________________
જૈન જયતિ શાસનમ્ પ્રેરિકાના પાવન પથપર....
વર્ષો પહેલાં શ્રી મહેન્દ્રભાઈ શેઠ દ્વારા મહાન ગ્રંથની માહિતી આપતાં હેન્ડબિલો મળેલાં. અસ્મિતા ગ્રંથની શ્રેણી હતી. મનમાં થયું, કોણ સંપાદક હશે? વિચારો મનમાં ચાલતા હતા.
વિ. સં. ૨૦૪૫માં વાલકેશ્વર આદિનાથ પ્રભુના ઉપાશ્રયમાં નંદલાલભાઈ મળ્યા. શ્રમણરત્ન ગ્રન્થની તૈયારી કરી રહ્યા હતા. મેં પૂછ્યું, આવું સુંદર કાર્ય કરો છો પણ અપૂર્ણ કેમ ? નંદલાલભાઈએ પૂછ્યું, શું કહ્યું? સમજમાં ન આવ્યું. મેં કહ્યું, શાસનના શ્રમણરત્નો જિનશાસનનું મુખ્ય અંગ છે, શાસનનો આધારસ્તંભ છે, પણ જિનશાસનની આધારશિલા વિષે શું વિચાર કર્યો? મ. સા. ! આ ગ્રંથ પૂર્ણ થયે જિનશાસનાં શ્રમણીરત્નો ગ્રન્થ મારી મનોસૃષ્ટિમાં છે. અમારો વિહાર મહારાષ્ટ્રથી આંધ્રપ્રદેશકર્ણાટક-તમિલનાડુમાં થયો. પુનઃ મહારાષ્ટ્ર-મુંબઈમાં પ્રાર્થના સમાજમાં વિ. સં. ૨૦૪૮નું ચાતુમસ થયું. પુનઃ શ્રમણીરત્ન ગ્રન્થની વિચાર માળા ચાલી. વિ. સં. ૨૦૪૯માં ભરૂચમાં સાહિત્ય મોકલ્યું. ઉપર ઉપરથી ઘણું જોયું. શ્રી નંદલાલભાઈનો સંગ્રહ જોતાં દિલ દ્રવ્યું.
બાલ્ય ઉંમરમાં દીક્ષા લીધેલ. પૂ. દાદા ગુરુદેવ લબ્ધિસૂરીશ્વરજી મ. સા., પૂ. ગુરુદેવ વિક્રમસૂરીશ્વરજી મ. સા. શાસન અને આગમરસનાં અમીપાન કરાવેલ એટલે મનોભૂમિમાં જે વિચાર ચાલે તે શાસનની મર્યાદા પ્રમાણે ચાલે. આગમ સાહિત્ય–સ્થાપત્યો-શિલાલેખ જોતાં- વાંચતાં થાય : સાધ્વીજી મ. સા.નું શું યોગદાન? સાધ્વીજી મ. સા.ની શાસનસેવાની નોંધ અત્ર...તત્ર....જે સંસ્થા ત્યાગી સંસ્થા છે....જે માતૃ સંસ્થા છે, જે જૈન સંઘની આધારશિલા છે. આ સાધ્વીજી મ. અંગે કંઈક આલેખન કરવું. મારું સ્વપ્ન નંદલાલભાઈ સાકાર કરી રહ્યા હતા...ચાલો કંઈક સહયોગી થશું; પણ વિવિધ ધારાએ વહેતા જીવનમાં હું નિશ્ચિત કશું કરી શકી નહિ. અમારા પૂ. મોટા મ. સા.એ (પૂ. સર્વોદયાશ્રી મ. સા.) હેન્ડબિલો જોયાં અને કહે વાચંયમા! આ ગ્રંથ માટે જરૂર કંઈક કરવું જોઈએ. પૂ. મોટા મ. સા. ! કરવું તો ઘણું જોઈએ પણ શું કરું? તેઓએ કહ્યું, હું તો આંગળી ચીંધું...પછી તમે જાણો...
પૂ. મોટા મ. સા. કેટલીય બાબતમાં જીવનમાં એક જ વાર કહી બીજા કાર્યમાં લાગી જાય. મનમાં થયા કરે....પૂ. મોટા મ. ની ઇચ્છાં છે....પણ....કંઈ કેટલાય સમય વીત્યો. અમારા વર્તમાન ગુરુદેવ પૂ. આ. દેવ રાજયશસૂ. મ. સા. સાથે મારાં વડીલ ભગિની પૂ. સા. રત્નચૂલાશ્રી મ. તથા લઘુભગિની પૂ. સા. શુભોદયાશ્રી માએ વિચારવિનિમય કર્યો. નંદલાલભાઈ સાથે વાતચીત થઈ. છેવટે પૂ. સાધ્વી સર્વોદયાશ્રી મ. સા.ની પ્રેરણાનું નક્કી થયું. જિનશાસનનાં શ્રમણીરત્નો ગ્રંથનું જથ્થાબંધ મેટર નંદલાલભાઈએ મોકલ્યું. એ જ અરસામાં મ. સા.ની વ્યાધિ વિદાય અને મને હર્પિસની વ્યાધિ, અમદાવાદથી નાગપુર દીર્ઘ વિહારયાત્રા..
નાગપુર તા. ૧૦-૭-૯૪ના ચાતુર્માસ પ્રવેશ થયો. તા. ૨૧-૭-૯૪ના નંદલાલભાઈ આવ્યા. પુસ્તક વિમોચન સમારોહની વિચારણા ચાલી.
હવે રહ્યો પ્રશ્ન મારી ઢીલનો..છેવટે નિર્ણય કર્યો.....કાર્ય પૂર્ણ કરવું છે. પ્રેરિકા વિદાય પામ્યાં....પ્રેરિકા વતી ઉત્તરદાયિત્વ નિભાવવું રહ્યું. દિવ્યલોકમાં બિરાજિત ગુરુવરોને અંતરનાં અશ્રુ સહ પ્રાર્થના કરી. વર્તમાન ગુરુદેવના આશીર્વાદ ગ્રહણ કર્યા. મારાં લઘુ ભગિની સા. શુભોદયાશ્રી હંમેશાં મને પ્રોત્સાહક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org