________________
શાસનનાં શમણીરત્ન ]
| [ ૧૦૫ છે. વિધિવત્ તપ પૂર્ણ કરીને અંતે સંલેખના કરવાપૂર્વક સર્વ કર્મને ક્ષય કરીને આયુષ્ય પૂર્ણ થતાં સિદ્ધિપદની પ્રાપ્તિ કરી.
રામકૃષ્ણ : કુણિકની માતા અને શ્રેણિક રાજાની રાણી. તેણીએ પણ પ્રભુની દેશનાથી પ્રભાવિત થઈને ચંદનબાળા પાસે દીક્ષા સ્વીકારી હતી. સંયમ લીધા પછી ભદ્રોત્તર પ્રતિમા તપની આરાધના કરી. આ તપની ચાર પરિપાટી પૂર્ણ કરતાં બે વરસ બે મહિના અને વીસ દિવસ લાગે છે. ગુરુ પાસે એકાગ્રતાથી અભ્યાસ કરીને અગિયાર અંગ સુધીનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. સમ્યફદર્શન, જ્ઞાન અને ચારિત્રની આરાધના કરીને સર્વ કર્મને ક્ષય કરીને કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને અંતે મોક્ષગતિને પામ્યાં.
પિનાકૃષ્ણા : શ્રેણિક રાજાની રાણી. રાજાની અન્ય રાણીઓની માફક ચંદનબાળા પાસે દીક્ષા અંગીકાર કરીને તેણીએ મુક્તાવલી તપની આરાધના કરી હતી. અગિયાર અંગ સુધીનો અભ્યાસ પણ કર્યો હતો. મુક્તાવલી તપની ચાર પરિપાટી પૂર્ણ કરતાં ત્રણ વરસ દશ મહિનાનો સમય લાગે છે. દુષ્કર તપથી શરીર અત્યંત દુર્બળ થઈ ગયું અને અંતકાળ જાણીને ગુરુની આજ્ઞાથી એક મહિનાની સંખના કરીને મુક્તિપદની પ્રાપ્તિ કરી. પિતૃસેનાકૃષ્ણાએ સેળ વરસ સુધી ચારિત્ર પાળીને જ્ઞાન અને તપની આરાધનાથી આત્મકલ્યાણ સાધ્યું હતું.
શિવાનંદા : વાણિજ્ય ગામના જિતશત્રુ રાજાના રાજ્યના શેઠ આનંદની પત્ની. શિવાનંદા સુશીલ, શાંત, સહિષ્ણુ, મધુરભાષી, ચતુર અને સુંદર નારી હતી. બંનેનું જીવન સુખસમૃદ્ધિથી છલકાતું હતું. આનંદની અન્ય સ્ત્રીઓ હતી તેમાં શિવાનંદા વધુ પ્રિય હતી. એક વખત ભગવાન મહાવીર પ્રતિપલાશ ઉદ્યાનમાં પધાર્યા હતા. તે જાણીને આનંદ શેઠ ભગવાનની દેશના સાંભળવા ગયા. પ્રભુના મુખેથી દેશના સાંભળીને પ્રભાવિત થયેલા આનંદ શેઠે દેશવિરતિ ધર્મ અંગીકાર કર્યો અને સંપત્તિની મર્યાદા બાંધી દીધી. ઘેર આવીને શિવાનંદાને પિતાનું વૃત્તાંત જણાવીને કહ્યું કે મેં એકપત્નીવ્રત લીધું છે અને તારા સ્ત્રી સિવાય અન્ય સ્ત્રીઓને ત્યાગ કર્યો છે. પતિની વાત સાંભળીને પ્રસન્ન થયેલી શિવાનંદા પ્રેરણા પામીને ભગવાન મહાવીર પાસે ગઈ. પ્રભુને વંદન અને પ્રદક્ષિણા કરીને શ્રાવિકા ધર્મનાં બાર વ્રત અંગીકાર કર્યા. સુખસમૃદ્ધિને ત્યાગ કરીને અધ્યાત્મમાર્ગમાં મનને જોડી દીધું. ધર્મપરાયણ જીવન જીવીને આત્મકલ્યાણ સાધ્યું.
રોહિણી : રાજગૃહી નગરીને સાર્થવાહ ધન્યાની સૌથી નાની પુત્રવધૂ. એક દિવસ સાર્થવાહ ચારે પુત્રવધૂઓની પરીક્ષા કરવાને નિર્ણય કર્યો. સાર્થવાહે પ્રત્યેક પુત્રવધૂને ચોખાના પાંચ પાંચ દાણા આપ્યા અને કહ્યું કે, “આ દાણ સાચવી રાખજે. હું મારું ત્યારે પાછા આપજો.” ઉક્ઝિકા, ભગવતી, રક્ષિકા અને રોહિણી—એમ ચાર વહુઓને દાણા આપીને એગ્ય સમયની રાહ જોવા લાગ્યા. પાંચ વરસ પછી સાર્થવાહે પુત્રવધૂઓ પાસે ચેખાના દાણાની માંગણી કરી. પહેલી વહુએ દાણું ફેંકી દીધા હતા. બીજીએ દાણા પિતે જ ખાઈ લીધા હતા. ત્રીજીએ એક પેટીમાં દાણ સાચવીને રાખી મૂક્યા હતા, જ્યારે ચોથીએ એમ જણાવ્યું કે “પિતાજી! પાંચ શા, ૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org