________________
ચાલો, શ્રી શ્રેયાંસનાથ પ્રભુની સ્તવના કરીએ.
સ્તુતિ સિંહપુરીમાં ચ્યવન જવુ, દીક્ષા વળી કેવળ વર્યા, હરીને બધાને કર્મઘાતી, ભવિક ઉદ્ધારો કર્યા; પુણ્યોદયે પાતિક હસું, પાવન કરું દર્શન કર્યું, રીક્યો પ્રભુ શ્રેયાંસ મુજ પર, તુજ થકી દિલડું ઠર્યું.
ચૈત્યવંદના શ્રેય અંશ સુખ સાગર, ઘો ઘો હે ભગવાન, હે શ્રેયાંસ જિનેશ્વરા, એક જ છે અરમાન. - ૧ શ્રેય અંશ પામી કરી, ટાળી વિષય કષાય, અંતર આત્મદેશા વરું, એવું ચરણ સુખદાય. - ૨ પ્રેમચરણ પદકજ વિષે, રમતો ભુવન ભાણ, પામું ધર્મ પસાયથી, જગવલ્લભ નિર્વાણ. - ૩
સ્તવન (રાણ : મૈત્રીભાવનું) શ્રી શ્રેયાંસ કૃપા કરો, તું જગબંધવન તાત રે, અલખનિરંજન તું જયો, તું જગમાંહે વિખ્યાત રે... ૧ / ધન્ય ધન્ય નરભવ તેહનો રે, જેણે તુજ દરિશણ પાયો રે, માનું ચિંતામણિ સુર તરુ, તસ ઘર ચાલી આયો રે... ૨ ધન્ય તે ગામનગર સિંહપુરી, જસ ઘરે તું પ્રભુ આયો રે,
ભક્તિ કરી પડિલાથીયો, તેણે બહુ સુકૃત કમાયો રે... ૩ જિહાં જિહાં ઈન પ્રભુ તું ગયો, તિહાં બહુ પાપ પલાયો રે, તુજ મૂરતિ નિરખી ભલી, જેણે તું દિલમાં ધાર્યો રે... ૪ હવે પ્રભુ મુજને આપીએ, તુજ ચરણે નિવાસો રે, રિદ્ધિ અનંતી આપીએ, કીર્તિ અનંતી આવાસો રે... ૫
શ્રી શ્રેયાંસ અહંકર પામી, ઈચ્છે અવર કુણ દેવા જી, કનક તરુ સેવે કુણ પ્રભુને, ઠંડી સુરતરુ સેવા છે, પૂર્વાપરે અવિરોધી સ્યાસ્પદ, વાણી સુધારસ વેલી જી,
- માનવી મણુએસર સુપાયે, વીર હૃદયમાં ફેલી જી. શિખરબંધી મંદિરમાં પ્રવેશતાં જ ચાર ખૂણે ચાર દેરી આવેલી છે, જેમાં ત્રણ કલ્યાણક દેરીમાં પ્રભુનાં ચ્યવન, જન્મ અને દીક્ષા કલ્યાણકના પ્રતીકરૂપે પગલાં અને ચિહનો દર્શનીય છે. ચોથી દેરી શ્રી જિનકુશલચંદ્રસૂરિજીની છે. ચાર દેરીની મધ્યમાં પ્રભુના કેવળજ્ઞાનકલ્યાણની દેરી સમવસરણના આકારે છે, તેમાં પ્રભુની ચાર ચરણપાદુકા છે.
www.ja nella