________________
શાસનનાં શમણીરત્ન ]
[ ૧ ૪. બ્રાહ્મી : સુનંદા માતા અને ઋષભદેવ પિતાની પુત્રીએ સમાજજીવનની શરૂઆત કરીને સ્ત્રીઓની ૬૪ કળામાં અપૂર્વ ચતુરાઈ બતાવીને પિતાના સગુણેથી જીવનમાં વિકાસ કર્યો. પિતાજી પાસેથી ૧૮ લિપિને અભ્યાસ કર્યો અને તેમના દ્વારા લેખનકળાને પ્રારંભ થશે. બ્રાહ્મીને વિવાહ બાહુબલી સાથે કરવામાં આવ્યું હતું.
બ્રાહ્મી અને સુંદરીને બાળબ્રહ્મચારિણી તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ વિવાહને ઉલ્લેખ એ રીતે હોઈ શકે કે સામાજિક વ્યવસ્થાનુસાર સગાઈ સંબંધ બાંધવાની જાહેરાત કરી હોય. લગ્ન થયાં ન હોય, એમ માનવામાં આવે છે.
રાષભદેવ ભગવાનને કેવળજ્ઞાન થયા પછી સર્વપ્રથમ દેશના આપી ત્યારે બ્રાહ્મીએ પ્રતિબોધ પામીને દીક્ષા અંગીકાર કરી હતી. રાષભદેવ ભગવાને સ્થાપેલા સંઘમાં બ્રાહ્મીને પ્રથમ પ્રધાન સાથ્વી તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં. બ્રાહ્મી સાથે ત્રણ લાખ સાધ્વીઓ અને પાંચ લાખ ચોપન હજાર બાર વ્રતધારી શ્રાવિકાઓની સંખ્યા હતી. ૮ પ્રાતઃસ્મરણીય સતી સ્ત્રીઓમાં બ્રાહ્મીનું નામ પ્રથમ છે. એમનું જીવન, સતીત્વ અને પ્રથમ સાધ્વી તરીકે સ્ત્રીઓને માટે ચારિત્રને રાજમાર્ગ બતાવનાર તરીકે સર્વદા વંદનીય અને પૂજનીય છે.
પ. સુંદરી : રાષભદેવ ભગવાનની એ પુત્રી હતી. તે અત્યંત સ્વરૂપવાન અને ગુણવાન હતી. સૌપ્રથમ રાષભદેવ ભગવાને સુંદરીને ગણિતનું જ્ઞાન આપ્યું. માન (માપ), ઉન્માન (તેલા), અવમાન (ગજ-ફૂટ-ચિ)નું જ્ઞાન આપ્યું. તેજસ્વી બુદ્ધિથી જ્ઞાન સંપાદન કરીને સુંદરીની ઈચ્છા દીક્ષા અંગીકાર કરવાની હતી પણ ભરત તેમને સ્ત્રીરત્ન તરીકે રાખવા માંગતા હતા. સ્ત્રીરત્નની પદવી પ્રાપ્ત કરનાર સ્ત્રી નરકગતિમાં જાય છે, આવી ભગવાનની દેશના સાંભળીને એને વૈરાગ્યભાવ વધુ પ્રબળ થયે. પિતા ભાષભદેવ અને બહેન બ્રાહ્મીનું ત્યાગપ્રધાન જીવન વધુ આકર્ષક લાગ્યું. “ભરતરાજા મારે રૂપલાવણ્યથી મહાઈને મને રાણી બનાવશે.” એ વિચારથી સુંદરીએ પિતાના સૌન્દર્યને નષ્ટ કરવા માટે આયંબિલ તપની આરાધના શરૂ કરી. પરિણામે, સુંદરીનું શરીર કૃશકાય બની ગયું. ભરત રાજાએ આ જોઈને અને એની દીક્ષાની ભાવનાની ખબર પડતાં સંયમપંથે પ્રયાણ કરવા અનુમતિ આપી.
રાષભદેવ ભગવાન પાસે સુંદરીએ દીક્ષા લીધી અને ભગવાનની પ્રથમ સાધ્વી બ્રાહ્મી સાથે સંયમની આરાધનાનો પ્રારંભ કર્યો. ‘सुन्दरी पव्ययंती भरहेण इत्थीरयणं भविस्सइति निरुद्धा साविया जाया ।'
–ાવરચMિ , p. ૨૨૬ ભરતરાજાના બીજા ભાઈ એ રાજ્યભાગ કરીને દીક્ષા લીધી હતી. છેવટે બાહુબલીએ પણ દીક્ષા લીધી. એક વરસની ઘેર તપસ્યા કરવા છતાં “બધા ભાઈને વંદન કેમ કરું ?' એ અહંકાર મનમાં સતાવ્યા કરતા હતા. રાષભદેવ ભગવાને બાહુબલીના અહંકારને ઉતારવા માટે બ્રાહ્મી અને સુંદરીને એમની પાસે મોકલ્યાં. સાધ્વી બહેનેએ કહ્યું કે, “હાથી પર સવારી
શા, ૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org