________________
૧૧૩ કે “આ ચિત્રનું વૃતાંત તો મને જ લાગુ પડે છે. રક્ષકએ તે વાત વૃષભધ્વજને જણાવી. વૃષભધ્વજે પદ્યરૂચીને કહ્યું કે “તમે સંભળાવેલ નમસ્કારના પ્રભાવે હું રાજપુત્ર થયો છું પછી બને મિત્ર શ્રાવકપણું પાળી બીજા દેવલોકે દેવ થયા. ત્યાંથી આવી પદ્મચી માપુરીને વિપુલવાહન રાજાના સમાધિગુપ્ત મુનિ પાસે દીક્ષા લઈ પાંચમા દેવલેક દેવેન્દ્ર થયો. ત્યાંથી
વી આ ભવમાં બળદેવ રામચંદ્ર થયા છે. અને વૃષભધ્વજને જીવ અનુક્રમે સુગ્રીવ થયો છે. પેલા શ્રીકાંતનો જીવ ભવ ભ્રમણ કરી શંભુ નામે રાજા થયા. વસુદત્ત પણ ભવ ભ્રમણ કરી શંભુરાજાને પુરેહિત શ્રીભૂતિ નામે પુત્ર થયો. ગુણવતી ભવભ્રમણ કરી શ્રીભૂતિની વેગવતી નામે પુત્રી થઈ. તે યૌવન વંતી થતાં એક વખત સુદર્શન નામે પ્રતિભાધારી મુનિને લેકે વંદન કરતા જેઈ હાસ્યથી તેણીએ કહ્યું કે “હે લકે? આ સાધુને મેં કઈ સ્ત્રી સાથે કીડા કરતાં જોયા છે. તેને વદના કેમ કરે છે? તેથી લેકે તે સાધુને ઉપદ્રવ કરવા લાગ્યા એટલે તેણે અભિગ્રહ કર્યો કે “જ્યાં સુધી મારૂ કલંક ઉતરે નહિ ત્યાં સુધી હું કાઉસગ્ગ ધ્યાનમાં રહીશ. પછી શાસન દેવતાએ રેષથી વેગવતીને રેગીષ્ઠ બનાવી. તેણીએ સાધુ પર મૂકેલા કલંકનું વૃત્તાંત સાંભળી તેના પિતાએ તેને ઘણો તિરસ્કાર કરી કાઢી મૂકી. તેણીએ સુદર્શન મુનિ પાસે આવી લેકે સમક્ષ ઉગ્ર સ્વરે કહ્યું કે “હે મુનિ તમે સર્વથા નિર્દોષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org