________________
[ શાસનનાં શ્રમરને અને ભાવ – એમ ૧૦ નિક્ષેપથી સ્ત્રી છે એમ સમજવાનું છે.
નામ–સ્ત્રીવાચક નામ હોય; સંગીતા, રીટા, રૂપા.
સ્થાપના–સ્ત્રી રૂપમાં સ્થાપના થવી; શીતલા માતા. દ્રવ્ય–શરીરરચના સ્ત્રીની હોવી. કાળ–ભૂત, ભવિષ્ય અને વર્તમાનમાં સ્ત્રીરૂપ ધારણ કર્યું હોય તે. પ્રજનન– ગર્ભ ધારણ કરવાની ક્ષમતા હોવી જોઈએ. કર્મ-સ્ત્રીત્વને અનુરૂપ કાર્યો કરવાં. ભગ—સ્ત્રી રૂપે ભેગ ભોગવવાની ક્ષમતા હોવી. ગુણ—સ્ત્રીસહજ ગુણો – સેવા, સહિષ્ણુતા, લાગણીશીલતા વગેરે હોવાં જોઈએ. ભાવ–કામવાસનાની ઇચ્છા હોવી. * આચારાંગ શૂણિ અને વૃત્તિમાં સ્ત્રી એ શીત પરિસર સમાન છે.
સ્ત્રી-સન્માનની ભાવનાના પ્રસંગોનો ઉલ્લેખ પણ આ ગ્રંથમાં થયેલ છે. ગુણવાન સ્ત્રી મનુષ્યલોકમાં યશપ્રાપ્તિ કરે છે અને દેવે પણ પૂજા કરે છે. સ્ત્રી તીર્થકર, ચક્રવતી, બળદેવ, વાસુદેવ અને ગણધરને જન્મ આપનાર માતા છે. આવી માતાની પ્રશંસા કે ગુણગાથા ગાઈએ તેટલી ઓછી છે. સ્ત્રીનું માતૃત્વરૂપ પૂજનીય, વેદનીય અને પ્રશંસનીય છે. એક પતિવ્રતધર્મનું પાલન કરવું, શીલનું રક્ષણ કરવું, શીલના પ્રભાવથી અગ્નિ, જળ, વિષ વગેરેથી રક્ષણ થવું, વૈધવ્યનું પાલન કરવું, વગેરે પ્રસંગે પણ ગ્રંથોમાં સેંધાયેલા છે. “માતૃ દેવો ભવ” એ સૂત્ર આજકાલનું નથી, એ તે પૂર્વકાલીન છે. શ્રીકૃષ્ણ ભગવાન પ્રતિદિન સાંજના સમયે પિતાની માતાને વંદન કરવા જતા હતા. ભગવાન મહાવીરે પિતાનાં માતાને દુઃખ ન થાય તે માટે માતાપિતા જીવે ત્યાં સુધી દીક્ષા ન લેવી એ અભિગ્રહ કર્યો હતો તે પણ ભગવાનને માતા પ્રત્યેને સ્નેહ પ્રગટ કરે છે. કલ્પસૂત્રમાં ભગવાન મહાવીરના ચરિત્રમાં આ પ્રસંગ આલેખાયેલો છે.
'नो खलु मे कप्पई अम्मापितीहि जीवतेरी मुण्डे भविता
आगार वासाओ अणगारियं पवइह ।'-कल्पसूत्र, ९१ ' (एवं ) गम्भत्थो चवे अभिग्गहे गेण्हति णारं समणे रोक्खामि जाव एताणि एत्थ जीवंतिति ।-आवश्यकचूणि,
___ प्रथम भाग, पृ. २४२ સ્ત્રી સન્માન વિશે વિચારીએ તે ભગવાનના શાસનની સ્થાપનામાં રક્ષક દેવીને પણ સ્થાન આપવામાં આવ્યું છે, અને થેયની ચોથી ગાથામાં દેવીનું ભાવપૂર્વક સ્મરણ કરવામાં આવે છે. અધિષ્ઠાયિકા દેવીઓમાં ચકેશ્વરી, અંબિકા, પદ્માવતી, સિદ્ધાયિકા વગેરે છે.
વેતામ્બર મત પ્રમાણે ૧૯મા મલ્લિનાથ ભગવાન એ અપવાદ રૂપે મલ્લિકુમારી તરીકે જન્મ્યા હતા. તીર્થકરના સર્વોચ્ચ પદ પર મલ્લિકુમારી બિરાજમાન છે. જે વંદનીય અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org