________________
[ ૭૫
શાસનનાં શમણીરત્ન ] છે. વેદકાલીન સ્ત્રીઓ પતિવ્રતા-સહધર્મચારિણી દર્શાવવામાં આવી છે. બૌદ્ધ ધર્મમાં સ્ત્રીઓને જાતિપ્રધાન માનવામાં આવી છે. જેન ધર્મમાં ઉદાર મતથી ચતુર્વિધ સંઘમાં સ્ત્રીઓને સાથ્વી અને શ્રાવિકારૂપે સ્થાન આપવામાં આવ્યું છે.
પ્રાગૈતિહાસિક સમયમાં વિદુષી સ્ત્રીઓ ભગવાનની માતા, બહેન, પત્ની અને ભક્તરૂપે આલેખાયેલી છે. રાષભદેવ પછીના તીર્થકરોના સમયની પ્રભાવશાળી સાધ્વી વિશે બહુ માહિતી પ્રાપ્ત થઈ શકતી નથી, પરંતુ છેલ્લા તીર્થકર મહાવીર સ્વામીને સમયમાં ચંદનબાળા સાથ્વી તરીકે પ્રભાવશાળી અને ગણનાપાત્ર સ્થાન ધરાવે છે, તેને ઉલેખ જૈન ઇતિહાસમાં અને ચરિત્રોમાંથી મળી આવે છે. તેમણે પ્રવતિ નીપદ પ્રાપ્ત કર્યું હતું.
જૈન ધર્મમાં તીર્થકરોનાં પાંચ કલ્યાણકની માન્યતા છે, અવન, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણ કલ્યાણક. ભગવાનને આત્મા દેવલોકમાં આયુષ્ય પૂર્ણ કરી માતાના ગર્ભમાં આવે છે તેને ચ્યવનકલ્યાણક કહે છે. વન પછી તીર્થંકર પરમાત્માના ગર્ભ ધારણ કરનાર માતાને ચૌદ સ્વપ્ન આપે છે. આ ઘટનાનો મહિમા અનેક ઓચ્છ-અનુષ્ઠાને દ્વારા અદ્યાપિપર્યત ગવાતે રહ્યા છે. ચ્યવન બાદ જન્મ થાય તેને જન્મકલ્યાણક કહે છે. આ સમયે સૌધર્મેન્દ્ર દેવ-દેવીઓ સાથે મેરુપર્વત પર ભગવાનનો જન્મ મહોત્સવ અભૂતપૂર્વ વૈભવ અને અવર્ણનીય આનંદોલ્લાસપૂર્વક ઊજવે છે. ૬૪ ઇન્દ્રો અને ઇન્દ્રાણીએ આ પ્રસંગે પ્રભુજીને અભિષેક-સ્નાન કરાવે છે. પ૨ દિકકુમારિકા ભગવાનના જન્મ સમયે સેવા માટે હાજર રહે છે. સૌધર્મેન્દ્ર ભગવાનની માતાને અહોભાવપૂર્વક વંદન કરે છે. અહીં માતાના સ્વરૂપનું ગૌરવ પ્રસ્થાપિત થયેલું જોઈ શકાય છે. જેનાગમમાં તીર્થકરની માતાનું એક સ્ત્રી તરીકે જે ઉચ્ચ કેટિનું બહુમાન પ્રગટ કરવામાં આવ્યું છે તે અન્યત્ર દુર્લભ છે. ચક્રવતીનાં ૧૪ રત્નમાં સ્ત્રીનું સ્થાન હતું. ભારતે સુંદરીને સ્ત્રીરત્નની ઉપાધિ આપવાનો સંકલ્પ કર્યો હતે પણ તેની ઇચ્છા સંસારત્યાગ કરીને દીક્ષા લેવાને હતો એટલે આ વિચાર પૂર્ણ ન થયે.
સ્ત્રી માત્ર પ્રજોપત્તિ માટેની કે ભગની સામગ્રી નથી પણ સ્વતંત્ર રીતે પિતાની ઇચ્છા પ્રમાણે આત્મસાધના કરી શકે તેવી પ્રણાલિકાને પ્રારંભ થયેલો જોવા મળે છે અષભદેવ ભગવાનના સમયમાં. સ્ત્રીઓની પંડિતાઈ કેવળજ્ઞાનમાં ન હતી, પણ સંસારથી પાર પામવાની ચતુરાઈએ જ શ્રેષ્ઠ લક્ષ્ય હતું.
તદેવ નવું વરિત્યે સંસાર સમુદ્રત | ' --વિનસેન. નારી શબ્દપ્રયોગ સૌ પ્રથમ સૂત્રકૃતાંગનિયુક્તિ અને શૂણિમાં થયેલ છે. તેમાં દ્રવ્યસ્ત્રી અને ભાવ સ્ત્રી એ ઉલ્લેખ છે. દ્રવ્યસ્ત્રી એટલે શરીરનાં સ્ત્રીકારક ચિહ્ન (શરીરરચના), અને ભાવસ્ત્રી એટલે સ્ત્રીવેદ એવો અર્થ છે. દ્રવ્યસ્ત્રીને વિશેષ વિચાર કરીએ તો રામરહિત મુખ, સ્તન, યોનિ, ગર્ભાશયથી રચાયેલા શરીરવાળી સ્ત્રી. અને ભાસ્ત્રી એટલે પુરુષની સાથે સ્ત્રીસહજ કામવાસના ભેગવવાની વૃત્તિ ધરાવનાર સ્ત્રી. જેને કર્મસિદ્ધાંત પ્રમાણે નામકર્મને આધારે સ્ત્રી-પુરુષ લિંગ, એટલે શરીર પ્રાપ્ત થાય છે. જ્યારે મોહનીય કર્મના ઉદયથી સ્ત્રી કે પુરુષ વેદ મળે છે.
સૂત્રકૃતાંગ નિર્યુક્તિમાં સ્ત્રી નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, પ્રજનન, કર્મ, ભગ, ગુણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org