________________
૧૦૪ ]
[ શાસનનાં શ્રમણીરત્ના
સુસેનાંગની : રાજગૃહી નગરીના સુપ્રસિદ્ધ રાજા શ્રેણિકની બહેન સુસેનાની લાડલી પુત્રી સુસેનાંગની, સુસેનાના વિવાહ રાજાએ પેાતાના શ્રેષ્ઠ મિત્ર વિદ્યાધર સાથે કર્યાં હતા. કાળક્રમે સુસેના એક પુત્રીને જન્મ આપીને મૃત્યુ પામી. પિતાને પુત્રીના ઉછેર માટે ચિંતા થઈ. છેવટે વિદ્યાધર શ્રેણિક રાજાને આ પુત્રીના ઉછેર માટે અહેનની એક માત્ર સ્મૃતિ ભેટ રૂપે આપી. શ્રેણિક રાજાના અત:પુરમાં સુસેનાંગની ક્રમશઃ વિકાસ પામી. રાજદરબારના પિરવારને અનુકૂળ શિક્ષણ અને કળાએમાં નિપુણ બની.
મંત્રીશ્વર અભયકુમારને યાગ્ય વર જાણીને તેની સાથે રાજાએ સુસેનાંગનીના લગ્નોત્સવ ઊજજ્યે. અભયકુમારનાં ઘણાં કાર્યોમાં તેણીએ ઘણા સહકાર આપ્યા. અસાધારણ બુદ્ધિપ્રતિભા અને ગુણવાન પતિ પ્રાપ્ત કરવા બદલ પોતાની જાતને ધન્ય માનતી. દાનધર્મીનુ પાલન કરીને પતિપત્નીએ પેાતાના જીવનને સફળ બનાવ્યું અને સાથે સાથે ભગવાન મહાવીરે બતાવેલા જૈનધમ ના આચારનું પણ પાલન કર્યું.
સુકૃષ્ણા : ચંપાનગરીના રાજા શ્રેણિકની રાણી. પુત્રના અકાળ મૃત્યુથી વૈરાગ્ય પ્રગટ થયા. પ્રભુવાણી-શ્રવણથી વૈરાગ્યવાસિત બનીને ચંદનબાળા પાસે દીક્ષા લીધી. દીક્ષા લઈને ખંતપૂર્વક અગિયાર અંગ સુધીનો અભ્યાસ કર્યાં. ચંદનબાળાની આજ્ઞા લઈ ને મુકૃષ્ણાએ અષ્ટઅમિકા ભિક્ષુ પ્રતિમા તપની આરાધના કરી. આ તપ ૬૪ દિવસે પૂર્ણ થાય છે; તેમાં ૨૮ વ્રુત્તિ આહાર લેવાને હોય છે. ત્યાર પછી નવ અને દસ દિવસની ભિક્ષુ પ્રતિમા તપ ઉપરાંત અમાસખમણ, માસખમણ વગેરે તપશ્ચર્યાએ કરવાની હોય છે. આ કઠિન તપશ્ચર્યાંથી સુકૃષ્ણાનુ શરીર અત્યંત દુળ થઈ ગયું. અંતે એક મહિનાની સલેખના કરીને સમાધિપૂર્વક આયુષ્ય પૂર્ણ કરીને ક ક્ષય થતાં સિદ્ધિગતિને પામી, સુકૃષ્ણાએ બાર વરસના ચારિત્રપાલનપૂર્વક સિદ્ધિપદ પ્રાપ્ત કર્યું : ચારિત્રજીવનમાં કેવા ઊંચા ભાવ હશે ! અને આત્મરમણતા પણ કેવી હશે ! ઘાર તપશ્ચર્યા સાથે જ્ઞાનપ્રાપ્તિ પણ એટલી જ ઊંચી કક્ષાની. સુકૃષ્ણાનુ જીવન એ નારીજીવનની સાધના અને સિદ્ધિને આદર્શ પૂરા પાડે છે.
મહાકૃષ્ણા : શ્રેણિક રાજાની રાણી. ભગવાન મહાવીરના ધર્મોપદેશથી હૃદયપરિવર્તન થતાં ચંદનબાળા પાસે દીક્ષા લીધી હતી. એમની અનુમતિથી મહાકૃષ્ણાએ લઘુ સ તે ભદ્ર તપની વિધિપૂર્વક આરાધના કરી હતી. આ તપની ચાર પરિપાટી પૂર્ણ કરતાં ૪૦૦ દિવસ લાગે છે. તપની પૂર્ણાહુતિ થઈ અને અંતકાળ નજીક જાણીને મહાકૃષ્ણાએ સલેખના કરી. આયુષ્ય પૂર્ણાં થતાં સ કર્મીના ક્ષય કરીને સિદ્ધિપદ પ્રાપ્ત કર્યું. તેર વરસની આરાધનાને અંતે મહાકૃષ્ણાએ સિદ્ધગતિ પ્રાપ્ત કરી. ચારિત્રધર્મના પાલનમાં મન, વચન અને કાયાની સ્થિરતા અને ભાવવિશુદ્ધિ ઊંચા પ્રકારની હાય તા જ સિદ્ધિ સાધ્ય અને છે.
વીરકૃષ્ણા : શ્રેણિક રાજાની રાણી. અન્ય રાણીઓની સમાન તેણીએ પણુ ચંદનબાળા પાસે દીક્ષા લીધી અને ગુરુણીની આજ્ઞા મેળવી મહા સર્વાંતેાભદ્ર તપની આરાધના કરી. આ તપની ચાર પિરપાટી પૂર્ણ કરવા માટે બે વરસ આઠ મહિના અને ૨૦ દિવસના સમય લાગે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org