________________
[ બૃહદ ગુજરાતની અસ્મિતા
અનુમોદન
શ્રીકૃષ્ણના મોટાભાઈ બલભદ્રજી રૂપ રૂપના ભંડાર હતા. એક વાર રૂપને અનર્થ નિહાળી, પાપી રૂ૫ ઉપર તિરસ્કાર લાવી, તે મુનિ થઈ જંગલમાં વિહરવા લાગ્યા.
આ જંગલમાં એક હરણ ફરે. એ બલભદ્રજીનું હેવાયું થઈ ગયું. મુનિ ધ્યાનમાં બેસે, તે એ પાસે બેસે; ભિક્ષાએ જાય તે સાથે જાય.
- વનમાં ભિક્ષા મળવી મુશ્કેલ. એમાંય ચોમાસાના દિવસે આવ્યા. સાત દિવસની વરસાદની હેલી. મુનિ સાત દિવસથી ક્ષુધા સહીને બેઠા હતા. અબોલ હ૨ણુ પરિસ્થિતિ પારખી ગયું હતું.
એકાએક આજે ઉઘાડ નીકળે. ને સાથે એક વટે. માગુ વડ નીચે ભાતું ખાવા બેઠે. હરણુએ એ જોયું ને કુદતું–નાચતુ મુનિના વસ્ત્રને છેડે મેંમાં લઈ મુનિને ત્યાં ખેંચી લાવ્યું. એની આંખોમાં આનંદ હતે.
વટેમાર્ગુએ અણધાર્યા પવિત્ર અતિથિને આવેલા જોઈ હર્ષથી ભિક્ષા આપવા હાથ લંબાવ્ય, મુનિએ પાત્ર લંબાવ્યું: હરણુએ આનંદમાં ઠેક દીધી, ને વીજળી આકાશમાંથી કડેડાટ તૂટી પડી. ત્રણે જીવ અવસાન પામ્યા. લેનાર, દેનાર ને અનુમોદન કરનાર ત્રણે તરી ગયા.
ધન્ય ઘડી ! ધન્ય વેળા !
શ્રી જયંતિલાલ ત્રીભોવનદાસ પંડયાના સૌજન્યથી
શારદા”
પ્રસુતિ ગૃહ સામે
કાળુભા રોડ,
ભાવનગર,
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org