SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનનાં શમણીર ] [ ૮પ પણ હતા. એટલે શ્રીદેવીને ચક્રવર્તી રાજાની માતાનું સૌભાગ્ય પણ પ્રાપ્ત થયું હતું. રાજ્યને ત્યાગ કરીને કુંથુનાથે દીક્ષા લઈને અપૂર્વ ધર્મસાધના કરીને, કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી તીર્થ સ્થાપ્યું અને અંતે મોક્ષે સિધાવ્યા. શ્રીદેવી માતા ધર્મધ્યાનની પ્રવૃત્તિ કરીને આયુષ્ય પૂર્ણ થતાં ચોથા મહેન્દ્ર દેવલોકમાં સિધાવ્યાં. - રર. મહાદેવી : અઢારમા તીર્થંકર શ્રી અરનાથ ભગવાનની માતા અને હસ્તિનાપુરના રાજા સુદર્શનની ગુણિયલ મહારાણી. પૂર્વે સુસીમા નગરીમાં ધનપતિ રાજાના ભાવમાં રાજ્યની જવાબદારી હોવા છતાં અંતરની શુભ ભાવનાથી જૈન ધર્મ પ્રત્યે પ્રેમ ઉદ્ભવ્યું હતું. ત્યાર પછી સંવર નામના આચાર્યના ઉપદેશથી પ્રતિબંધ પામીને દીક્ષા સ્વીકારી હતી. અપૂર્વ ઉલ્લાસથી સંયમની આરાધના કરીને તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું હતું. દેવલોકમાંથી આવીને ભગવાનને આત્મા મહાદેવીની કુક્ષિમાં ઉત્પન્ન થયે. મહાદેવી માતાએ ગર્ભકાળ દરમિયાન “આરાચક્ર” સ્વપ્નમાં જોયું હતું એટલે પુત્રરત્નને જન્મ થતાં અરનાથ રાખવામાં આવ્યું હતું. દીક્ષા લીધા પછી ત્રણ વરસે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. પછી તીર્થ સ્થાપના કરીને અંતે નિર્વાણ પામ્યા. માતા મહાદેવીએ ધર્મધ્યાનની પ્રવૃત્તિ મન, વચન અને કાયાના શુભયોગથી કરીને આયુષ્ય પૂર્ણ થતાં ચોથા મહેન્દ્ર દેવલોકમાં સિધાવ્યાં. ર૩. પ્રભાવતી : ઓગણીસમા તીર્થંકર શ્રી મલ્લીનાથ ભગવાનની માતા અને મિથિલાના કુંભ રાજાની રાણી. મહાબલ રાજાના પૂર્વભવમાં તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું હતું. ચોથા અનુત્તર વિમાનમાંથી આવીને ભગવાનને આત્મા પ્રભાવતી માતાના ગર્ભમાં ઉત્પન્ન થયે. ગર્ભકાળના ત્રણ મહિના પછી માતાને એ દેહદ ઉત્પન્ન થયે કે એ માતાઓને ધન્ય છે કે જેઓ પંચવર્ણયુક્ત સુવર્ણશય્યા પર શયન કરે છે. ગર્ભકાળ પૂર્ણ થતાં માતાએ કન્યારત્નને જન્મ આપે. પુષશય્યાના દોહદને કારણે પુત્રીનું નામ “મલ્લી” પાડવામાં આવ્યું. મલ્લીકુમારીએ દીક્ષા ગ્રહણ કરીને ચારિત્રની અપૂર્વ આરાધનાથી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું અને અંતે મેસે સિધાવ્યાં. મલ્લીકુમારીને વિશિષ્ટ કેટિનું જ્ઞાન હતું એટલે મલી ભગવતી નામથી પ્રસિદ્ધિ પામ્યાં હતાં. માતા પ્રભાવતી ધર્મધ્યાન કરીને આયુષ્ય પૂર્ણ થતાં ચેથા મહેન્દ્ર દેવલેકમાં ઉત્પન્ન થયાં. મલ્લીનાથ ભગવાને સ્ત્રીનિમાં જન્મ પ્રાપ્ત કરીને તીર્થકરપદ પ્રાપ્ત કર્યું હતું. તેમને ઉલ્લેખનીય પ્રસંગ નીચે પ્રમાણે છે : મહાબળ રાજાના પૂર્વભવમાં ધર્મ શેષ મુનિના ઉપદેશથી પ્રતિબોધ પામીને રાજાએ પિતાના ૬ મિત્રો સાથે દીક્ષા લીધી હતી. દીક્ષા પછી વિહાર કરીને તપની આરાધના કરી અને એ વિચાર કર્યો કે, બધા મિત્રો એકસરખા તપની આરાધના કરીએ તે પુનર્જન્મમાં સાથે જ રહેવા મળે. નિયમ પ્રમાણે દરેક જણે એકસરખી તપશ્ચર્યા કરી પણ મહાબળ મુનિએ તપસ્યા ચાલુ રાખીને વિશસ્થાનક તપ કર્યું. આમ, કપટપૂર્વક માયાથી તપ કરવાને કારણે તીર્થકર નામકર્મ ઉપાર્જન કરવા છતાં સ્ત્રીવેદનું નિકાચિત કર્મ બાંધ્યું. પરિણામ સ્વરૂપે, તીર્થકર થવાના હેવા છતાં સ્ત્રીને અવતાર ધારણ કરે પડ્યો. પ્રભાવતી માતા ધર્મારાધના કરીને આયુષ્ય પૂર્ણ થતાં ચોથા મહેન્દ્ર દેવલેકમાં સિધાવ્યાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy