________________
શાસનનાં શમણીરત્ન ]
[ ૭૧ (૨૧) કેટલી વાર બીજાનું કામ કર્યું ? (૨૨) કેટલી વાર જ્ઞાનની ભક્તિ કરી ? (૨૩) કેટલો સમય વાતોમાં ગયે ? (૨૪) કેટલી વાર દેવવંદન કર્યું? (૨૫) ગોચરી લાવવામાં કેટલા દોષ લાગ્યા? (૨૬) ગોચરી વાપરવામાં કેટલા દેષ લાગ્યા? (૨૭) ગોચરી આપવા-લેવામાં કેટલી માયા કરી ? (૨૮) કેટલા દ્રવ્યને સંક્ષેપ કર્યો? (૨૯) આહાર-પાણીની કેટલી ઊંદરી કરી? (૩૦) કેટલી વિગઈ ત્યાગ કરી ? (૩૧) જરૂર વગરની કેટલી વિગઈ વાપરી ? (૩૨) દ્રવ્યાદિ અભિગ્રહો ક્યા લીધા? (૩૩) જરૂરી વિગઈ વાપરતાં કેટલે રાગ કર્યો? (૩૪) વિગઈ વાપરતાં વડીલોની આજ્ઞા લીધી કે નહિ? (૩૫) પાત્રામાં આવ્યા પછી ભક્તિ કરી કે નહિ ? – આવી જાતની વિચારણાથી સાધુજીવન ઉચ્ચ કેસિનું બને છે.
(મંગળ-સ્વાધ્યાય ’: લેખક-પૂ. પં. શ્રી અભયસાગરજી ગણિવર.)
(૧ ) સાધ્વીસંઘ પાસે આશા ! શ્રમણીસમુદાયની આચારસંહિતાની શાસ્ત્રીય વિગતોને તાત્વિક વિચાર કરવામાં આવે તો શ્રમણની માફક શ્રમણીઓ પણ મુમુક્ષુ-મોક્ષમાર્ગની આરાધક બની શકે છે, તે વાત નિવિવાદ છે. પૂર્વનું પુણ્યના ઉદયથી ચારિત્ર મળી ગયું, પણ પછી શું કરવાનું છે તેની માહિતીને ભવ્ય ભૂતકાળ અને વર્તમાનની તુલના કરીએ તો કેટલીક જાગૃતિ અનિવાર્ય છે, તેને સૌ કઈ સ્વીકાર કરશે.
સાધ્વી સંઘને આચાર શું છે તેની સ્પષ્ટ વિગત એ આ લેખને એક અગત્યનો વિષય છે, જેથી આ લેખ વાંચનાર કોઈ પણ વ્યક્તિને આચાર અંગેની સાચી સમજ આપી શકે ગચ્છાચારના પ્રકીર્ણક ગ્રંથના ૧૦૭ થી ૧૩૭ લોકમાં સાધ્વીના આચાર અંગેની માહિતી પ્રાપ્ત થાય છે. આ માહિતી સાધ્વીસમુદાયના ઉત્કર્ષ માટે ઉપકારક હોવાથી અત્રે આપવામાં આવી છે. રત્નત્રયીની આરાધનામાં સતત ઉપગ રાખનારી પ્રેરણા ગચ્છાચારના શાસ્ત્રીય વિચારોનું ચિંતન અને મનન સંયમની સૌરભશ્રીનો પ્રસાર કરીને સંયમમાર્ગની મહત્તા સિદ્ધ કરે છે. પૂર્વાચાર્યોના પ્રાકૃત અને સંસ્કૃત ગ્રંથના અધ્યયનની ક્ષમતા ન હોય અને અભ્યાસની સુવિધા પ્રાપ્ત ન હોય, જ્ઞાનનો ક્ષયોપશમ એ છે હોય તેવા સંયમી જીને ગરષ્ટાચારની માહિતી જ્ઞાનગંગામાં સ્નાન કરીને કર્મનિર્જરાની સાથે વિશુદ્ધ સંયમજીવનમાં જ્ઞાનદીપ પ્રગટાવીને આત્મકલ્યાણમાં પ્રેરક, પિષક ને પ્રગતિકારક બનશે એવી શ્રદ્ધા છે.
ઉપદેશમાળા : ભગવાન મહાવીરના શિષ્ય ધર્મદાસ ગણિએ આશરે ૨૪૦૦ વરસ પૂર્વે ઉપદેશમાળા”ની રચના કરી. તેમણે પિતાના સંસારી પુત્ર રણસિંહકુમારને પ્રતિબધ પમાડવા માટે આ ગ્રંથની રચના કરી હતી. આ ગ્રંથમાં કુલ વિભાગ છે. તેમાં સંયમજીવનને સ્વસ્થ અને વૈરાગ્યવાસિત બનાવીને રત્નત્રયીની આરાધના કરવા માટે ઉપદેશાત્મક વચનેને સંગ્રહ થયેલો છે. મૂળ રચના પ્રાકૃત ભાષામાં છે. અત્રે આ ગ્રંથના નમૂના રૂપે ઉપદેશવચનેવાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org