________________
દેવાએ જય જય શબ્દથી લક્ષમણ ઉપર કુલની વૃષ્ટિ કરી. વાનરો હરખાયા વિભીષણે નાસ ભાગ કરતા રાક્ષસને આશ્વાસન આપી કહ્યું કે આ રામ લક્ષમણ આઠમા બળદેવને વાસુદેવ છે. તેમના શરણે જશે તે તેઓ તમને સુખી કરશે. વિભીષણ ભાઈને મૃત્યુથી આપઘાત કરવા તૈયાર થતાં રામે પકડી લીધા અને સમાજ વિશે કહેવા લાગ્યા કે તમારા ભાઈ વીરવૃત્તિથી મૃત્યુ પામ્યા છે. તેમને શેક કરે નકામે છે. હવે તેની ઉત્તર ક્રિયા સારી રીતે કરે એમ કહી કુંભકર્ણ, ઈન્દ્રજિત, મેઘવાહનને છૂટા કર્યા. તેઓ બધાની સાથે મંદોદરીએ એકઠા થઈ અગ્નિ પ્રગટાવી રાવણને અગ્નિસંસ્કાર કર્યો. રામે સ્નાન કરી ઉષ્ણ અશ્ર જળથી રાવણને જલાંજલિ આપી કુંભકર્ણ વગેરેને કહ્યું કે “હે વીરે તમારું રાજ્ય તમે ભગવે અમારે તમારી લક્ષ્મી જોઈતી નથી - કુંભકર્ણ વગેરે વીરેએ કહ્યું કે “અમારે રાજયની કઈ જરૂર નથી અને તે મેક્ષને સાધનારી દીક્ષા લઈશું. તે જ સમયે કુસુમાયુદ્ધ ઉદ્યાનમાં અપ્રમેયબલ નામે ચઉનાણી મુનિને કેવળજ્ઞાન ઉત્પન્ન થતાં દેવોએ તેમના કેવળજ્ઞાનને મહત્સવ કર્યો. રામ લક્ષ્મણ કુંભકર્ણ ઈ દ્રજિત મેઘવાહન વગેરે કેવળીને વંદન કરવા આવ્યા. તેમની દેશના સાંભળી ઈન્દ્રજિત અને મેઘવાહન પિતાના પૂર્વ ભવ પૂછયા તે કેવળી ભગવાને નીચે મુજબ કહી બતાવ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org