગીકાર કરી. અગારવતીએ વ્રતાનુ પાલન કર્યુ. અને તપધમની આરાધના કરી આત્મકલ્યાણ સાધ્યું.
ભદ્રા : ચંપાનગરીના સમૃદ્ધ અને સુપ્રસિદ્ધ ધર્માનુરાગી કામદેવ શેઠની પત્ની. એક વખત ચંપાનગરીના પૂર્ણભદ્ર ચૈત્યમાં ભગવાન મહાવીર પધાર્યાં હતા. તે સમાચાર જાણીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org