SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ 00 Jain Education Intemational (ઊ) ગુજરાતના શિક્ષણકારા— જે જમાનામાં ખાલશિક્ષણના વિષે ભારતમાં કેાઈને કલ્પના પણ ન હતી ત્યારે ખાળકૈાની ‘મુછાળી મા’ તરીકે પ્રખ્યાત થયેલા શ્રી ગીજુભાઇએ દક્ષિણામુતિ જેવી આદર્શ સ`સ્થા ચલાવીને ખાલશિક્ષણમાં ભારતમાં પ્રથમ નુતન આદશ સિદ્ધ કરી બતાવ્યા. શ્રી ગીજુભાઇએ ખાલસાહિત્ય પણ કેવું સમૃદ્ધ તૈયાર કર્યુ ? શ્રી ગીજુભાઇની જાગતી જ્યાતને માંઘીબેન અને ગિજીભાઇના સુપુત્ર શ્રી નરેન્દ્રભાઇએ જીવનપર્યંત ઝળહળતી રાખી. શ્રી નાનાભાઇ ભટ્ટે આ શિક્ષણ જ્યેાતિને આત્મતેજથી પહેલાં ભાવનગરમાં અને પછી સણાસરા-આંબલામાં વધુ સબળ રીતે ગ્રામ દક્ષિણામૂર્તિ ના પ્રયાગથી પ્રજ્વલિત કરી. શ્રી નાનાભાઇએ રામાયણ ભાગવતનાં લેાકભાગ્ય સ્વરૂપે પણ નિમ્યા. તેમની જ સંસ્થામાં પાછળથી શ્રી મનુભાઇ પંચાળી ‘ઢ'ક' તથા શ્રી મુળશંકર ભટ્ટે પેાતાની પ્રાણવાન પ્રતિભા અને તપઃપૂત જીવનદૃષ્ટિવાળા સંચાલન અને પુરૂષાથથી આ કેળવણી પ્રયાગામાં વધુ સુંદર સિદ્ધિઓ મેળવી. લેાકભારતી સ’સ્થા આજે અખિલ ભારતીય નહિ પણ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે. શ્રી હરભાઇ ત્રિવેદી પણ ખાલમાનસના નિષ્ણાત પ્રેરણામૂર્તિ ગણાય છે. તેમણે પણ ઘરશાળા સંસ્થા દ્વારા શિક્ષણમાં ભવ્ય પુરુષાથ કર્યાં છે. અલિયાબાડામાં ગંગાજવા વિદ્યાપીઠની ધૂણી ધખાવીને બેઠેલા શ્રી ડાલરભાઈ માંકડ તથા ગુજરાત વિદ્યાપીઠમાં શ્રી મગનભાઇ દેસાઇની સમ સેવાએ ઇતિહાસમાં સદૈવ પુણ્યસ્મૃતિ બની રહેશે. પરંતુ આ બધા શિક્ષણકારાના મુન્ય વિશ્વના સૌથી મોટા શિક્ષણકાર તા પૂ. આપુ જ ગણાય. દક્ષિણ આફ્રિકામાં ને ભારતમાં સ્વાવલ`બી રાષ્ટ્રીય શિક્ષણ પદ્ધતિના નૂતન પ્રયાગ એમણે કરી બતાવ્યે એથી તેણે શિક્ષણમાં સમૂળી ક્રાંતિ કરી. ભારતના વતાવરણ અને તેની આર્થિČક જરૂરિયાત અનુરૂપ વર્ષી શિક્ષણ કે બુનિયાદી શિક્ષણની ચિનગારીએ ભારતમાં શ્રી વિનેમા, આચાય કાકાસાહેબ કાલેલકર, વગેરે ઘણાં નવાં ભાવિન્તા પુરૂષા પ્રગટાવ્યા. ભારતના સૌથી મેાટા શિક્ષણશાસ્ત્રી નિઃસ દેહ ગાંધીજી જ ગણાવી શકાય. ગુજરાત વિદ્યાપીડને સમગ્ર ઇતિહાસ છેક આજે શ્રી મેારારજી જેવા ગાંધીનિષ્ઠ શુદ્ધ સેવાપરાયણ કુલપતિના હાથ નીચે યશસ્વી રહ્યો છે. ગુજરાત યુનિવર્સિટીના પ્રારંભમાં પડેલા દાદા માવલંકર વગેરે સૌ સ્મરણીય છે. આજે પણ વડાદરામાં જીવનભારતી, શારદા ગ્રામ, માંગરોળની સસ્થા, પારખ દરમાં આર્યકન્યા ગુરૂકુળ, કચ્છમાં ઘણા વર્ષો પુર્વે માંડવીમાં સ્થપાયેલ સ`સ્કૃત અને પિંગળવિદ્યાની પાઠશાળા, ભાવનગરમાં દાણીબાઇ સ્થાપિત મહિલા વિદ્યાલય, આ બધી કેટલીક સપન્ન અને ગૌરવપુર્ણ ઇતિહાસ ધરાવતી શિક્ષણ સ`સ્થાએ છે. ગુજરાતમાં આણુ દ–વલ્લભવિદ્યાનગર પણ ગુજરાતનું માટું શિક્ષણધામ છે. તેના વિશ્વકર્મા શિલ્પી પૂ ભાઈકાકા અને તે સંસ્થા પાછળ મૂકસેવા સમનાર કેટલાયે પુરૂષાથીઓએ શિક્ષણના ક્ષેત્રે કેવું સુંદર કામ કર્યુ` છે. વડાદરાના પ્રાતઃ સ્મરણીય મહારાજા શ્રી સયાજીરાવને શિક્ષણમાં ન સંભારીએ તે કેમ ચાલે ? બંધારણના આદેશ છતાં ખાવીશ ખાવીશ વર્ષે આજ પણ ભારતમાં જે સિદ્ધ્ થઇ શકયું નથી તે ફરજીયાત શિક્ષણનુ` કા` વર્ષો પહેલાં આ આ દ્રષ્ટા, લેાકપ્રિય, સ્વનામ ધન્ય મહારાજાએ સિદ્ધ કરી બતાવ્યું એટલું જ નહિ પણ શિક્ષણની વધુમાં વધુ સવલતા સમગ્ર વડોદરા રાજ્યમાં વધુમાં વધુ ઉભી કરી ગુજરાતનુ’નામ ભારતભરમાં રોશન કરનાર તેએ આદશ રાજવી હતા. આજે મ. સ. યુનિ. વડોદરા ઘણુ` પ્રેરણાદાયી વિકાસલક્ષી કામ કરી રહી છે. બૌદ્ધિક કેળવણીની જેમ ચારિત્ર્ય અને આત્મિક કેળવણીનું કામ કરનારા પૂ. રવિશ’કર મહારાજ, ફાધર વાલેસ વગેરે પણ ગુજરાતમાં પેાતાના પ્રકાશના પાથરી રહ્યા છે. પૂ. મહારાજે તેા પછાત અને ઝનુની ગણાતા માણસેામાં પણ માણસાઇના દીવા પ્રગટાવ્યા છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy