________________
રામે કહ્યું કે અરે દુર્જન ? મારો ભાઈ લક્ષ્મણ રે જીવે છે તમારા સર્વેનું મૃત્યુકાર્ય કરવું જોઈએ. એમ કહી લક્રમણને ખભે ઉપાડી ચાલ્યા. તેમ છ માસ વતિ ગયા. રામ ઉમત્ત બની ગયાનું જાણું ઈન્દ્રજિત તથા સુંદના પુત્રે તેમને મારવા આવ્યા. ત્યારે રામે લક્ષમણુના શબને ખોળામાં લઈ વજાવ ધનુષનું ફલન કર્યું. તે વખતે જટાયુદેવ રામપાસે આવ્યો. હજુ દેવે રામના પક્ષમાં છે એમ સમજી ઈજિનના પુત્ર વગેરે ભયપામી નાસી ગયો.
જટાયુદેવે રામને બોધ કરવા સુકા વૃક્ષને જળ સિંચન ફરવા માંડ્યું. પાષણ ઉપર ખાતર નાખી કમળ વાવા માંડયાં. યંત્રમાં રેતી પીલી તેલ કાઢવા મંડયા. ત્યારે રામે કહ્યું કે આ બધે તમારે પ્રયાસ નામે છે. જટાયુદેવે કહ્યું કે જ્યારે આવું બધું જાણે છે ત્યારે શબને કેમ વહન કરી રહયા છે? તેજ વખતે કૃત્તાંતવદન સારથીએ સૌધર્મ દેવલેથી આવી મનુષ્યનું રૂપ લઈ સ્ત્રીનું શબ લઈ રામપારેથી નીકળે. રામે કહ્યું કે મરેલી સ્ત્રીને કેમ ઉપાડી ફરે છે. દેવે કહ્યું કે તમે જેમ શબને ઉપાડીને ફરો છે તેમ હું પણ ફરું છું. આ રીતે દેવે રામને બેધ પમાડ્યા. દેવે ગયા પછી રામે લક્ષમણનું મૃતકાર્ય કરી દીક્ષા લેવાની તૈયારી કરી પછી રામે લવણના પુત્ર અનંગદેવને રાજ્ય આપ્યું અને આચાર્ય મુનિસુવ્રત પાસે જઈ સુગ્રીવ, વિભિષણ શત્રુન, વરાધ વગેરે સોળહજાર રાજાઓ અને સાડત્રીશહજાર સ્ત્રીઓ સાથે દીક્ષા લીધી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org