________________
૮૦ ]
[ શાસનનાં શ્રમણીરત્નો ' અર્થાત્, જિનસિદ્ધ તે તીર્થકર ભગવંત, અજિનસિદ્ધ તે પુંડરીક ગણધર વગેરે. ગણધરે એ તીર્થસિદ્ધ કહેવાય છે. મરુદેવી માતા અતીર્થ સિદ્ધ કહેવાય છે.
સર્વજ્ઞ ભગવાન સમવસરણમાં બેસીને બાર પર્ષદા સમક્ષ ઉપદેશ આપે છે. પછી ગણધર, સાધુ-સાધ્વી, શ્રાવક શ્રાવિકા એમ ચતુવિધ સંઘની સ્થાપના કરે છે. આ સંઘ એ તીર્થ કહેવાય છે. મરુદેવી માતા અતીર્થસિદ્ધ એટલા માટે કહેવાય છે કે ત્રાષભદેવ ભગવાને તીર્થની સ્થાપના કરી ન હતી, છતાં પણ પુત્રવિરહથી અંધ થયેલી મરુદેવી માતા હતિ પર બેસીને પિતાના પુત્રની ઋદ્ધિ જેવા જતાં માર્ગમાં જ ઉત્કૃષ્ટ વૈરાગ્યભાવ અને કર્મક્ષય થતાં કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. એટલે તીર્થની સ્થાપના થયા પહેલાં જ આ વીશીમાં મરુદેવી માતા સર્વપ્રથમ મોક્ષે ગયાં. એમનાથી મોક્ષમાર્ગ ચાલુ થયું. તેઓ અંતકૃત કેવલી કહેવાય છે.
આ રીતે મરુદેવી માતાનું સ્થાન વર્તમાન ચોવીશીમાં સર્વપ્રથમ નિર્યુક્તિ, કલ્પસૂત્ર, ત્રિષષ્ઠિશલાકાપુરુષ ચરિત્ર આદિ ગ્રંથમાં મરુદેવી માતા વિશેની માહિતી વિશેષ વિસ્તારથી પ્રાપ્ત થાય છે. મરુદેવી માતાને જીવ નિગદમાંથી નીકળીને નાભિરાજાની પત્ની તરીકે આવ્યું, અને તે જ ભવમાં મોક્ષે સિધાવ્યાં, કેટલું ઉત્કૃષ્ટ પુણ્ય કે માત્ર એક જ ભવમાં સિદ્ધિપદને પામ્યાં! શ્રી કલ્પસૂત્રમાં મરુદેવી માતાની અહોભાવપૂર્વક સ્તુતિ કરતાં જણાવવામાં આવ્યું છે કે,
'मरुदेवा समानाऽम्बा, याऽगात पूर्वकिलेक्षितुम् ।
मुक्तिकन्यां तनूजार्थ, शिवभागमपि स्फुटम् ॥ २ ॥ –વળી જગતમાં મરુદેવી સમાન માતા નથી, કે જે પિતાના પુત્રને માટે મુક્તિરૂપી કન્યાને અને કુટપણે શિવમાર્ગને જોવા પ્રથમથી જ મોક્ષે ગયાં. ૬
૨. સુમંગલા : ત્રાષભદેવ ભગવાનનું પાણિગ્રહણ સુમંગલા સાથે થયું હતું. યુગલિયા પરંપરા પ્રમાણે ત્રષભદેવ અને સુમંગલા સાથે જન્મેલા અને પતિ-પત્ની બન્યાં. સુમંગલાએ ૯ પુત્ર અને ૧ પુત્રીને જન્મ આપ્યું હતું. સુમંગલાએ ભારતવર્ષના પ્રથમ ચક્રવતી રાજા ભરતની માતા તરીકે અનુપમ સન્માન પ્રાપ્ત કર્યું હતું અને પુત્રી બ્રાહ્મીએ લેખનકળાને વિકાસ કરીને માતાને ચિરંજીવ યશ પ્રદાન કરીને એક એતિહાસિક ઘટનામાં સ્થાન પ્રાપ્ત કર્યું છે.
૩. સુનંદા : કાષભદેવ ભગવાનના કાળમાં યુગલિયાઓ અસ્તિત્વ ધરાવતા હતા. સુનંદાના સાથી યુવાનનું અવસાન થયું એટલે વાષભદેવ સાથે એમનાં લગ્ન કરવામાં આવ્યાં હતાં. સુનંદાએ પુત્ર બાહુબલી અને પુત્રી સુંદરીને યુગલિયા તરીકે જન્મ આપ્યો હતો. બાહુબલી જેવા મહાન ત્યાગી અને શક્તિસંપન્ન પુત્ર અને સૌ પ્રથમ તપધર્મની આરાધના કરનાર સુંદરીને જન્મ આપનાર તરીકે સુનંદાનું માતૃત્વ અને જીવન કૃતાર્થ થયું હતું. ભાગવતમાં જયંતીને. ઉલ્લેખ છે. વનદેવી સમાન અપૂર્વ સૌન્દર્યવતી હોવાથી સુનંદાને ઇન્દ્રની પુત્રી માનવામાં આવે છે. ભદેવનું સુનંદા સાથે લગ્ન થયું અને યુગલિયા પરંપરા પૂર્ણ થઈને ગૃહસ્થજીવનનો પ્રારંભ થયે, એ એક ઐતિહાસિક ઘટના છે. યંતી એ જ સુનંદા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org