________________
કહી સહસ્ત્રાંશુને મુકત કર્યો અને કહ્યું કે “આજથીત મે અમારા ચોથા ભાઈ તરીકે છે. તેણે કહ્યું કે હું તે હવે પિતાના માર્ગે ચાવીશ એમ કહી પિતાનો પુત્ર રાવણને સોપી તેણે દીક્ષા લીધી. તે સમાચાર પિતાના મિત્ર અયોધ્યાના રાજા અનરણ્યને કહેવરાવતા સંકેત મુજબ અનરણે પિતાના પુત્ર દશરથને રાજ્ય સેપી ચારિત્ર લીધું. પછી રાવણ બને મુનિને વંદન કરી સહસ્રાંશુના પુત્રને રાજ્ય સેપી આગળ ચાલ્યા. ત્યારે નારદ મુનિ બ્રાહ્મણોના મારથી પિકાર કરતા રાવણ પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે રાજપુર નગરમાં મરૂત રાજા હિંસામય યજ્ઞ કરે છે તે પશુઓને પિકાર સાંભળી હું આકાશમાંથી ઉતરી મરૂત રાજા પાસે ગયે. અને બ્રાહ્મણને કહેવાથી પશુનો હોમ કરી સ્વ મેળવવાની ઇચ્છા કરનાર રાજાને મેં કહ્યું કે” *
- : સાચા યજ્ઞની રીત :
આ શરીર વેદી છે, આત્મા યજમાન છે, તપ અગ્નિ છે, જ્ઞાન વત છે સમિધ કર્મ છે, કોધાદિક પશુઓ છે, સત્ય યજ્ઞ સ્તંભ છે. સર્વ પ્રાણીઓની રક્ષા તે દક્ષિણ છે,જ્ઞાન દર્શન અને ચારિત્ર એ ત્રણ રને છે, અને તે જ ત્રણ દેવ બ્રહ્મા વિષ્ણુ ને મહેશ્વર છે. આ વેદિત યજ્ઞ જે યોગ વિશેષથી કર્યો હોય તો તે મુક્તિનું સાધન થાય છે. રાક્ષસની જેવા જે લોકે છાગ વગેરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org